Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન

વિકિપીડિયામાંથી
Bruce Springsteen
Bruce Springsteen in concert during 2009
પાર્શ્વ માહિતી
જન્મ નામBruce Frederick Joseph Springsteen
અન્ય નામોThe Boss
શૈલીHeartland rock, folk rock, Americana
વ્યવસાયોSinger-songwriter
વાદ્યોVocals, guitar, harmonica, piano
સક્રિય વર્ષો1972–present
રેકોર્ડ લેબલColumbia
સંબંધિત કાર્યોE Street Band, Steel Mill, Miami Horns, The Sessions Band
વેબસાઇટbrucespringsteen.net

બ્રુસ ફ્રેડરિક જોસૅફ સ્પ્રિન્ગસ્ટીન (અંગ્રેજી: Bruce Frederick Joseph Springsteen; જન્મ સપ્ટેમ્બર 23, 1949)નું ઉપનામ હતું ધ બોસ , તેઓ અમેરિકાના ઈ સ્ટ્રીટ બૅન્ડ સાથે ગાયક- ગીતલેખક તરીકે જોડાયેલા છે તથા તેની સાથે રેકોર્ડિંગ અને ટૂરિંગ કરે છે. સ્પ્રિન્ગસ્ટીન પોપ હૂક્સ, કાવ્યાત્મક ગીતરચના, અને પોતાની માતૃભૂમિ ન્યૂ જર્સી પર કેન્દ્રિત થયેલા અમેરિકાનાની અભિવ્યક્તિ વડે રંગાયેલી હાર્ટલેન્ડ રોક બ્રાન્ડ માટે વ્યાપકપણે જાણીતા છે.[]

સ્પ્રિન્ગસ્ટીનના રેકોર્ડિંગ વાણિજ્યિક દ્વષ્ટિએ ઉપભોગ્ય રોક આલ્બમો અને ઉદાસીન લોક-કેન્દ્રી સંગીત વચ્ચે રહ્યું છે. તેનો મોટાભાગનો મોભો કન્સર્ટસ અને મેરેથોન શોમાંથી ઉપજ્યો છે જેમાં તેણે અને ઇ સ્ટ્રીટ બેન્ડે ઉત્કટ લોકગીતો, જોશીલા સ્તુતિગીત, અને પાર્ટી રોક એન્ડ રોલ ગીતોનો પ્રયોગ કર્યો હતો, જેની વચ્ચે વચ્ચે તેઓ તરંગી-વિચિ અથવા અત્યંત લાગણીસભર વાતો વણી લેતા હતા.

આશરે ત્રણ કલાક ચાલનારા ઉત્તેજનાસભર જીવંત પ્રયોગોની શરૂઆત કરવા માટે તેઓ જાણીતા છે, પ્રારંભના દિવસોમાં કેટલીકવાર આ શો ચાર અથવા પાંચ કલાક ચાલતા હતા. તેમના સૌથી સફળ સ્ટુડિયો આલબમોમાં બોર્ન ટુ રન અને બોર્ન ઇન ધ યુ.એસ.એ. નો સમાવેશ થાય છે. આ આલબમો અમેરિકાના રોજબરોજના જીવનમાં રહેલા સંઘર્ષમાં શ્રેષ્ઠતા શોધવાના સ્પ્રિન્ગસ્ટીનના પ્રયાસોનું મૂર્તિમંત સ્વરૂપ છે. પછીના આલબમે તેમને વિશ્વભરમાં સૌથી વધુ જાણીતા કલાકારો પૈકીના એક બનાવી દીધા. તેઓ પોતે એક ડેમોક્રેટ હતા, તેમણે પ્રમુખપદ માટેના પ્રચાર અભિયાનમાં સેનેટર જ્હોન કૅરી અને પ્રમુખ બરાક ઓબામાને ટેકો આપ્યો હતો, આને લીધે સ્પ્રિન્ગસ્ટીન અને તેમનું સંગીત આધુનિક અમેરિકાના ઉદારવાદ સાથે જોડાઈ ગયું.[] તેઓ ન્યુ જર્સી અને અન્ય સ્થળોએ રાહત અને પુનઃનિર્માણના વિવિધ પ્રયાસોને પોતાના ટેકા તથા 2001માં 11 સપ્ટેમ્બરના હુમલાઓને પોતાની પ્રતિક્રિયા માટે પણ જાણીતા છે, તેમની પ્રતિક્રિયા તેમના આલબમ ધ રાઇઝિંગ માં પ્રતિબિંબિત થાય છે.[]

તેમને પોતાના કામ બદલ સંખ્યાબંધ પુરસ્કારો મળ્યાં છે, જેમાં 20 ગ્રેમી એવોર્ડ, બે ગોલ્ડન ગ્લોબ અને એક એકેડમી એવોર્ડનો સમાવેશ થાય છે, તથા તેઓ વિશ્વભરમાં તેમના ચાહકો રહેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમના 65 મિલિયન કરતા વધુ આલબમ અને વિશ્વભરમાં 120 મિલિયન આલબમોનું વેચાણ થયેલું છે.[] 2009માં તેમને કેનેડી સેન્ટર ઓનર્સ મળ્યું હતું અને તે જ વર્ષે ફોર્બ્સની 100 સેલિબ્રિટીની યાદીમાં તેમને છઠ્ઠું સ્થાન મળ્યું હતું.[]

ઇ સ્ટ્રીટ બેન્ડમાં પોતાની સાથીદાર પેટ્ટી સાયલ્ફા સાથે તેમણે લગ્ન કરેલા છે, અને તેમને ત્રણ બાળકો પણ છે.

જીવન અને કારકિર્દી

[ફેરફાર કરો]

પ્રારંભના વર્ષો(1949–1972)

[ફેરફાર કરો]

સ્પ્રિન્ગસ્ટીન ન્યૂ જર્સીની લોન્ગ બ્રાન્ચમાં જન્મ્યા હતા, અને તેમણે પોતાનું બાળપણ તથા હાઇસ્કૂલના વર્ષો ફ્રીહોલ્ડ બરોમાં વીતાવ્યા હતા. તેઓ ફ્રીહોલ્ડ બરોની ઇસ્ટ સ્ટ્રીટમાં રહેતા અને ફ્રીહોલ્ડ બરો હાઈ સ્કૂલમાં ભણતા. તેમના પિતા, ડગ્લાસ ફ્રેડેરિક સ્પ્રિન્ગસ્ટીન ડચ અને આયરિશ વંશપરંપરા ધરાવતા હતા, તેઓ અન્ય વ્યવસાય ઉપરાંત એક બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા; તેમની અટક ડચ છે જેનો અર્થ સ્ટેપિંગ સ્ટોન થાય છે.[] તેમની માતા એડલ એન (ની જેરિલ્લી) કાયદાકીય સચિવ હતા અને તેઓ ઈટાલિયન કુળમાંથી આવતા હતા.[] એકંદર રીતે, સ્પ્રિન્ગસ્ટીનનું કુળ પચાસ ટકા ઈટાલિયન, 37 ટકા આયરિશ અને 13 ટકા ડચ છે.[] તેમની માતાના પિતા (નાના) નેપલ્સની નજીકના એક શહેર વિકો ઇક્વેન્સમાં જન્મ્યા હતા.[૧૦] તેમને બે નાની બહેનો છે, વર્જિનિયા અને પામેલા. પામેલાએ ફિલ્મોમાં અલ્પજીવી કારકિર્દી બાદ અભિનય છોડીને સ્ટીલ ફોટોગ્રાફીને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવ્યો હતો; હ્યુમન ટચ અને લકી ટાઉન આલબમોના ફોટો તેણીએ પાડ્યાં હતા.

તેમનો ઉછેર એક રોમન કેથોલિક તરીકે થયો હતો,[૧૧] સ્પ્રિન્ગસ્ટીન ફ્રીહોલ્ડ બરોની સેંટ રોઝ ઓફ લિમા કેથોલિક સ્કૂલમાં ભણ્યાં હતા, જ્યાં ખ્રિસ્તી સાધ્વીઓ અને અન્ય વિદ્યાર્થીઓ સાથે તેમને મતભેદ રહ્યાં હતા, તેમછતાં તેમના પછીના મોટાભાગના સંગીતમાં ઊંડા કેથોલિક વિચારોનું પ્રતિબિંબ પડે છે, જેમાં રોક છાંટ ધરાવતી, ઘણી પરંપરાગત આયરિશ-કેથોલિક સ્તુતિઓનો પણ સમાવેશ થાય છે.[૧૨]

નવમી શ્રેણીમાં, તેમને પબ્લિક ફ્રીહોલ્ડ રિજીયોનલ હાઈ સ્કૂલમાં તબદીલ કરાયા, પરંતુ તેઓ ત્યાં પણ ભળી શક્યાં નહી. તેમના જૂનાં શિક્ષકોએ જણાવ્યું છે કે તે એક "એકાંતવાસી હતો, જે પોતાનું ગિટાર વગાડવા કરતા બીજું કંઈ પણ કરવા માગતો નહોતો." તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું, પરંતુ તેઓ એટલી બધી અરૂચિ અનુભવતા હતા કે તેઓ તેમના પોતાના સ્નાતકોત્તર સમારોહમાં જ ગેરહાજર રહ્યાં.[૧૩] તેમણે ટૂંકા સમય માટે ઓસિયન કાઉન્ટી કોલેજમાં ભણ્યાં, પરંતુ તે પણ અધવચ્ચે છોડી દીધી.[૧૨]

સાત વર્ષની વયે ધ એદ સુલિવાન શો પર એલ્વિસ પ્રેસલીને જોયા બાદ સ્પ્રિન્ગસ્ટીન સંગીત પ્રત્યે પ્રોત્સાહિત થયા હતા. 13 વર્ષની વયે તેમણે 18 ડોલરમાં પોતાનું સૌપ્રથમ ગિટાર ખરીદ્યું. બાદમાં પોતાના એક ગીત "ધ વિશ"માં તેમણે સ્મરણ કર્યા પ્રમાણે, તેમની માતાએ 16 વર્ષના સ્પ્રિન્ગસ્ટીન માટે 60 ડોલરનું કેન્ટ ગિટાર ખરીદવા માટે ધિરાણ લીધું હતું.

1965માં, તેઓ હાઉસ ઓફ ટેક્સ એન્ મેરિયન વિનયાર્ડ પહોંચ્યા, જેઓ શહેરમાં યુવા સંગીતકારોને પ્રાયોજિત કરતા હતા. તેમણે સ્પ્રિન્ગસ્ટીનને મોખરાનો ગિટારવાદક અને ત્યારપછી ધ કેસલિઝનો મોખરાનો ગાયક બનવામાં મદદ કરી. ધ કેસલિઝે બ્રિક ટાઉનશિપમાંના એક જાહેર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બે ગીત રેકોર્ડ કર્યાં અને ગ્રીનવિચ ગામમાં કાફે વ્હા? સહિતના વિવિધ સ્થળોએ ગીતો વગાડ્યા. મેરિયન વિનયાર્ડે જણાવ્યા પ્રમાણે જ્યારે યુવાન સ્પ્રિન્ગસ્ટીને મોટા માણસ બનવાનો વાયદો કર્યો ત્યારે તેમને સ્પ્રિન્ગસ્ટીનમાં ભરોસો હતો.[૧૪]

19 વર્ષની વયે સેનામાં દાખલ થવા માટે સ્પ્રિન્ગસ્ટીનને બોલાવવામાં આવ્યા, તેઓ શારીરિક પરીક્ષામાં નાપાસ થયા અને વિયેતનામ યુદ્ધમાં ભાગ લીધો નહીં. 1984માં રોલિંગ સ્ટોન મેગેઝિનને આપેલી એક મુલાકાતમાં, તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે હું શારીરિક પરીક્ષા આપવા માટે બસમાં જતો હતો, ત્યારે હું એક જ વાતનો વિચાર કરતો હતો કેઃ મારે જવાનું નથી." 17 વર્ષની વયે એક મોટરસાયકલ અકસ્માતમાં સ્પ્રિન્ગસ્ટીનને ગંભીર ઈજા થઈ હતી, આ સહિત સૈન્ય પરીક્ષા વખતે તેની "તરંગી" વર્તણૂંક અને પરીક્ષા નહી થવાની જેવા કારણો તેમને 4એફ અપાવવા માટે પૂરતા હતા.[૧૫]

આસ્બરી પાર્ક, ન્યૂ જર્સી જેવા ન્યૂ જર્સીના કિનારાવર્તી શહેરોના સામાન્ય જીવનનો બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનના સંગીત પર પ્રભાવ છે.

1960ના દશકના ઉત્તરાર્ધમાં, સ્પ્રિન્ગસ્ટીને અર્થ તરીકે ઓળખાતી એક પાવર ત્રિપુટીમાં સ્પ્રિન્ગસ્ટીને ટૂંકા ગાળા માટે કામ કર્યું, આ ત્રિપૂટી ન્યૂ જર્સીની ક્લબોમાં સંગીતવાદન કરતી હતી. સ્પ્રિન્ગસ્ટીન ક્લબ ગિગ્સમાં એક બેન્ડ સાથે કામ કરતા હતા તે સમયગાળા દરમિયાન તેઓ બેન્ડનો રાત્રિનો ચાર્જ વસૂલ કરીને તેને પોતાના સાથીદારોમાં વહેંચી દેવાનું કામ કરતા હતા તેથી તેમને "ધ બોસ"નું ઉપનામ મળ્યું.[૧૬] સ્પ્રિન્ગસ્ટીનને બોસ લોકોથી અણગમો હોવાને કારણે તેમનું આ ઉપનામ ગમ્યું નહોતું,[૧૭] પરંતુ તેણે એને મૂક સંમતિ આપી દીધી હોય એવું જણાય છે. તાજેતરના ઘણા સંગીત સમારોહમાં પ્રેક્ષકોએ વિવિઝ બેનરો અને લાયસન્સ પ્લેટો પર "બોસ ટાઇમ" એવું ચિતરામણ કર્યું હતું તથા અન્ય કેટલાક એવા ઉચ્ચારણો કરી રહ્યાં હતા. અગાઉ તેમનું ઉપનામ "ડોક્ટર" હતું.[૧૮] 1969થી 1971 સુધી, સ્પ્રિન્ગસ્ટીને સ્ટીલ મિલ સાથે કામ કર્યું, જેમાં ડેની ફેડરિકી, વિની લોપેઝ, વિની રોઝલિન અને બાદમાં સ્ટીવ વૅન ઝેન્ડીટ તથા રોબિન થોમસન પણ હતા. તેમણે ત્યારબાદ મિડ-એટલાન્ટિક કોલેજ સર્કિટ, અને ટૂંકાગાળા માટે કેલિફોર્નિયામાં પણ સંગીત પીરસ્યું. જાન્યુઆરી 1970માં સાન ફ્રાન્સિસ્કો એક્ઝામિનર ના સંગીત વિવેચક ફિલીપ એલવૂડે સ્ટીલ મીલનાં તેમણે કરેલાં ફુલગુલાબી મૂલ્યાંકન બદલ સ્પ્રિન્ગસ્ટીનને જવાબદાર ઠેરવ્યાં અને કહ્યું કેઃ "હું ક્યારેય કોઈ સદંતર અજાણી ટેલેન્ટથી આટલો અભિભૂત થયો નથી." એલવૂડે સ્પ્રિન્ગસ્ટીનનાં "સ્નેહાકર્ષણવાળા સંગીત"ને બિરદાવ્યું હતું અને, ખાસ કરીને સ્પ્રિન્ટસ્ટીનને "સૌથી પ્રભાવશાળી કમ્પોઝર" તરીકે વર્ણવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને આસ્બરી પાર્ક અને જર્સી શોર પર આવેલી નાની ક્લબોમાં નિયમિતપણે કામ કર્યું, જેના કારણે ટૂંક સમયમાં જ તેમનો ચાહકવર્ગ ઉભો થયો. સ્પ્રિન્ગસ્ટીન એક અનોખી અને મૌલિક સંગીત તથા ગીત શૈલી ઘડવા માગતા હોવાથી, આગામી બે વર્ષમાં અન્ય પ્રયોગો કર્યા જેમકેઃ ડૉ. ઝૂમ એન્ડ ધ સોનિક બૂમ (મધ્ય 1971નો પૂર્વાર્ધ), સનડાન્સ બ્લ્યૂઝ બેન્ડ (મધ્ય 1971), અને ધ બ્રૂસ સ્પ્રિન્ગસ્ટીન બૅન્ડ (મધ્ય 1971-મધ્ય 1972). પિયાનોવાદક ડેવિડ સેન્સિયસના ઉમેરાની સાથે, બાદમાં ઈ સ્ટ્રીટ બૅન્ડ તરીકે ઉભરી આવનારા જૂથનો આધાર તૈયાર થયો, આ જૂથમાં પ્રસંગોપાત કામચલાઉ ઉમેરો થતો રહ્યો; જેમકે હોર્ન સેંક્શન્સ, "ધ ઝૂમેટ્સ" ("ડૉ ઝૂમ" માટે પાશ્ચાદભૂમિમાં સહગાયન કરનારી સ્ત્રીઓનું જૂથ) અને હાર્મોનિકામાં સાઉથસાઇડ જોની લિયોન. સ્પ્રિન્ગસ્ટીને શોધી કાઢેલી સંગીત શૈલીમાં બ્લ્યૂઝ, આરએન્ડબી, જાઝ, ચર્ચ સંગીત, પ્રારંભનો રોક એન્ડ રૉલસ તથા સોઉલનો સમાવેશ થતો હતો. સ્પ્રિન્ગસ્ટીનની ગીતલેખન ક્ષમતા ખુબ સારી હતી. પ્રારંભના પ્રચાર અભિયાનોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, "સ્પ્રિન્ગસ્ટીનના કેટલાક ગીતોમાં અન્ય કલાકારોનાં સંપૂર્ણ આલબમની તુલનાએ વધારે શબ્દો રહેતા હતા." તેમની આ ક્ષમતા કેટલાક એવા લોકોના ધ્યાનમાં આવી જેઓએ સ્પ્રિન્ગસ્ટીનનું જીવન બલી નાખ્યું જેમાં નવા મેનેજરો માઇક એપ્પલ અને જિમ ક્રેટેકસ, તથા દંતકથારૂપ સંસ્થા કોલમ્બિયા રેકોર્ડ્સના ટેલેન્ટ શોધક જોન હેમન્ડનો સમાવેશ થતો હતો. હેમન્ડે એપ્પલના દબાણને વશ થઈને મે 1972માં સ્પ્રિન્ગસ્ટીનની કસોટી કરી.

સ્પ્રિન્ગસ્ટીને આંતરરાષ્ટ્રીયસ્તરે સરાહના મેળવ્યા બાદ પણ, તેમના સંગીતમાં ન્યૂ જર્સીની યાદો ઝળકતી રહી, તેઓ ઘણીવાર પોતાના જીવંત પ્રયોગોમાં "મહાન રાજ્ય ન્યૂ જર્સી"ની પ્રશંસા કરતા રહ્યાં. સ્થાનિક લોકોમાં પોતાની વ્યાપક અપીલને પગલે, તેઓ નિયમિતપણે મુખ્યત્વે ન્યૂ જર્સી અને ફિલાડેલ્ફિયામાં ક્રમાનુસારના ધોરણે નાઇટ્સનું વેચાણ કરતા. વર્ષો સુધી તેઓ ધ સ્ટોન પોની અને અન્ય કાંઠાળ નાઇટક્લબોમાં આશ્ચર્યજનકરીતે દેખાતા રહ્યાં, જેને લીધે તેઓ જર્સી શૉર સાઉન્ડનો મહત્વનો હિસ્સો બની ગયા.

1972–1974: સફળતા માટેનો પ્રારંભિક સંઘર્ષ

[ફેરફાર કરો]

1972માં સ્પ્રિન્ગસ્ટીને જોન હેમન્ડની મદદથી કોલમ્બિયા રેકોર્ડસ સાથે એક વિક્રમી કરાર પર હસ્તાક્ષર કર્યાં, હેમન્ડે એક દશક અગાઉ સમાન લેબલ માટે બોબ ડાયલેનને કરારબદ્ધ કર્યો હતો. ન્યૂ જર્સીમાં રહેલા પોતાના મોટાભાગના સાથીઓને સ્પ્રિન્ગસ્ટીન પોતાની સાથે સ્ટુડિયોમાં લઈ આવ્યા, તે રીતે ઇ સ્ટ્રીટ બૅન્ડની રચના થઈ (અલબત્ત હજુ થોડા વર્ષો સુધી આ બેન્ડ તેના ઔપચારિક નામે ઓળખાવાનું નહોતું). તેમનું સૌપ્રથમ આલબમ ગ્રિટિંગ્સ ફ્રોમ આસ્બરી પાર્ક, એન.જે. જાન્યુઆરી, 1973માં બહાર પડ્યું. આ આલબમનું વેચાણ ધીમું હતું, છતાં તેણે સ્પ્રિન્ગસ્ટીનને વિવેચકોના પ્રિય કલાકાર બનાવ્યા.[૧૯] સ્પ્રિન્ગસ્ટીનની કાવ્યાત્મક ગીતરચના અને "બ્લાઇન્ડેડ બાય ધ લાઈટ" તથા "ફોર યુ" જેવા ટ્રેકમાં લોક-રોકની છાંટ ધરાવતા સંગીતના દ્વષ્ટાંત, તેમજ કોલમ્બિયા અને હેમન્ડ સાથેના સંપર્કોને કારણે શરૂઆતમાં વિવેચકોએ સ્પ્રિન્ગસ્ટીનની તુલના બોબ ડાયલેન સાથે કરી. ફેબ્રુઆરી, 1973માં ન્યૂઝસ્ટેન્ડ પર સ્પ્રિન્ગસ્ટીનની સૌપ્રથમ મુલાકાત/ ચરિત્રાત્મક લેખમાં, ક્રોવડેડી સામયિકના તંત્રી પીટર નોબલરે માર્ચ 1973માં લખ્યું હતું કે, "સ્પ્રિન્ગસ્ટીન જે તાજગી અને જોશથી ગાય છે તેવું ગાયન મેં 'લાઇક અ રોલિંગ સ્ટોન' બાદ સાંભળ્યું જ નહોતું."

રોક પ્રેસમાં સ્પ્રિન્ગસ્ટીનને પ્રકાશમાં લાવવાનો શ્રેય ક્રોવડેડી ને જાય છે અને તે સ્પ્રિન્ગસ્ટીનની કલાને બિરદાવનારા પ્રારંભિક સંસ્થા હતી.[૨૦] (સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બૅન્ડે જૂન 1976માં ન્યૂ યોર્ક શહેરમાં ક્રોવડેડી ની 10મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં ખાનગી પર્ફોરમન્સ આપીને ઋણસ્વીકાર કર્યો હતો.)[૨૧] 1975માં ક્રીમમાં સંગીત વિવેચક લેસ્ટર બૅન્ગ્સે લખ્યું હતું કે, જ્યારે સ્પ્રિન્ગસ્ટીનનું સૌપ્રથમ આલબમ બહાર પડ્યું ત્યારે "અમારી પૈકીના ઘણા લોકોએ તેને રદિયો આપ્યો હતોઃ તે બોબ ડાયલેન અને વેન મોરિસન જેવા ગીતો લખે છે, વેન મોરિસન અને રોબી રોબર્ટસન જેવું ગાય છે, અને તે એક એવા બેન્ડનું નેતૃત્વ કરે છે કે જે વેન મોરિસનના બેન્ડની જેવું લાગે છે."[૨૨] ખાસ કરીને "સ્પિરીટ ઇન ધ નાઇટ" ટ્રેકમાં મોરિસનનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે "લોસ્ટ ઇન ધ ફ્લડ" વિયેતનામના યોદ્ધાઓના ઘણાં વર્ણન પૈકીનું સૌપ્રથમ હતું, જ્યારે ગ્રોવિન' અપ એ કિશોરાવસ્થાની પુનરાવર્તી થીમ પર સ્પ્રિન્ગસ્ટીનનું સૌપ્રથમ કદમ હતું.

સપ્ટેમ્બર 1973માં તેનું બીજું આલ્બમ, ધ વાઇલ્ડ, ધ ઇનોસન્ટ એન્ડ ધ ઇ સ્ટ્રીટ શફલ, બહાર પડ્યું, જેને ફરીથી વિવેચકોની સરાહના મળી, પણ તેને વ્યવસાયિક સફળતા નહોતી મળી. ઓછાં પ્રમાણમાં લોક સંસ્કૃતિ ધરાવતા ગીતો, વધુ આરએન્ડબી વાદ્યોનો ઉપયોગ અને કિશોરાવસ્થાના સડકછાપ જીવનના રોમેન્ટિક શૈલીમાં થયેલી ગીતરચના સાથે સ્પ્રિન્ગસ્ટીનના ગીતો સ્વરૂપ અને પહોંચની દ્વષ્ટિએ પ્રભાવી બન્યા. "ફોર્થ ઓફ જુલાઈ, આસ્બરી પાર્ક (સેન્ડી)", અને "ઇન્સિડન્ટ ઓન ફિફ્ટીસેવન્થ સ્ટ્રીટ" સ્પ્રિન્ગસ્ટીનના ચાહકોના પ્રિય બન્યા, તેમજ લાંબુ અને ઉત્સાહવર્ધક આલબમ "રોઝાલિટા (કમ આઉટ ટુનાઈટ)" સ્પ્રિન્ગસ્ટીનનું સૌથી વધુ ચાહના પામેલા કન્સર્ટ નંબર્સ પૈકી સ્થાન પામ્યું.

હાર્વર્ડ સ્ક્વૅર થિયેટર ખાતે સ્પ્રિન્ગસ્ટીનનો પ્રયોગ નિહાળ્યા બાદ, સંગીત વિવેચક જોન લેન્દૌએ બોસ્ટનના ધ રિયલ પેપર ના 22 મે, 1974ના રોજના અંકમાં લખ્યું કે, "મેં રોક એન્ડ રોલનું ભાવિ નિહાળ્યું, અને તેનું નામ છે બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન. એક રાતે મારે યુવાનો જેવી લાગણીની આવશ્યક્તા હતી, તેણે મને એવી પ્રતીતિ કરાવી કે જાણે હું ધીમે ધીમે લેન્દૌ સ્પ્રિન્ગસ્ટીનના મેનેજર અને નિર્માતા બની ગયા, તેમજ નવું આલબમ બોર્ન ટુ રન પૂરું કરાવવામાં મદદ કરી. સ્પ્રિન્ગસ્ટીન જ્યારે વૉલ ઓફ સાઉન્ડના નિર્માણ માટે ઝઝૂમી રહ્યાં હતા ત્યારે રેકોર્ડિંગની પ્રક્રિયા દરમિયાન વ્યવસાયિક રીતે સંભવ એવો રેકોર્ડ બનાવવાના પ્રયાસમાં ધરખમ બજેટ બની જતા સ્પ્રિન્ગસ્ટીન ભાંગી પડ્યાં હતા. પરંતુ, પ્રોગ્રેસિવ રૉક રેડિયો પર "બોર્ન ટુ રન"નું આરંભિક મિક્સ પ્રસિદ્ધ થતાં, આલબમ જારી થવાની સંભાવના જાગી. આ આલબમ રેકોર્ડ કરવામાં 14 મહિના લાગ્યા, તે પૈકીના છ મહિના તો માત્ર "બોર્ન ટુ રન" ગીત પાછળ જ ગયા. આ સમયગાળા દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને આ આલબમને લઈને ગુસ્સા અને હતાશા સામે ઝઝૂમવું પડ્યું. તેઓ એવું કહેતા કે, "તેમને (પોતાના) મસ્તકમાં એવા અવાજ સંભળાય છે કે જેને તેઓ સ્ટુડિયોમાં રહેલા અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરી શકતા નથી." આ આલબમનું રેકોર્ડિંગ ચાલતુ હતુ તે સમયગાળા દરમિયાન તદ્દન અણીના સમયે જ "મિયામી" સ્ટીવ વૅન ઝેન્ડટ સ્ટુડિયોમાં આવી ચડ્યાં અને તેમણે "ટેન્થ એવન્યુ ફ્રીઝ-આઉટ"માં હોર્ન વિભાગની રચના કરવામાં સ્પ્રિન્ગસ્ટીનને સહાય કરી (આલબમમાં થયેલું આ એકમાત્ર લેખિત યોગદાન હતું), અને ધીમે ધીમે તેઓ ઇ સ્ટ્રીટ બૅન્ડમાં જોડાઈ ગયા. વૅન ઝેન્ડટ લાંબા સમય સુધી સ્પ્રિન્ગસ્ટીનનાં મિત્ર બની રહ્યાં તેમજ તેમના પ્રારંભિક સંગીત પ્રોજેક્ટ્સમાં તેમના સહયોગી તરીકે પણ રહ્યાં. તેઓ સ્પ્રિન્ગસ્ટીન ક્યાંથી આવે છે તે જાણતા હતા, આ જાણકારી તેમને સ્પ્રિન્ગસ્ટીનને સંભળાતા અવાજો પૈકીના કેટલાકનો અનુવાદ કરવામાં મદદરૂપ થઈ. થકવી નાખનારા રેકોર્ડિંગના સેશનો યોજાવા છતાં પણ સ્પ્રિન્ગસ્ટીનને સંતોષ થયો નહોતો, અને જ્યારે તેમણે તૈયાર આલબમને સૌપ્રથમવાર સાંભળ્યું ત્યારે તેમણે રેકોર્ડને સાંકડી ગલીમાં ફગાવી દીધી અને જોન લેન્દૌને કહ્યું કે તે આના કરતા તો બોટમ લાઇન કે જ્યાં તેઓ ઘણીવાર પ્રયોગો ભજવતા હતા, ત્યાં આ આલબમને વગાડશે.[સંદર્ભ આપો]


આ સમયગાળામાં તેમના જીવનમાં ન્યૂ યોર્ક શહેરમાં રહેતી એક મોડેલ આવી.

1975–1983: જંગી સફળતા

[ફેરફાર કરો]

13 ઓગસ્ટ, 1975ના રોજ સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બૅન્ડે ન્યૂ યોર્ક શહેરની બોટમ લાઇન ક્લબમાં પાંચ રાત્રિનાં 10 શૉનો સ્ટેન્ડ શરૂ કર્યો. આ શૉએ માધ્યમોનું નોંધપાત્ર પ્રમાણમાં ધ્યાન આકર્ષિત કર્યું, અને કે ડબ્લ્યુએનઇડબ્લ્યુ-એફએમ પર પ્રસારિત કરવામાં આવ્યું, જેણે ઘણાં શંકાશીલ લોકોને સ્પ્રિન્ગસ્ટીન ખરેખર કલાકાર છે તેવું માનતા કર્યાં. દશકો બાદ, રૉલિંગ સ્ટોન સામયિકે આ સ્ટેન્ડને રૉક એન્ડ રૉલને બદલી નાખનારી પચાસ પળો પૈકીની એક ગણાવી હતી. 25 ઓગસ્ટ, 1975ના રોજ બોર્ન ટુ રન રિલીઝ થયું તે સાથે જ સ્પ્રિન્ગસ્ટીનને છેવટે સફળતા મળી. આ આલબમ બિલબોર્ડ 200માં ત્રીજા સ્થાને રહ્યું, અને કોઇ પણ હિટ સીંગલ હતું નહી. તેવા સમયે આ આલબમના "બોર્ન ટુ રન" (બિલબોર્ડમાં 23મો નંબર), "થંડર રોડ", "ટેન્થ એવન્યુ ફ્રીઝ-આઉટ" (બિલબોર્ડમાં 83મો નંબર), અને "જંગલલેન્ડ" ગીતોને મોટા પ્રમાણમાં આલ્બમ-ઓરિયેન્ટેડ રોક તરીકે પ્રસારિત કરવામાં આવ્યા અને આ ગીતો ઘણાં ક્લાસિક રોક સ્ટેશનોના લાંબા વખત સુધી પ્રિય ગીતો રહ્યાં. ગીતોનું લેખન અને રેકોર્ડિંગ પહેલા કરતા વધુ શિસ્તભર્યું હતું, તેમછતાં ગીતોમાં એક પ્રકારની મહાનતાની મહેંક જળવાઈ રહી. વિશાળ દ્વશ્યફલક, રોમાંચક પ્રોડકશન અને ઉત્કટ આશાવાદ ધરાવતું, બોર્ન ટુ રન ને કેટલાક ચાહકો કોઇ પણ સમયના સૌથી શ્રેષ્ઠ રૉક એન્ડ રૉલ આલબમો પૈકીનું એક અને સ્પ્રિન્ગસ્ટીનનું સૌથી સારું કામ ગણે છે. આ આલબમે તેને એક સનિષ્ઠ અને જોમવાળી રૉક એન્ડ રૉલ વ્યક્તિત્વ તરીકે સ્થાપિત કરી દીધો જે રૉક પ્રેક્ષકોની માટે અને તેમના અવાજમાં બોલે છે. આ સિદ્ધિની પર કલગી સમાન કિસ્સામાં, તે જ વર્ષે સ્પ્રિન્ગસ્ટીન 27 ઓક્ટોબરના રોજ, એક જ સપ્તાહમાં, ટાઇમ અને ન્યૂઝવીક , બન્નેના મુખપૃષ્ઠ પર ચમક્યો. સ્પ્રિન્ગસ્ટીનની પ્રસિદ્ધિનું મોજું એટલું તો તીવ્ર બન્યું કે પોતાની સૌપ્રથમવારની વિદેશી મુસાફરી દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને તેની સામે બળવો કરવો પડ્યો અને તેણે લંડનમાં એક સમારોહમાં ઉપસ્થિત થતા પૂર્વે પ્રમોશનલ પોસ્ટરો ફાડી નાખ્યાં હતા.


પોતાના ભૂતપૂર્વ મેનેજર માઇક એપ્પલ સાથેની કાનૂની લડાઇને કારણે સ્પ્રિન્ગસ્ટીન આશરે એક વર્ષ સુધી સ્ટુડિયોથી દૂર રહ્યાં, આ સમયગાળા દરમિયાન પૂરા અમેરિકામાં વ્યાપક પ્રવાસ દ્વારા તેમણે ઇ સ્ટ્રીટ બૅન્ડને એક તાંતણે જોડી રાખ્યું. સ્પ્રિન્ગસ્ટીનમાં અગાઉ તે જે ઉત્સાહ સાથે કામ કરતો હતો તે જ ઉત્સાહ હોવા છતાં, તેણે નવા લખેલા ગીતો અને સ્ટેજ પરના પ્રયોગો તેના આગલા કામ કરતા વધુ ગંભીર ટોન ધરાવતા હતા. 1977માં એપ્પલ સાથે સમાધાન થતાં, સ્પ્રિન્ગસ્ટીન આખરે સ્ટુડિયોમાં પરત ફર્યો, અને ત્યારપછી 1978માં ડાર્કનેસ ઓન ધ ઍજ ઓફ ટાઉન નું નિર્માણ થયું. સંગીતની દ્વષ્ટિએ, આ આલબમ સ્પ્રિન્ગસ્ટીનની કારકિર્દીનો મહત્વનો વળાંક હતો. પ્રથમ બે આલબમો ઝડપી ગીતરચના, સામાન્ય કરતા મોટા કદના પાત્રો અને લાંબા, બહુ-ભાગીય સંગીત રચનાઓ ધરાવતા હતા; હવેના ગીતો નાના હતા અને તેની કાળજીપૂર્વક રચના કરવામાં આવી હતી તેમજ હવેના ગીતોમાં સ્પ્રિન્ગસ્ટીનની વધતી જતી બૌદ્ધિક અને રાજકીય જાગૃતિનું પ્રતિબિંબ પડવું શરૂ થયું હતું. કેટલાક ચાહકો ડાર્કનેસ ને સ્પ્રિન્ગસ્ટીનનું શ્રેષ્ઠ અને સૌથી સુસંગત રેકોર્ડ ગણે છે; "બૅડલૅન્ડ્સ" અને "ધ પ્રોમિસ્ડ લૅન્ડ" જેવા ટ્રેકો આવનારા દશકો સુધી સંગીત સમારોહનો અભિન્ન હિસ્સો બની ગયા, જ્યારે "પ્રૂવ ઇટ ઓલ નાઇટ" ટ્રેકને આલ્બમ રૉક રેડિયો પર વ્યાપક પ્રમાણમાં પ્રસારિત કરવામાં આવ્યું. અન્ય ચાહકોને વળી સ્પ્રિન્ગસ્ટીને કારકિર્દીના આરંભિકગાળામાં કરેલું સાહસપૂર્ણ કામ ગમે છે.[૨૩] આલબમને પ્રોત્સાહન આપવા માટે સ્પ્રિન્ગસ્ટીને 1978માં દેશભરમાં જે પ્રવાસ કરવામાં આવ્યો હતો તે શૉની તીવ્રતા તથા લંબાઇ માટે દંતકથારૂપ બની ગયો.


1970ના દશકના અંત સુધીમાં, સ્પ્રિન્ગસ્ટીને એક એવા ગીતલેખક તરીકે પોપ જગતમાં પ્રતિષ્ઠા મેળવી હતી કે જેના ગીતો વડે અન્ય બેન્ડ્સે પણ સફળતા મેળવી. 1977ના પ્રારંભિક ગાળામાં મેનફ્રેડ મેનનાં અર્થ બેન્ડે ગ્રિટીંગ્સ, બ્લાઇન્ડેડ બાય ધ લાઇટ"ના લગભગ રિએરેન્જ્ડ વર્ઝન વડે અમેરિકામાં પહેલા નંબરના પોપ હિટનું સ્થાન હાંસલ કર્યું હતું. 1978માં સ્પ્રિન્ગસ્ટીનનાં બહાર નહિ પડેલા આલબમ "બિકોઝ ધ નાઇટ" (સ્મિથ દ્વારા પુનઃ લખાયેલા ગીતો સાથે)ના સંપાદન વડે પેટ્ટી સ્મિથે 13મું સ્થાન પ્રાપ્ત કર્યું. 1979માં સ્પ્રિન્ગસ્ટીનનાં બીજા એક બહાર નહી પડાયેલા આલ્બમ "ફાયર" વડે ધ પોઇન્ટર સિસ્ટર્સે નંબર ટુનું સ્થાન મેળવ્યું.


ધ રિવર ટૂરમાં સમારોહમાં સ્પ્રિન્ગસ્ટીન.ડ્રામેન્શાલેન, ડ્રામેન, નોર્વે, મે 5, 1981.

સપ્ટેમ્બર 1979માં, સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બેન્ડ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે મ્યુઝિશિયન્સ યુનાઇટેડ ફોર સેફ એનર્જી એન્ટિ-ન્યુક્લિયર પાવરમાં જોડાયા જ્યાં તેમણે બે રાત પ્રયોગો કર્યાં અને પોતાના આગામી આલબમોના બે ગીતોને ટૂંકમાં વગાડ્યાં. ત્યારપછી આવેલા નો ન્યૂક્સ લાઇવ આલબમ, તેમજ ત્યારપછીના ઊનાળામાં આવેલી નો ન્યૂક્સ દસ્તાવેજી ફિલ્મ સ્પ્રિન્ગસ્ટીનનાં કલ્પનાતીત જીવંત કાર્યક્રમનું તથા સ્પ્રિન્ગસ્ટીનનાં સૌપ્રથમવારની કામચલાઉ રાજકીય સામેલગીરી પર પ્રકાશ ફેંકે છે.


1980માં 20 ગીતોના ડબલ આલબમ ધ રીવર સાથે સ્પ્રિન્ગસ્ટીને કાર્યશીલ-વર્ગના જીવનના વિષય પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું. આ આલબમમાં ઇરાદાપૂર્વકરીતે સારા પાર્ટી રૉકથી લઇને ભાવનાત્મક રીતે ઉત્કટ ગીતોની જેવી વિરોધાભાસી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો, અને આખરે તેણે એક પરફોર્મર તરીકે સૌપ્રથમવાર હિટ ટોપ ટેન સીંગલ "હંગ્રી હાર્ટ" મળ્યું. આ આલબમથી પૉપ-રૉક સાઉન્ડમાં સ્પ્રિન્ગસ્ટીનના સંગીતમાં એક એવો બદલાવ આવ્યો જે સ્પ્રિન્ગસ્ટીનના આગલા કામમાં નહોતો. આ આલબમના ઘણા ટ્રેકમાં એંશીના દશકના કેટલાક પૉપ-રૉકના ચિહ્નો જેવા કે પડઘમ પાડતાં ડ્રમ, હાથથી વગાડવામાં આવતું વાદ્ય/બૅઝિક ગિટાર અને પુનરાવર્તી ગીતરચનાનું છટાદારરીતે સંપાદન કરવામાં આવ્યું હોય એવું જણાતું હતું. શીર્ષક ગીત સ્પ્રિન્ગસ્ટીનનાં બુદ્ધિભર્યાં નિર્દેશન તરફ ઇશારો કરતું હતું, જ્યારે કેટલાક ઓછાં-જાણીતા ટ્રેક તેના સંગીત નિર્દેશન પ્રત્યે સંકેત કરતા હતા. આ આલબમનું ધૂમ વેચાણ થયું, અને બિલબોર્ડ પોપ આલબમ ચાર્ટમાં ટોચના સ્થાને ચમકનારું તેનું સૌપ્રથમ આલબમ બન્યું, તેના પછી 1980 અને 1981માં લાંબી મુસાફરી થઇ, જેમાં સ્પ્રિન્ગસ્ટીને સૌપ્રથમવાર યુરોપમાં વિસ્તારપૂર્વક પ્રયોગો કર્યાં અને અમેરિકાના મહત્વના શહેરોમાં મલ્ટિ-નાઇટ અરેના સ્ટેન્ડ્સ પર શ્રેણીબદ્ધ પ્રયોગો સાથે તેની સમાપ્તિ થઈ.


ધ રિવર બાદ 1982માં કંઈક અલગ જ પ્રકારનું સોલો એકાઉસ્ટિક નેબ્રાસ્કા આવ્યું. માર્ષ જીવનચરિત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર, સ્પ્રિન્ગસ્ટીને જ્યારે આનું ગીત લખ્યું ત્યારે તે હતાશાની માનસિક સ્થિતિમાં હતો, અને તેના પરિણામસ્વરૂપે અમેરિકાના જીવનનું ક્રૂર ચિત્રણ થયું છે. ટાઇટલ ટ્રેક ચાર્લ્સ સ્ટાર્કવેધરની શ્રેણીબદ્ધ હત્યાઓ વિશે છે. માર્ષમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, ઇ સ્ટ્રીટ બેન્ડ સાથે નવા કામ માટે વગાડવામાં આવનારી ડેમો ટેપ તરીકે આ આલબમને વગાડવાનું શરૂ થયું, પરંતુ રેકોર્ડિંગની પ્રક્રિયા દરમિયાન સ્પ્રિન્ગસ્ટીન અને નિર્માતા લેન્દૌને એવું લાગ્યું કે આ ગીતો સોલો એકૌસ્ટિક નંબર તરીકે વધુ સારાં લાગે છે. ઇ સ્ટ્રીટ બેન્ડ સાથેના કેલાય સ્ટુડિયો સેશનો બાદ તેમને એવું લાગ્યું કે સ્પ્રિન્ગસ્ટીનના ઘરે એક સાદાં, નાની-ટેક્નોલોજી ધરાવતા ફોર-ટ્રેક ટેપ ડૅકમાં જે મૂળ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું તે જ સૌથી સારું વર્ઝન છે. જો કે, આ સેશન સાવ પાણીમાં જ નહોતા ગયા, કારણ કે આ બેન્ડે નેબ્રાસ્કા ના મટિરીયલ ઉપરાંત "બોર્ન ઇન ધ યુ.એસ.એ." અને "ગ્લોરી ડૅયઝ" સહિતના ઘણાં નવા ગીતો રેકોર્ડ કર્યાં હતા જેને સ્પ્રિન્ગસ્ટીને લખ્યાં હતા. બે વર્ષ બાદ જ્યારે સ્પ્રિન્ગસ્ટીનના આગામી આલબમનો આધાર રચવામાં આવ્યો ત્યા સુધી આ નવા ગીતો પ્રસિદ્ધ થવાના નહોતા.


નેબ્રાસ્કા નું વેચાણ સારું થયું નહોતું, તેમછતાં તેને વ્યાપકપ્રમાણમાં વિવેચકોની પ્રશંસા સાંપડી (રોલિંગ સ્ટોન સામયિકના વિવેચકોએ "આલબમ ઓફ ધ યર" તરીકે બિરદાવ્યું હતું તે સહિત) અને બાદમાં યુટુના આલબમ ધ જોશુઆ ટ્રી સહિત અન્ય મોટા કલાકારોના કામ પર તેનો મોટો પ્રભાવ જોવા મળ્યો. આ આલબમ લો-ફી સંગીત તરીકે ઓળખાતા સંગીતના પ્રકારને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થયું અને તે ઇન્ડી-રોકર્સમાં લોકપ્રિય બન્યું. સ્પ્રિન્ગસ્ટીને નેબ્રાસ્કાની રિલીઝની સાથે કોઇ ટૂર કરી નહોતી.

1984–1991: વાણિજ્યિક અને અસામાન્ય ઘટનાઓ

[ફેરફાર કરો]

સ્પ્રિન્ગસ્ટીન કદાચ તેના આલબમ બોર્ન ઇન ધ યુ.એસ.એ. (1984) માટે સૌથી વધુ જાણીતો છે, જેની યુ.એસમાં 15 મિલિયન કોપીનું વેચાણ થયું હતું અને તે કોઇ પણ સમયનું શ્રેષ્ઠ વિક્રેતા આલબમ પૈકીનું એક બન્યું. તેના સાત સીંગલ ટોપ 10માં રહ્યાં હતા, અને ત્યારપછી વ્યાપકપણે સફળ રહેલી વર્લ્ડ ટૂર હાથ ધરવામાં આવી હતી. ટાઇટલ ટ્રેકમાં વિયેતનામના યોદ્ધાઓની સાથેના વર્તાવની આકરી ટીકા કરવામાં આવી હતી, જે પૈકીના કેટલાક યોદ્ધાઓ સ્પ્રિન્ગસ્ટીનનાં મિત્રો અને બેન્ડમાં સહયોગી હતા. આ ગીતના શબ્દોને જ્યારે સાંભળવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે, પરંતુ તેનું સ્તુતિજન્ય સંગીત અને ગીતનું ટાઇટલ રાજનીતિજ્ઞોથી લઇને આમ આદમી સુધીના ઘણા લોકો માટે તેને સમજવામાં મુશ્કેલ બનાવી દે છે, કેવળ આ આલબમના કોરસમાં રહેલા લોકોને આમાં અપવાદ છે, જેમને આ ગીતના શબ્દો ઘણી રીતે સમજાવવામાં આવ્યા હોઇ શકે છે.[૨૪] આ ગીતનું વ્યાપકપણે દેશવાદની ભાવના ધરાવનારા ગીત તરીકે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને આ ગીતને 1984ના પ્રમુખપદની ચૂંટણી માટેના અભિયાનના સંદર્ભમાં તે નોંધપાત્રપણે લોકવાર્તાનો વિષય બની ગયું હતું. આ ગીતને કારની એક જાહેરખબરમાં ઉપયોગ કરવા માટે ક્રિસ્લર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી ઘણાં મિલિયન ડોલર્સની ઓફરને પણ સ્પ્રિન્ગસ્ટીને ફગાવી દીધી હતી. (પછીના વર્ષોમાં, આ ગીતની મોટા શબ્દોવાળી આડંબરી ભાષાને દૂર કરવા અને આ ગીતના મૂળ મતલબને નિશ્ચિતપણે વધુ સ્પષ્ટ બનાવવા માટે, સ્પ્રિન્ગસ્ટીને માત્ર એકોસ્ટિક ગિટાર સાથે આ ગીત પર પરફોર્મ કર્યું. ત્યારપછી આવેલા એક આલબમ ટ્રેક્સ માં ટાઇટલ ટ્રેકની ગિટારવાળી આવૃત્તિ પણ જોવા મળએ છે.) બોર્ન ઇન ધ યુ.એસ.એ. ના સાત સફળ સીંગલ પૈકી "ડાન્સિંગ ઇન ધ ડાર્ક"ને સૌથી વધુ સફળતા મળી હતી, અને તે બિલબોર્ડ મ્યુઝિક ચાર્ટ પર નંબર 2ના સ્થાને પહોંચ્યું હતું. આ ગીતના મ્યુઝિક વિડીયોમાં એક યુવતી કર્ટની કોક્સને સ્ટેજ પર સ્પ્રિન્ગસ્ટીન સાથે નાચતો દર્શાવવામાં આવી હતી, આ પર્દાપણ તે અભિનેત્રીને કારિકર્દી શરૂ કરવામાં મદદરૂપ થયું હતું. "કવર મી" ગીતને સ્પ્રિન્ગસ્ટીને ડોન્ના સમર માટે લખ્યું હતું, પરંતુ તેની રેકોર્ડ કંપનીએ તેને આ ગીતને નવા આલબમ માટે રાખી મૂકવા આગ્રહ કર્યો. સમરની કામગીરીના મોટા ચાહક એવા, સ્પ્રિન્ગસ્ટીને તેના માટે બીજું એક ગીત "પ્રોટેક્શન" લખ્યું હતું. આ આલબમના વિડીયો ખ્યાતનામ ફિલ્મ નિર્દેશક બ્રાયન દ પાલ્મા અને જોન સાયલેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. 1985માં સ્પ્રિન્ગસ્ટીન "વી આર ધ વર્લ્ડ" ગીત અને આલબમમાં પણ જોવા મળ્યો હતો.


બોર્ન ઇન ધ યુ.એસ.એ.ની ટૂર દરમિયાન, સ્પ્રિન્ગસ્ટીનને અભિનેત્રી જુલિયા ફિલીપ્સને મળવાનું થયું. 13 મે, 1985ના રોજ તેઓ માધ્યમોની ભારે હાજરી વચ્ચે લૅક ઓસ્વેગો, ઓરેગોનમાં પરણી ગયા. વિરોધાભાસી પૃષ્ઠભૂમિને કારણે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યાં નહી. 1987માં આવેલા સ્પ્રિન્ગસ્ટીનના આલબમ ટનેલ ઓફ લવ માં સંબંધોમાં તેની કેટલીક નાખુશીનું વર્ણન કરવામાં આવ્યું હતું, અને વિવિધ ટેબ્લોઇડે નોંધ લીધા પ્રમાણે, ત્યારપછી આવેલી ટનલ ઓફ લવ એક્સપ્રેસ ટૂરમાં તેણે બૅકઅપ ગાયિકા પેટ્ટી સિઆલ્ફાને સાથે લીધી. 1988માં ફિલીપ્સ અને સ્પ્રિન્ગસ્ટીને છૂટાછેડા માટેની અરજી દાખલ કરી.[૨૫] 1989માં છૂટાછેડાને મંજૂરીની મહોર મળી.

પૂર્વ બર્લિનમાં રેડ્રેનબાહન વેઇબેન્સી ખાતે ટનલ ઓફ લવ એક્સપ્રેસમાં જૂલાઇ 19, 1988ના રોજ રજૂઆત કરતો સ્પ્રિન્ગસ્ટીન.

બોર્ન ઇન ધ યુ.એસ.એ. નો સમયગાળો લોકપ્રિય સંસ્કૃતિમાં સ્પ્રિન્ગસ્ટીનની દ્વષ્ટિ અને તેમને પ્રાપ્ત થયેલા પ્રેક્ષકવર્ગની વિશાળતાની પરાકાષ્ઠાનો હતો (જેમાં ત્રણેય સીંગલમાં આર્થર બૅકરના ડાન્સ મિક્સીઝનો પણ ફાળો હતો). 1986ના વર્ષના અંતભાગમાં લાઇવ/1975-85 નામનો પાંચ-રેકોર્ડ બોક્સ સેટ (ત્રણ કેસેટ અથવા ત્રણ સીડીમાં પણ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને યુ.એસ. આલબમ ચાર્ટસમાં નંબર 1નું સ્થાન હાંસલ કરનારો તે સૌપ્રથમ બોક્સ સેટ બન્યો. આ કોઇપણ સમયના વાણિજ્યિક દ્વષ્ટિએ સૌથી સફળ લાઇવ આલ્બમ પૈકીનું એક છે. અમેરિકામાં એકંદરે લાઇવ/1975-85 ના 13 મિલિયન યુનિટ્સનું વેચાણ થયું હતું, આ આલબમે સ્પ્રિન્ગસ્ટીનની કારકિર્દીને તેની ટોચે પહોંચાડી દીધી અને તેણે કેટલાક એવા તત્વો જોવા મળ્યાં કે જેણે તેના શૉઝને પ્રશંસકોમાં એટલા તો શક્તિશાળી બનાવી દીધા કેઃ લોકો શોકભર્યાં ગીતોમાંથી પાર્ટી રોકર્સ શરૂ કરી દેતા અને પુનઃ પહેલા ગીતો પર આવી જતા; કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે સામાજિક હેતુની શીખામણ; ગીતો પૂર્વે લાંબા અને ઉત્કટતાપૂર્વક બોલાયેલા લાંબા ફકરાઓ કે જેમાં સ્પ્રિન્ગસ્ટીનનાં તેના પિતા સાથેના તણાવભર્યાં સંબંધોનું વર્ણનનો પણ સમાવેશ થાય છે; અને "રેસિંગ ઇન ધ સ્ટ્રીટ"માં લાંબું કોડાની જેવું ઇ સ્ટ્રીટ બૅન્ડના વાદ્યોનું કૌશલ્ય. પોતાની લોકપ્રિયતા બાવજૂદ, કેટલાક પ્રશંસકો અને વિવેચકો એવું અનુભવે છે આ આલબમમાં વધુ સારા ગીતો પસંદ કરી શકાયા હોત. સ્પ્રિન્ગસ્ટીનના સંગીત સમારોહમાં પ્રશંસકો અવારનવાર ગેરકાયદે રેકોર્ડિંગ અને વેપાર પણ કરતા હતા.


1980ના દશકમાં સ્પ્રિન્ગસ્ટીન આંતરરાષ્ટ્રીયસ્તરે મેગાસ્ટારપદ ભોગવતો હતો તે સમયગાળામાં યુકેમાં સ્પ્રિન્ગસ્ટીનના પ્રશંસકો દ્વારા એક સમયે પાંચ-પાંચ સામયિકો નીકળતા હતા, અને અન્ય સ્થળોએથી પ્રકાશિત થતા મેગેઝિન તો જુદા. 1980માં ગેરી ડેસમન્ડનું 'કૅન્ડી'સ રૂમ' આ પૈકીનું સૌપ્રથમ પ્રકાશિત થયેલું મેગેઝિન હતું, તેના ટૂંક સમય પછી જ ડૅન ફ્રેન્ચનું 'પોઇન્ટ બ્લેન્ક', ડેવ પર્સાઇલસનું 'ધ ફીવર', જેફ મેથ્યૂઝનું 'રેન્દેવુ' અને પોલ લિમ્બાર્કનું 'જેકસન કૅજ' પ્રકાશિત થયા. અમેરિકામાં, સિયેટલ ખાતે બૅકસ્ટ્રીટ્સ મેગેઝિન નો પ્રારંભ થયો, જે આજે પણ એક ગ્લોસી પ્રકાશન તરીકે ચાલુ છે, આજે તે સ્પ્રિન્ગસ્ટીનનાં વ્યવસ્થાપન અને ઓફિશિયલ વૅબસાઇટ સાથે સંવાદિતા ધરાવે છે.


વ્યવસાયિક સફળતાના શિખરે પહોંચ્યા બાદ, સ્પ્રિન્ગસ્ટીને 1987માં વધુ ગંભીર અને વિચારપ્રેરક આલબમ ટનલ ઓફ લવ રિલીઝ કર્યું, જે પ્રેમ મળવો, ખોવાઇ જવો અને ગુમાવી દેવા જેવા પ્રેમના વિવિધ ચહેરાઓનું પાકટ પ્રતિબિંબ રજૂ કરે છે. આનો ઇ સ્ટ્રીટ બૅન્ડે અત્યંત પસંદગીપૂર્વક રીતે ઉપયોગ કર્યો. આ આલબમ જુલિયાના ફિલીપ્સ સાથેના સ્પ્રિન્ગસ્ટીનના લગ્નના ભંગાણ તરફ પૂર્વસંકેત કરતું હતું. બ્રિલિયન્ટ ડિસ્ગાઇઝ માં પ્રેમના પડકારો પર પ્રકાશ પાડતા, સ્પ્રિન્ગસ્ટીને ગાયું હતું.

I heard somebody call your name, from underneath our willow. I saw something tucked in shame, underneath your pillow. Well I've tried so hard baby, but I just can't see. What a woman like you is doing with me.

ત્યારપછીની ટનેલ ઓફ લવ એક્સપ્રેસ ટૂરે સ્ટેજની રચનામાં ફેરફારો, સેટની યાદીમાંથી ફેવરિટ્સની બાદબાકી અને હોર્ન-આધારિત વ્યવસ્થા સાથે પ્રશંસકોને ચોંકાવી દીધા હતા. 1988માં યુરોપની ટૂર દરમિયાન, સિયાલ્ફા સાથેના સ્પ્રિન્ગસ્ટીનના સંબંધો જાહેરમાં આવ્યા. 1988ના ઉત્તરાર્ધમાં, સ્પ્રિન્ગસ્ટીને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માટે વિશ્વભરમાં હ્યુમન રાઇટ્સ નાઉ!ની ટૂર કરી ત્યારે તેઓ સમાચારોના શીર્ષકોમાં રહ્યાં હતા. 1989ના અંતમાં સ્પ્રિન્ગસ્ટીને ઇ સ્ટ્રીટ બૅન્ડ વિખેરી નાખ્યું, અને તેણે સિયાલ્ફા સાથે કેલિફોર્નિયામાં વસવાટ કર્યો. 1991માં સ્પ્રિન્ગસ્ટીને સિયાલ્ફા સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો છેઃ ઇવાન જેમ્સ (જન્મ 1990), જેસિકા રાઇ (જન્મ 1991) અને સેમ રાયન (જન્મ 1994).[૨૬]

1992–2001: કલા અને વ્યવસાયિક દ્વષ્ટિએ ચડતી-પડતી

[ફેરફાર કરો]

1992માં, લોસ એન્જલિસ (જર્સીના દરિયાકિનારે બ્લ્યુ-કોલર જીવન જીવતા કેટલાક લોકો માટે આ એક ક્રાતિકારી પગલું હતું.) જઈ અને અનુભવબદ્ધ સંગીતકારો સાથે કામ કરીને "હોલિવૂડગમન"ના આક્ષેપોનું જોખમ ઉઠાવીને સ્પ્રિન્ગસ્ટીને એક સાથે બે આલબમ રિલીઝ કર્યાં. હ્યુમન ટચ અને લકી ટાઉન આલબમો સ્પ્રિન્ગસ્ટીનના આગલા આલબમો કરતા ઘણા વધુ આત્મદર્શી હતા અને તેમાં એક નવો જ આત્મવિશ્વાસ જોવા મળ્યો. સ્પ્રિન્ગસ્ટીનના આગલા બે આલબમોમાં ખુશીનું સ્વપ્ન સેવવામાં આવ્યું હતું અને તેના આગામી ચાર આલબમોમાં વધતા જતા ભયને વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેનાથી વિપરીત આ વખતે લકી ટાઉન આલબમમાં સ્પ્રિન્ગસ્ટીનને પોતાની માટે ખુશી માગતો દર્શાવવામાં આવ્યો હતો.

એમટીવી અનપ્લગ્ડ ટેલિવિઝન પ્રોગ્રામ (બાદમાં તે ઇન કન્સર્ટ/એમટીવી પ્લગ્ડ તરીકે રિલીઝ થયો) પર ઇલેક્ટ્રિક બૅન્ડની રજૂઆતને નબળો પ્રતિસાદ મળ્યો અને તેને કારણે તેના ચાહકો વધુ હતાશ થયા. અમુક વર્ષ બાદ પોતાના રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમની આભાર પ્રવચન દરમિયાન સ્પ્રિન્ગસ્ટીન પોતાના દિવંગત પિતા સાથે રમૂજી રીતે વાત કરતો જણાયો હતો.

I've gotta thank him because — what would I conceivably have written about without him? I mean, you can imagine that if everything had gone great between us, we would have had disaster. I would have written just happy songs – and I tried it in the early '90s and it didn't work; the public didn't like it.[૨૭]

કેટલાય ગ્રેમી એવોર્ડના વિજેતા બનનાર સ્પ્રિન્ગસ્ટીને 1994માં પોતાના ગીત "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા" માટે એકેડમી એવોર્ડ પણ જીત્યો. આ ગીત ફિલ્મ ફિલાડેલ્ફિયા ના સાઉન્ડટ્રેકમાં પણ જોવા મળ્યો. એઇડ્સને કારણે મૃત્યુ પામી રહેલા એક સમલિંગી માણસના સહાનુભૂતિપૂર્વકના ચિત્રણને કારણે આ ગીત તથા આ ફિલ્મની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.[સંદર્ભ આપો] આ ગીતના મ્યુઝિક વિડીયોમાં સ્પ્રિન્ગસ્ટીનનાં વાસ્તવિક ગાયન પરફોર્મન્સ દર્શાવે છે. આ ગીતનું રેકોર્ડિંગ એક છૂપા માઇક્રોફોન દ્વારા કરવામાં આવ્યું હતું. વાદ્ય સંગીતનો ટ્રેક પહેલેથી જ રેકોર્ડ કરી રાખવામાં આવ્યો હતો.[સંદર્ભ આપો] આ ટેકનીકને "બ્રિલિયન્ટ ડિસ્ગાઇઝ વિડીયો"માં વિકસાવવામાં આવી હતી.

1995માં ઇ સ્ટ્રીટ બૅન્ડને હંગામી ધોરણે પુનઃગઠિત કરીને પોતાના સૌપ્રથમ ગ્રેટેસ્ટ હિટ્સ આલબમ (આ રેકોર્ડિંગ સેશનની તવારીખ બ્લડ બ્રધર્સ નામના દસ્તાવેજી ચિત્રમાં છે) માટે કેટલાક ગીતો રેકોર્ડ કર્યા બાદ, તેણે પોતાનું બીજું (મોટેભાગે) સોલો ગિટાર આલ્બમ- ધ ઘોસ્ટ ઓફ ટોમ જોડ રજૂ કર્યું, જે પુલિત્ઝાર-પુરસ્કાર વિજેતા લેખક ડેલ મેહારિજ અને ફોટોગ્રાફર માઇકલ વિલિયમસન દ્વારા લખાયેલા એક પુસ્તક જર્ની ટુ નોવ્હેરઃ ધ સાગા ઓફ ધ ન્યૂ અંડરક્લાસ થી પ્રેરિત હતું. આ આલબમના મોટાભાગના ગીતોમાં મધુરપ ઓછી હતી, ઝકારયુક્ત સ્વર, અને મોટાભાગના ગીતોનો રાજકીય અર્થ હોવાને કારણે આ આલબમને નેબ્રાસ્કા ની તુલનાએ મોળો પ્રતિસાદ સાંપડ્યો હતો, અલબત્ત કેટલાક લોકોએ પરદેશથી આવેલા લોકો અને અમેરિકાની સંસ્કૃતિમાં ભાગ્યે જ પોતાનું કોઇ ધરાવતા લોકોના પ્રશ્નોને સ્વર પૂરો પાડવા માટે આ આલબમની પ્રશંસા કરી. ત્યારપછી સ્પ્રિન્ગસ્ટીને લાંબી, વિશ્વવ્યાપી અને સંપૂર્ણપણે નાના સ્થળોમાં ઘોસ્ટ ઓફ ટોમ જોડ ટુર યોજી જેમાં તેણે પુર્નરચિત એકૂસ્ટિક સ્વરૂપમાં ઘણા જૂના ગીતોને સફળતાપૂર્વક રજૂ કર્યાં, અલબત્ત સ્પ્રિન્ગસ્ટીને પોતાના પ્રેક્ષકોને પરફોર્મન્સ દરમિયાન શાંત રહેવા અને તાળીઓનો ગડગડાટ નહી કરવા માટે સ્પષ્ટપણે સૂચના આપવી પડી હતી. [સંદર્ભ આપો]

આ ટૂર બાદ, સ્પ્રિન્ગસ્ટીન પોતાના કુટુંબ સાથે ન્યૂ જર્સી પરત ફર્યો.[૨૮] 1998માં, સ્પ્રિન્ગસ્ટીને પોતાનો આઉટ-ટેકસ, ટ્રેક્સ નો ચાર ડિસ્કનો વિશાળ બૉક્સ સેટ બહાર પાડ્યો. ત્યારબાદ સ્પ્રિન્ગસ્ટીને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે 1990નું દશક તેના માટે "નબળો તબક્કો" હતોઃ "મેં બહુ કામ કર્યું નહોતું. કેટલાક લોકો એવું કહેતા કે મેં સારું કામ કર્યું નહોતું."[૨૯]

1999માં યુટુ દ્વારા સ્પ્રિન્ગસ્ટીનનો રોક એન્ડ રોલ હોલ ઓફ ફૅમમાં સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપકાર તેણે 2005માં પરત કર્યો. 1999માં, સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બૅન્ડ સત્તાવાર રીતે ફરી એકવાર એકસાથે આવ્યા અને વ્યાપક રિયુનિયન ટૂર હાથ ધરી, જે એક વર્ષ ચાલી હતી. આ ટૂરની મુખ્ય બાબત એ હતી કે તેમાં અમેરિકાની ટૂરના પ્રારંભમાં જ ન્યૂ જર્સીના ઇસ્ટ રુધરફોર્ડમાં કોન્ટિનેન્ટલ એરલાઇન્સ અરેનામાં 15 શો અને વિક્રમી વેચાણ નોંધાવ્યું હતું. ઇ સ્ટ્રીટ બૅન્ડ સાથેની સ્પ્રિન્ગસ્ટીનની રિયુનિયન ટૂરનો વિજયી દસ રાતો સાથે અંત આવ્યો. આ કાર્યક્રમ ન્યૂ યોર્ક શહેરના મેડિસન સ્ક્વૅર ગાર્ડન ખાતે વર્ષ 2000ના મધ્યભાગમાં યોજાયો હતો અને તેની તમામ ટિકિટ વેચાઇ ગઇ હતી. વળી "અમેરિકન સ્કીન (41 શોટ્સ)" ગીતને લઇને તથા એમાદૌ ડિયેલ્લોના પોલિસ ગોળીબારને લઇને વિવાદ થયો હતો અને મેડિસન સ્ક્વૅર ગાર્ડન ખાતે યોજાયેલા આખરી શૉનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેને એચબીઓ સમારોહમાં દર્શાવવામાં આવ્યો હતો તેમજ આ તેને ડીવીડી તથા આલબમ સ્વરૂપે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.Bruce Springsteen & the E Street Band: Live in New York City

2002-વર્તમાનઃ મુખ્યધારામાં પુનઃ સફળતા

[ફેરફાર કરો]
જુલાઈ 2003 દરમિયાન ધ રાઇઝિંગ ટૂરના 10 રાત્રીના સ્ટેન્ડ દરમિયાન ચિતરેલા બેનર, રેકોર્ડ-સેટિંગ, સ્ટેડિયમની વિશાળ પાર્કિંગ જગ્યાની બહારનું દ્વશ્ય.

2002માં, સ્પ્રિન્ગસ્ટીને 18 વર્ષમાં સૌપ્રથમવાર પોતાના સંપૂર્ણ બૅન્ડ સાથે આલબમ રિલીઝ કર્યું ધ રાઇઝિંગ જેના નિર્માતા હતા બ્રેન્ડન ઓ'બ્રાયન. આ આલબમ મહદઅંશએ 11 સપ્ટેમ્બરના હુમલાઓનું પ્રતિબિંબ હતું, જેને વિવેચકો તથા આમ જનતાની દ્વષ્ટિએ સફળ હતું. (આ પૈકીના ઘણાં ગીતો પર સ્પ્રિન્ગસ્ટીને આ હુમલાઓનો ભોગ બનેલા લોકોના ઘરના સદસ્યો સાથે ફોન પર કરેલી વાતચીતનો પ્રભાવ હતો. જેમણે આ સંગીત તેમના જીવનને કેવી રીતે સ્પર્શ્યું છે તે જણાવ્યું હતું.) ટાઇટલ ટ્રેકને વિવિધ રેડિયો કાર્યક્રમોમાં પ્રસારિત કરવામાં આવ્યો અને તેની રેકર્ડ 15 વર્ષમાં સૌથી સારું વેચાણ નોંધાવનારું સ્પ્રિન્ગસ્ટીનનું નવું આલબમ બની ગયું. આ આલબમને પ્રોત્સાહન આપવા માટે 2002માં આસ્બરી પાર્કમાં વહેલી સવારે યોજાયેલા ધ ટુડે શૉ ના ખેલ-પ્રયોગથી, ધ રાઇઝિંગ ટૂર શરૂ થઇ, જેના અમેરિકા અને યુરોપમાં શ્રેણીબદ્ધ સીંગલ નાઇટ અરેના સ્ટેન્ડ યોજાયા અને 2003થી સ્પ્રિન્ગસ્ટીન વિશાળ ફલકના અનેક રાત્રિઓના સ્ટેડિયમ શૉમાં પરત ફર્યો. દરેક જગ્યાએ સ્પ્રિન્ગસ્ટીનનાં સનિષ્ઠ અને ચુસ્ત ચાહકો રહ્યાં છે (ખાસ કરીને યુરોપમાં), તેવા સમયે આ સમયગાળા દરમિયાન અમેરિકાના કેટલાક દક્ષિણીય અને મધ્યપશ્ચિમ પ્રદેશોમાં સ્પ્રિન્ગસ્ટીનની સામાન્ય લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. પરંતુ યુરોપ અને અમેરિકાના તટીય પ્રદેશોમાં તેનું સ્થાન હજું પણ મજબૂત હતું અને તેણે ન્યૂ જર્સીના જાયન્ટ્સ સ્ટેડિયમમાં એકધારી 10 રાત સંગીત રજૂ કર્યું હતું. આ શૉમાં જે રીતનું ટિકિટના વેચાણ જોવા મળ્યું હતું તેનું અન્ય કોઇ સંગીત સમારોહમાં ઉદાહરણ મળ્યું નથી.[૩૦] આ સમારોહ દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને અનેક રાતના શૉમાં ઉપસ્થિત રહેનારા અને લાંબા અંતરેથી અથવા તો અન્ય દેશમાંથી આવનારા ચાહકોનો આભાર માન્યો હતો; બ્રુસના ચાહકોની મજબૂત ઓનલાઇન કમ્યૂનિટીએ આ પ્રકારની રસમ સામાન્ય બનાવી દીધી હતી. શિઆ સ્ટેડિયમમાં ત્રણ રાત્રિના પ્રયોગ સાથે ધ રાઇઝિંગ ટૂર પૂરી થઈ, જેની મુખ્ય બાબત એ હતી કે તેમાં "અમેરિકન સ્કીન"ને લઇને નવેસરથી વિવાદ થયો હતો તથા બોબ ડાયલેન અતિથિરૂપે ઉપસ્થિત રહ્યાં હતા.

2000ના પ્રારંભિક ગાળામાં, સ્પ્રિન્ગસ્ટીન દેખીતી રીતે જ આસ્બરી પાર્કના પુનરોદ્ધારની તરફેણ કરી, અને વિવિધ સ્થાનિક ઉદ્યોગો, સંગઠનો અને અન્યના લાભ માટે ત્યાં વિન્ટર હોલિડે કન્સર્ટની વાર્ષિક શ્રેણીમાં સંગીત આપ્યું. આ શૉનો હેતુ સ્પષ્ટપણે સ્પ્રિન્ગસ્ટીનના સનિષ્ઠ ચાહકો માટે જ હતો, જેમાં રિલીઝ નહી થયેલા (ટ્રેક્સ રિલીઝ થયું ત્યાં સુધી) ગીતો જેમકે ઇ સ્ટ્રીટ શફલ ના "થંડરટ્રેક"નો સમાવેશ થતો હતો. આ શૉમાં એક મોજીલા અને રમતિયાળ જૂથે પણ ભાગ લીધો હતો જેથી સ્પ્રિન્ગસ્ટીનના ચાહકો અચંબામાં મૂકાઈ જાય. આસ્બરી પાર્કમાં તેણે અવારનવાર પોતાની ટૂર માટે રિહર્સલ પણ કર્યું; તેના સૌથી સમર્પિત ચાહકો પૈકીના અમુક ઇમારતની બહાર ઉભા રહીને સ્પ્રિન્ગસ્ટીનના આગામી શૉનાં ગીતોના જે શબ્દો કાને અથડાય તે સાંભળતા. "માય સિટી ઓફ રુઈન્સ" ગીત મૂળ આસ્બરી પાર્ક માટે લખાયું હતું. આ ગીત શહેરનો પુનરોદ્ધાર કરવાના પ્રયાસરૂપે લખાયું હતું. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ ન્યૂ યોર્ક શહેરમાં યોજાયેલા એક સમારોહ માટે કોઇ એક યોગ્ય ગીતની શોધ દરમિયાન, તેણે "માય સિટી ઓફ રુઈન્સ" ની પસંદગી કરી, આ ગીત રાષ્ટ્રવાદનો સંદેશ આપતી તેની વિષયવસ્તુ અને "રાઇઝ અપ!"ના હદયસ્પર્શી બોધને કારણે તાત્કાલિકરીતે સમારોહની ભાવનાશીલ હાઇલાઇટ બની ગયું. આ ગીત 11 સપ્ટેમ્બર બાદના ન્યૂ યોર્ક સાથે જોડાઈ ગયું, અને સ્પ્રિન્ગસ્ટીને ધ રાઇઝિંગ આલબમની પૂર્ણાહુતિ અને ત્યારપછીની ટૂરમાં ફરી એકવાર ભજવવાની માગણી સામે ભજવવા માટે આ ગીતને પસંદ કર્યું.

2003ના ગ્રેમી એવોર્ડ સમારોહમાં, સ્પ્રિન્ગસ્ટીને જો સ્ટ્રુમરને શ્રદ્ધાંજલિ તરીકે એલ્વિસ કોસ્ટેલો, ડેવ ગ્રોહલ, અને ઇ સ્ટ્રીટ બેન્ડના સભ્ય સ્ટીવન વૅન ઝેન્ડટ તથા નો ડાઉટના બાસ-વાદક ટોની કેનલ સાથે ધ ક્લૅશનું "લંડન કોલિંગ" ગીત રજૂ કર્યું; ધ રીવર અને ટ્રિપલ સેન્ડિનિસ્ટા! ના ગાળાના કોઇ સમયે સ્પ્રિન્ગસ્ટીન અને ધ ક્લૅશને એકબીજાના પ્રતિસ્પર્ધી માનવામાં આવતા હતા. 2004માં, સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બૅન્ડે "વોટ ફોર ચેન્જ" ટૂરમાં ભાગ લીધો, જેમાં તેની સાથે જોન મેલનકેમ્પ, જોન ફોજર્ટી, ડિક્સી ચિક્સ, પર્લ જેમ, આર.ઈ.એમ., બ્રાઇટ આઇઝ, ડેવ મેથ્યૂઝ બૅન્ડ, જેક્સન બ્રાઉન અને અન્ય સંગીતકારો પણ જોડાયા. તમામ સમારોહ સ્વિન્ગ સ્ટેટમાં યોજાવાના હતા, જેનો હેતુ ઉદારમતવાદી રાજકીય સંગઠન અમેરિકા કમિંગ ટૂગેધરના લાભનો અને લોકોને નોંધણી કરાવવા તથા મત આપવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. તેનો આખરી સમારોહ વૉશિંગ્ટન ડી.સી.માં યોજાઇ હતી, જેમાં ઘણાં કલાકારો ભેગા થયા હતા. ઘણાં દિવસો બાદ, જનમત સર્વેક્ષણમાં, ચૂંટણીમાં આંચકારૂપ રીતે તીવ્ર સ્પર્ધાની સ્થિતિ જોવા મળતાં, સ્પ્રિન્ગસ્ટીને ન્યૂ જર્સીમાં પણ આ પ્રકારના વધુ એક સમારોહનું આયોજન કર્યું. પાછલા વર્ષો દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને પોતે જેમાં વિશ્વાસ ધરાવતો હતો તેવા કાર્યોના લાભ માટે સંગીત રજૂ કર્યું હતું જેમાં અણુ ઊર્જાની સામેના, વિયેતનામના યોદ્ધાઓ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને ક્રાઇસ્ટીક ઇન્સ્ટીટ્યૂટ માટેના સમારોહનો સમાવેશ થાય છે. આ તમામ સમારોહમાં તે કોઇ રાજકીય પદ માટે ઉમેદવારોને સ્પષ્ટપણે કોઇ પ્રકારની પુષ્ટિ આપવાથી હંમેશા દૂર રહ્યો હતો (વાસ્તવમાં, તેણે 1984ના રેગન "બોર્ન ઇન ધ યુ.એસ.એ." ફ્લૅપ દરમિયાન સમર્થન આકર્ષવાના વૉલ્ટર મોન્ડેલના પ્રયાસોને નકારી કાઢ્યાં હતા.) આ નવી પરિસ્થિતિને કારણે અપેક્ષિત જૂથના લોકોએ તેની આલોચના અને પ્રશંસા કરી. સ્પ્રિન્ગસ્ટીનનું "નો સરેન્ડર" ગીત જોન કેરીના પ્રમુખપદની ચૂંટણી માટેના નિષ્ફળ અભિયાનનું મુખ્ય વિષય ગીત બની ગયું હતું; અભિયાનના છેલ્લા દિવસો દરમિયાન, તેણે કેરીની રેલીઓમાં આ ગીતની એકૂસ્ટિક આવૃત્તિઓ તેમજ પોતાના અન્ય જૂના ગીતોની રજૂઆત કરી હતી.

જૂન 15, 2005ના રોજ ફેસ્થેલ ફ્રેન્કફર્ટ ખાતે સોલો ડેવિલ્સ એન્ડ ડસ્ટ ટૂરના પરફોર્મન્સ દરમિયાન ધ્વનિત ગિટાર વગાડતો સદસ્ય.

26 એપ્રિલ, 2005ના રોજ ડેવિલ્સ એન્ડ ડસ્ટ બહાર પડ્યું, અને તેનું રેકોર્ડિંગ ઇ સ્ટ્રીટ બૅન્ડ વિના જ કરવામાં આવ્યું હતું. આ એક લૉ-કી, અને મહદઅંશે ધ્વનિત આલબમ છે અને નેબ્રાસ્કા તથા ધ ઘોસ્ટ ઓફ ટોમ જોડ ની જેમ જ શાંત છે, અલબત્ત તેમાં થોડા વધારે વાદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ આલબમની સામગ્રીનું લેખન લગભગ 10 વર્ષ અગાઉ ધ ઘોસ્ટ ઓફ ટોમ જોડ ટૂર દરમિયાન અથવા તેની તુરંત બાદ જ લખવામાં આવ્યું હતું. તેમના પૈકીના અમુકે તેને રજૂ કર્યું હતું પરંતુ તે ક્યારેય બહાર પડી શક્યું નહોતું.[૩૧] ટાઇટલ ટ્રેકમાં ઇરાક યુદ્ધ દરમિયાન એક સામાન્ય સૈનિકની લાગણીઓ અને દહેશતોની વાત વણી લેવામાં આવી છે. આલબમના જાતીયતા દર્શાવતા વિષયતત્વ અને સ્પ્રિન્ગસ્ટીનનાં કંપની-વિરોધી રાજકારણને લીધે આ આલબમની કો-બ્રાન્ડિંગના સોદાનો સ્ટારબક્સે ઇનકાર કરી દીધો હતો. આ આલબમ 10 દેશોના (યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક, ઇટાલિ, જર્મની, નેધરલેન્ડ્સ, યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડ) આલબમ ચાર્ટમાં પ્રથમ નંબરે રહ્યું હતું. આલબમ બહાર પડતાની સાથે જ આ સમયગાળામાં જ સ્પ્રિન્ગસ્ટીને સોલો ડેવિલ્સ એન્ડ ડસ્ટ ટૂર શરૂ કરી, જેમાં નાના તથા વિશાળ સ્થળોએ ખેલ-પ્રયોગ કરવામાં આવ્યા. કેટલાક પ્રદેશોમાં ભીડ હતાશાજનક રહી હતી, અને ભૂતકાળથી વિપરીત, દરેકસ્થળે (યુરોપ સિવાય) ટિકિટ સરળતાથી મળી જતી હતી. 1990ના દશકના મધ્યભાગની સોલો ટૂરમાં બનતું હતું તેનાથી વિરુદ્ધ, સ્પ્રિન્ગસ્ટીને સોલો સાઉન્ડમાં વૈવિધ્ય ઉમેરવા માટે પિયાનો, ઇલેક્ટ્રિક પિયાનો, પંપ ઓર્ગન, ઓટોહાર્પ, યુક્યુલલ, બેન્જો, ઇલેક્ટ્રિક ગિટાર અને સ્ટોમ્પિંગ બોર્ડ તેમજ ધ્વનિત ગિટાર તથા હાર્મોનિકા સાથે ગીત રજૂ કર્યું. (કેટલાક ગીતોમાં મંચની પાછળ સિન્થેસાઇઝર, ગિટાર અને પર્ક્યુસનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.) "રિઝન ટુ બિલીવ", "ધ પ્રોમિસ્ડ લેન્ડ" અને સ્યુસાઇડના "ડ્રીમ બેબી ડ્રીમ"ના અસામાન્ય પ્રયોગે પ્રેક્ષકોને ચોંકાવી મૂક્યાં, તેમાં ભાગ્યે જ જોવા મળે એવા સેટ લિસ્ટમાં વારંવાર બદલાવ, પિયાનોની સાંભળી શકાય એવી ગડબડ જેવી રીતો દ્વારા સ્પ્રિન્ગસ્ટીનનાં વફાદાર પ્રેક્ષકોને ખુશ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નવેમ્બર 2005માં, સિરિયસ સેટેલાઇટ રેડિયોએ ચેનલ 10 પર સપ્તાહના સાતેય દિવસ 24 કલાકનું રેડિયો સ્ટેશન શરૂ કર્યું, જે ઇ સ્ટ્રીટ રેડિયો તરીકે ઓળખાય છે. આ ચેનલમાં દુર્લભ ટ્રેક્સ, મુલાકાતો અને બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બૅ્ડે તેમની કારકિર્દી દરમિયાન રેકોર્ડ કરેલ દૈનિક સમારોહો સહિત બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનનું સંગીત પ્રસારિત કરવામાં આવ્યું, જે વ્યવસાયિક હેતુથી મુક્ત હતું.

ફિલા ફોરમ, મિલાન, ઇટાલિ ખાતે 12 મે, 2006ના રોજ પોતાની ટૂરમાં પરફોર્મ કરતા સ્પ્રિન્ગસ્ટીન અને ધ સેશન્સ બૅન્ડ.

એપ્રિલ 2006માં, સ્પ્રિન્ગસ્ટીને અમેરિકાનું મૂળ ધરાવતી એક સંગીત પ્રોજેક્ટ બહાર પાડ્યો,We Shall Overcome: The Seeger Sessions જેના 15 ગીતોને લોક ધૂનો વડે સજાવવામાં આવ્યા હતા; જે પીટ સીગરના ક્રાંતિકારી સંગીત કર્મવાદથી લોકપ્રિય બન્યા. આનું રેકોર્ડિંગ અગાઉ સ્પ્રિન્ગસ્ટીનની સાથે કામ કરી ગયેલા લોકો પૈકીના પેટ્ટી સિયાલ્ફા, સૂઝી ટાયરેલ, અને ધ મિયામી હોર્ન્સ સહિતના સંગીતકારોના વિશાળ જૂથની સાથે કરવામાં આવ્યું. આ આલબમ તેના પાછલા આલબમોથી જૂદું જ હતું, તેને એક દિવસના માત્ર ત્રણ સત્રોમાં જ રેકોર્ડ કરવામાં આવ્યું હતું, આ આલબમમાં સ્પ્રિન્ગસ્ટીનને અવારનવાર મહત્વના ફેરફાર માટે બોલતા સાંભળી શકાય છે. બૅન્ડ ટ્રેક્સમાં પોતાની રીતે કોઇ નવું સંશોધન કરે ત્યારે સ્પ્રિન્ગસ્ટીન બોલતા હતા. આ મહિને જ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન વિથ ધ સીગર સેશન્સ બૅન્ડ ટૂર શરૂ થઈ, જેમાં ધ સીગર સેશન્સ બૅન્ડ તરીકે ઓળખાતા 18 મજબૂત સંગીતકારોનો (બાદમાં આ બૅન્ડનું નામ ટૂંકાવીને ધ સેશન્સ બૅન્ડ કરવામાં આવ્યું.) સમાવેશ થતો હતો. સીગર સેશન્સ ની સામગ્રી ભરપૂર વિશેષતા ધરાવતી હતી, તથા સ્પ્રિન્ગસ્ટીનના કેટલાક ગીતોનો (જેની નોંધપાત્ર પ્રમાણમાં પુનઃરચના કરવામાં આવી હતી.) પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુરોપમાં આ ટૂર અત્યંત લોકપ્રિય સાબિત થઈ, દરેક સ્થળે ધૂમ વેચાણ થયું અને કેટલીક શ્રેષ્ઠ પ્રતિક્રિયાઓ સાંપડી,[૩૨] પરંતુ અખબારોએ એવા અહેવાલ આપ્યા કે અમેરિકામાં સંખ્યાબંધ શૉમાં પાંખી હાજરી રહી હતી.[૩૩][૩૪][૩૫] 2006ના અંત સુધીમાં, સીગર સેશન્સ ટૂરે બે વખત યુરોપની અને એક ખુબ જ ટૂંકા ગાળા માટે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો.Bruce Springsteen with The Sessions Band: Live in Dublin આ શોમાં નવેમ્બર 2006માં ડબલિન ખાતે ધ પોઇન્ટ થિયેટર, આયર્લેન્ડમાં થયેલી ત્રણ રાત્રિ પ્રયોગોમાંના કેટલાક ચુનંદા ગીતોનો સમાવેશ થતો હતો, જે ત્યારપછીના જૂન મહિનામાં રિલીઝ થયા હતા.

15 ઓગસ્ટ, 2008ના રોજ વેટેરન્સ મેમોરિયલ એરિના, જેક્સનવિલે, ફ્લોરિડા ખાતે મેજિક ટૂરના રોકાણ દરમિયાન પરફોર્મ કરતા સ્પ્રિન્ગસ્ટીન, તેની પાછળ મેક્સ વેઇનબર્ગ છે.

સ્પ્રિન્ગસ્ટીનના હવે પછીના આલબમનું શીર્ષક હતું મેજિક , જે 2 ઓક્ટોબર, 2007ના રોજ બહાર પડ્યું. ઇ સ્ટ્રીટ બૅન્ડ સાથે રેકોર્ડ કરાયેલા આ આલબમમાં 10 નવા ગીતો ઉપરાંત "લોન્ગ વૉક હોમ" ગીત પણ ઉમેરવામાં આવ્યું, જે એકવાર સેશન બેન્ડ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય સ્પ્રિન્ગસ્ટીનના સ્ટુડિયોએ સૌપ્રથમવાર એક હિડન ટ્રેક પણ સામેલ કર્યો, આ આલબમમાં 30 જુલાઈ, 2007ના રોજ મૃત્યુ પામેલા સ્પ્રિન્ગસ્ટીનના લાંબા-સમયના સાથી ટેરી મેગોવેર્નને શ્રદ્ધાંજલિ આપતું ગીત "ટેરી'સ સોન્ગ" પણ રાખવામાં આવ્યું.[૩૬] સૌપ્રથમ સીંગલ "રેડિયો નોવ્હેર" 28મી ઓગસ્ટના રોજ નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ બન્યું. 7 ઓક્ટોબરના રોજ, આયર્લેન્ડ અને યુ.કે.માં મેજિક પ્રથમ નંબરનું આલબમ બન્યું. ગ્રેટેસ્ટ હિટ્સે આયર્લેન્ડના ચાર્ટસમાં નંબર 57ના સ્થાને પુનઃપ્રવેશ કર્યો તેમજ લાઇન ઇન ડબલિન નોર્વેમાં ફરી એકવાર ટોપ ટ્વેન્ટીમાં લગભગ પહોંચી ગયું. સાઇરિસ સેટેલાઇટ રેડિયોએ પણ 27 સપ્ટેમ્બર, 2007ના રોજ ચેનલ 10 પર મેજિક ની અપેક્ષા સાથે સ્ટ્રીટ રેડિયો પુનઃ શરૂ કર્યો.[૩૭] રેડિયો જૂથ ક્લીઅર ચેનલ કમ્યૂનિકેશન્સે કથિતરૂપે પોતાના તમામ ક્લાસિક રોક સ્ટેશનોને નવા આલબમનું એક પણ ગીત નહી વગાડવાની સૂચના આપી હતી, જ્યારે સ્પ્રિન્ગસ્ટીનના આલબમોના જૂના ગીતો વગાડવાનું ચાલુ રાખવામા આવ્યું હતું. જો કે, ક્લીઅર ચૅનલ એડલ્ટ ઓલ્ટરનેટિવ (અથવા "એએએ") સ્ટેશન કેબીસીઓએ કોર્પોરેટ બ્લેકઆઉટનું કારણ આગળ ધરીને આ આલબમના ટ્રેક્સ વગાડ્યાં હતા.[૩૮] આ આલબમ બહાર પડતાની સાથે જ સ્પ્રિન્ગસ્ટીન અને ઇ સ્ટ્રીટ બૅન્ડની મેજિક ટૂરનો હાર્ટફોર્ડ સિવિક સેન્ટર ખાતેથી પ્રારંભ થયો અને તેણે ઉત્તર અમેરિકા તથા યુરોપનો પ્રવાસ ખેડ્યો. સ્પ્રિન્ગસ્ટીન અને આ બૅન્ડે એનબીસીના ટુડે શૉ ના પ્રારંભ પૂર્વે જીવંત[૩૯] પરફોર્મન્સ કર્યું. લાંબા સમયથી ઇ સ્ટ્રીટ બૅન્ડમાં રહેલા ઓર્ગેનિસ્ટ ડેની ફેડેરિકીએ નવેમ્બર 2007માં મેલાનોમાને લીધે આ ટૂરને અધવચે પડતી મૂકી;[૪૦] આ રોગ સામે ત્રણ વર્ષ સુધી ઝઝૂમ્યા બાદ 17 એપ્રિલ, 2008ના રોજ તેમનું મૃત્યું થયું.[૪૧]

તાજેતરની ઘટનાઓ

[ફેરફાર કરો]

એપ્રિલ 2008માં, સ્પ્રિન્ગસ્ટીને 2008ની પ્રમુખપદના ચૂંટણી અભિયાનમાં યુ.એસ. સેનેટર બરાક ઓબામાને પુષ્ટિ આપવાની જાહેરાત કરી.[૪૨] ઓબામાની ઓહિયો રેલીમાં ઝડપવામાં આવેલા એક વિડીયોમાં, સ્પ્રિન્ગસ્ટીને "સરકારમાં સત્ય, પારદર્શિતા અને અખંડિતતા, પ્રત્યેક અમેરિકન નાગરિકને નોકરી મેળવવાના અધિકાર, જીવનજરૂરી ભથ્થાં, સારી શાળામાં શિક્ષણ મેળવવું, કામના ગૌરવથી ભરપૂર જીવન, વચનો અને ઘરની પવિત્રતા વિશે મહત્વની ચર્ચા કરી હતી... પરંતુ આઠ વર્ષના અવિચારી, લાપરવાહ અને નૈતિકપણે દિશાહીન વહીવટીતંત્રને કારણે આ તમામ આઝાદીઓને હાનિ પહોંચી છે અને તેના પર તરાપ મારવામાં આવી છે." [૪૩]

18 જૂન, 2008ના રોજ, વૉશિંગ્ટન ડી.સી.માં કેનેડી સેન્ટર ખાતે ટિમ રુઝર્ટ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્પ્રિન્ગસ્ટીને યુરોપથી જીવંત રજૂઆત કરી હતી અને રુઝર્ટના પ્રિય ગિતો પૈકીનું એક "થંડર રોડ" વગાડ્યું હતું. સ્પ્રિન્ગસ્ટીને આ ગીત રુઝર્ટને સમર્પિત કર્યું હતું, જેઓ "સ્પ્રિન્ગસ્ટીનના સૌથી મોટા ચાહકો પૈકીના એક" હતા.[સંદર્ભ આપો]

ઓક્ટોબર 2008માં સ્પ્રિન્ગસ્ટીને ઓબાના ચુંટણી અભિયાનનાં ટેકામાં કેટલાક સોલો ધ્વનિત રજૂઆતો કરી,[૪૪] તેમજ બીજી નવેમ્બરની રેલીમાં તેમણે સિયાલ્ફા સાથે "વર્કિંગ ઓન અ ડ્રીમ" રજૂ કર્યું.[૪૫]

Springsteen at a rally for then-presidential candidate Barack Obama
ઢાંચો:City-state on November 2, 2008

પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ શિકાગોના ગ્રાન્ટ પાર્કમાં 4 નવેમ્બરના રોજ યોજાયેલા ઓબામાના વિજય સંબોધન બાદ સ્પ્રિન્ગસ્ટીને જે સૌપ્રથમ ગીત રજૂ કર્યું તે "ધ રાઇઝિંગ" હતું. સ્પ્રિન્ગસ્ટીનનું "વર્કિંગ ઓન અ ડ્રીમ આલબમ " જાન્યુઆરી 2009ના ઉત્તરાર્ધમાં બહાર પડ્યું.

18 જાન્યુઆરી, 2009ના રોજ યોજાયેલા એક સંગીત સમારોહની શરૂઆત સ્પ્રિન્ગસ્ટીનના કાર્યક્રમ સાથે થઈ હતી,We Are One: The Obama Inaugural Celebration at the Lincoln Memorial જેમાં આશરે 4,00,000 લોકો ઉપસ્થિત રહ્યાં હતા.[૪૬] તેમણે તમામ સ્ત્રી સાથી કલાકારો વડે બનેલા વૃંદ સાથે "ધ રાઇઝિંગ" રજૂ કર્યું. બાદમાં તેણે પીટ સીગર સાથે વૂડી ગ્યૂથરીનું "ધિસ લેન્ડ ઇઝ યોર લેન્ડ" રજૂ કર્યું.

11 જાન્યુઆરી, 2009ના રોજ સ્પ્રિન્ગસ્ટીનને મિકી રોર્કની "ધ રેસલર" ફિલ્મના આ જ શીર્ષક ધરાવતા ગીત માટે શ્રેષ્ઠ ગીતનો ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મળ્યો.[૪૭]

1 ફેબ્રુઆરી, 2009ના રોજ સ્પ્રિન્ગસ્ટીને સુપર બૉલ XLIII ખાતે હાફટાઇમ શૉ રજૂ કર્યો,[૪૮] જે તે ભૂતકાળની અનેક ઓફરો બાદ કરવા રાજી થયો હતોઃ "આ એક અલગ પ્રકારનો કાર્યક્રમ હતો, જો આપણે આ ન કરવું હોય, તો આપણે શેની રાહ જોઇ રહ્યાં છીએ? હું મારા જીવનકાળ દરમિયાન આ કરવા ઇચ્છું છું."[૪૯] ગેમના કેટલાક દિવસ પૂર્વે, સ્પ્રિન્ગસ્ટીને જવલ્લેજ જોવા મળતી પત્રકાર પરિષદ યોજી, જેમાં તેણે "12 મિનિટની પાર્ટીં"નું વચન આપ્યું. આટલા વિશાળ પ્રેક્ષક સમુદાય વચ્ચે તે તાણ અનુભવશે કે કેમ એવા એક પ્રશ્નનાં ઉત્તરમાં, સ્પ્રિન્ગસ્ટીને લિંકન મેમોરિયલ ખાતે યોજાયેલા "વી આર વન" સમારોહનું દ્વષ્ટાંત આપતા જણાવ્યું કેઃ "આપે ફૂટબોલ પાછળ ઘેલાં એવા ઘણાં બધા ચાહકો જોયા હશે, પરંતુ લિંકનના સિતારાને આપે કદી જોયો નહીં હોય. તે ઘણી તાણ હળવી કરી દે છે."[૫૦][૫૧] ઇ સ્ટ્રીટ બૅન્ડ અને મિયામી હોર્ન્સ સાથે તેણે બહાર પાડેલા 12:45 સેટમાં "ટેન્થ એવન્યુ ફ્રીઝ-આઉટ", "બોર્ન ટુ રન", "વર્કિંગ ઓન અ ડ્રીમ", અને "ગ્લોરી ડૅઝ"ના કેટલાક ટૂંકા ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સાથે સ્પ્રિન્ગસ્ટીને ફૂટબોલનો સંદર્ભ પૂરો કર્યો હતો. ખેલ-પ્રયોગો અને પ્રમોશન અંગેની ગતિવિધિને કારણે સ્પ્રિન્ગસ્ટીને કહેવું પડ્યું હતું કે, "મારા જીવનનો કદાચ આ સૌથી વ્યસ્ત મહિનો રહ્યો છે."[૫૨]

1 એપ્રિલ, 2009ના રોજ, સ્પ્રિન્ગસ્ટીને કેલિફોર્નિયાના સાન જોઝમાં વર્કિંગ ઓન અ ડ્રીમ ટૂરનો પ્રારંભ કર્યો. 2009ના ફેબ્રુઆરી મહિનામાં આ ટૂરની ટિકિટ સાઇટ અને ટૂર પાર્ટનર ટિકિટમાસ્ટર ગ્રાહકોને પોતાની પેટાકંપની ટિકિટ્સનાઉ પાસે મોકલતી જણાઇ, જ્યાં તેમની પાસેથી ઊંચા દરો પડાવવામાં આવતા હતા. તમામ સ્થળોએ મૂળકિંમતની ટિકિટો ઉપલબ્ધ હોવા છતાં આમ કરવામાં આવતું હતું તેથી આ ટૂર વિવાદમાં સપડાઇ હતી.[૫૩] સ્પ્રિન્ગસ્ટીને એક આગઝરતા નિવેદનમાં કંપનીને "પોતાના ચાહકો અને પોતાના વિશ્વાસ સાથે દગાબાજી" કરવાનો આરોપ મૂકતા,[૫૪] ટિકિટમાસ્ટરના સીઇઓ ઇરવિન એઝોફે તાત્કાલિકપણે ક્ષમાયાચના કરી.[૫૫] આ ટૂરના શૉમાં સ્પ્રિન્ગસ્ટને ક્લાસિક ગીતોની નિર્ધારિત યાદીમાંના ગીતોને બદલે નવા આલબમના ગીતોનો સમાવેશ કર્યો, પસંદ કરાયેલા ગીતો 2000ના દશકના આખરી ગાળામાં ચાલી રહેલી મંદીને પ્રતિબિંબિત કરતા હતા.[૫૬] આ ટૂરમાં સામાન્ય રીતે ગેરેજ રોક અથવા પન્ક રોક ક્લાસિક અથવા જૂના ગીતોના બોર્ડ હાથમાં રાખીને પ્રેક્ષકોમાં રહેલા ચાહકોની ફરમાઇશને પગલે ગીતો વગાડવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સ્પ્રિન્ગસ્ટીનની ડાયરીમા મળી આવેલી અસ્પષ્ટ એન્ટ્રીઓમાં જણાવવામાં આવ્યા પ્રમાણે આ રસમ છેક મેજિક ટૂરના આખરી સમયગાળાથી ચાલી આવતી હતી.[૫૬] કેટલાક શૉ પૂરતું ડ્રમવાદક મેક્સ વેઇનબર્ગનું સ્થાન તેના 18 વર્ષનો પુત્ર જે વેઇનબર્ગે લીધું જેથી મેક્સ વેઇનબર્ગ શરૂ થવા જઇ રહેલા ધ ટુનાઇટ શો વિથ કોનાન ઓ'બ્રાયનમાં બેન્ડલીડર તરીકે ભૂમિકા બજાવી શકે.[૫૬]

3 માર્ચ, 2009ના રોજ મેડિસન સ્ક્વૅર ગાર્ડન ખાતે યોજાયેલી પીટ સીગરની 90મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે થયેલા ધ ક્લીઅરવોટર કોન્સર્ટનો સ્પ્રિન્ગસ્ટીન પણ એક હિસ્સો હતા.

સમાપ્તિ વખતે ફૂટતા ફટાકડા. "ઇ!સ્ટ્રીટ! બૅન્ડ!" જાયન્ટ્સ સ્ટેડિયમ ખાતે આખરી શો દરમિયાન ઇગ્ઝોર્ટેશન.

ડ્રીમ ટૂરના કામ દરમિયાન, સ્પ્રિન્ગસ્ટીન અને બૅન્ડે વાસ્તવિકપણે સંગીત ઉત્સવના વિશ્વમાં સૌપ્રથમવાર ઝૂકાવ્યું. તેઓ નેધરલેન્ડ્સમાં પિન્કપોપ ફેસ્ટિવલ, યુનાઇટેડ સ્ટેટ્સમાં બોન્નારૂ મ્યૂઝિક ફેસ્ટિવલમાં નાઇટ્સ યોજી, યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રણ ગીતો માટે ફિશ સાથે જોડાયા. યુકેમાં તેમણે ગ્લેસ્ટનબરી ફેસ્ટિવલ[૫૭] અને હાર્ડ રોક કોલિંગનું આયોજન કર્યું.[૫૮] જુલાઈ મહિનામાં ફ્રાન્સના બ્રિટનીમાં તેઓ ફેસ્ટિવલ દેસ વિએઇલ્લેસ ચારુએસ સાથે સમાચારોના મથાળામાં ચમક્યાં. ફ્રાન્સમાં તેમની આ એકમાત્ર ટૂર હતી. આ સમારોહમાં તેમના પુત્ર ઇવાને પણ ભાગ લીધો અને ગિટાર વગાડ્યું.

પોતાના હોમસ્ટેટ જાયન્ટ્સ સ્ટેડિયમ ખાતે આખરી પાંચ ફાઇનલ શૉની શ્રુંખલા દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને આ શોનો પ્રારંભ પોતાના તદ્દન નવા જ ગીતથી કર્યો કે જે "વૃદ્ધ સ્ત્રી"ને (તેના દ્વષ્ટિકોણ પ્રમાણે) સમર્પિત હતું જેનું નામ હતું "વ્રેકિંગ બૉલ".[૫૯] આ ગીતમાં ઐતિહાસિક સ્ટેડિયમને અને સ્પ્રિન્ગસ્ટીનના જર્સી સાથેના સંબંધોને ચમકાવવામાં આવ્યા છે. આ સ્ટેન્ડ તેમજ અમેરિકામાં આ ટૂરના ત્રીજા પડાવના કેટલાક અન્ય શોમાં બોર્ન ટુ રન , ડાર્કનેસ ઓન ધ એજ ઓફ ટાઉન , અથવા બોર્ન ઇન ધ યુ.એસ.એ. ના સંપૂર્ણ આલબમ રજૂ કરવામાં આવ્યા હતા.[૬૦]

ઇ સ્ટ્રીટ બૅન્ડનું આ છેલ્લું પરફોર્મન્સ હોવાની અટકળો વચ્ચે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ ટૂર નવેમ્બર 2009માં ન્યૂ યોર્કના બફેલોમાં પૂરી થઈ, પરંતુ શો દરમિયાન સ્પ્રિન્ગસ્ટીને એવું જણાવ્યું કે તે "ટૂંકાગાળા પૂરતું" ગૂડબાય જ હતું. [૬૧]

2009માં, સ્પ્રિન્ગસ્ટીને એક દસ્તાવેજી ફિચર ફિલ્મ ધ પીપલ સ્પીકમાં કામ કર્યું. આ ફિલ્મમાં અમેરિકાના નાગરિકોના રોજબરોજના જીવનના પત્રો, ડાયરીઓ અને ભાષણોના નાટ્યાત્મક અને સંગીતમય પરફોર્મન્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ચિત્ર ઇતિહાસકાર હાવર્ડ ઝિનનાં "અ પીપલ'સ હિસ્ટરી ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ" પર આધારિત હતું.[૬૨]


ઓક્ટોબર 2009માં, રોક એન્ડ રોલ હોલ ઓફ ફૅમની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ લાભાર્થી સમારોહ[૬૩]માં યુ2, સ્ટીવ વન્ડર અને અરેથા ફ્રેન્કલિન જેવા કલાકારો ઉપરાંત બ્રુસ સ્પ્રિન્ગસ્ટીને પણ મુખ્યપણે ગીતો રજૂ કર્યા.

17 નવેમ્બર, 2009ના રોજ, કાર્નેગી હોલમાં યોજાયેલા ઓટિઝમ સ્પીક્સના લાભાર્થે યોજાયેલા એક ચેરિટી સમારોહમાં સ્પ્રિન્ગસ્ટીને ગીતો રજૂ કર્યાં.[૬૪] તેમણે "ઇફ આઇ શુડ ફોલ બિહાઇન્ડ" ગીત વગાડ્યું, જે તમામ લોકોને સ્વીકૃતિ અને સહાયની, અને આ કિસ્સામાં લોકોમાં જોવા મળતા ઓટિઝમની વાત કરે છે.

6 ડિસેમ્બર, 2009ના રોજ, અન્ય સહિત સ્પ્રિન્ગસ્ટીનને પણ કેનેડી સેન્ટર ઓનર્સ મળ્યું, આ એક વાર્ષિક પુરસ્કાર છે કે જે કલાવિશ્વના નામાંકિત લોકોને અમેરિકાની સંસ્કૃતિમાં યોગદાન બદલ આપવામાં આવે છે.[૬૫] કેનેડી સેન્ટર ખાતેના સત્તાવાર સમારોહ પૂર્વે, પ્રમુખ ઓબામા અને શ્રીમતી મિશેલ ઓબામા દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્રના છ વ્યક્તિત્વનું સન્માન કરવામાં આવ્યું. પોતાના સંબોધન દરમિયાન, પ્રમુખે કેવી રીતે સ્પ્રિન્ગસ્ટીને સામાન્ય અમેરિકન નાગરિકોના જીવનને પોતાના મૂલ્યવાન ગીતો વડે ભરી દીધું તે વિશે અને સ્પ્રિન્ગસ્ટીનના સમારોહ બીબાઢાળ રોક-એન્ડ-રોલ સમારોહથી કેવી રીતે અલગ હતા, અને સ્પ્રિન્ગસ્ટીનના સમારોહ હાઇ-એનર્જી હોવા છતાં પણ કેવી રીતે "ભાઈચારાપૂર્ણ" હતા તે વિશે વાત કરી હતી. પ્રમુખ ઓબામાએ પોતાની એક ટિપ્પણી સાથે વ્યક્તવ્ય પૂરું કર્યું કેઃ "વી આર વન" સમારોહની જેવા દિવસો અને આજના દિવસે આપણને એક વાત યાદ આવે કે હું પ્રમુખ છું, તે બોસ છે." 6 ડિસેમ્બર, 2009ના રોજ સત્તાવાર પુરસ્કાર સમારોહ દરમિયાન, જોન સ્ટુઅર્ટ, બેન સ્ટિલર, એડી વેડર, સ્ટિન્ગ અને મેલિસા એથેરિજ જેવા સુપ્રસિદ્ધ ખ્યાતિપ્રાપ્ત લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

જોન સ્ટુઅર્ટે શ્રી સ્પ્રિન્ગસ્ટીન પ્રત્યે આદર વ્યક્ત કરતી રમુજી અલબત્ત હદયસ્પર્શી રીતે પોતાનું સંબોધન શરૂ કર્યું- "હું કોઇ સંગીત વિવેચક નથી. ઇતિહાસકાર નથી, કે સંગ્રાહક નથી. અમેરિકાના ગીતોના ઇતિહાસમાં બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન ક્યાં છે તે હું આપને કહી શકું તેમ નથી. તેમના કામ કે પછી આપણા મહાન રાષ્ટ્રની લોક અને મૌખિક ઇતિહાસની પરંપરાઓ સાથેના તેમના જોડાણ પર હું પ્રકાશ પાડી શકું નહિં. પરંતુ હું ન્યૂ જર્સીમાંથી આવું છું. આથી, મને જે લાગે છે તે હું કહી શકું. મને એવું લાગે છે કે બોબ ડાયલેન અને જેમ્સ બ્રાઉનનું એક સંતાન હતું. ‘હા’. તે લોકોએ આ બાળકને છોડી દીધું. આપ લોકો એ સમયની કલ્પના કરી શકો છો તે મુજબ...સમાન ગૌત્રના, તેમની વચ્ચે જાતીય સંબંધો હતા...તેમણે જર્સી ટર્નપાઇક પર 8એ અને 9ના અદલાબદલી કરી બહાર નીકળવાના રસ્તાની વચ્ચેના માર્ગની એક બાજુએ આ બાળકને છોડી દીધું...આ બાળક હતું બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન." તેમણે વધુ જણાવ્યા પ્રમાણે, "હું માનું છું કે બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન ગીતરચનાની કુશળતા, સંગીતની મહારથ અને નિરંકુશ પારદર્શિતા, શુદ્ધ આનંદનું અણધાર્યું મિશ્રણ છે. તેમની વાત કહેવાની રીતમાં અત્યંત જાણીતો વિપુલ ઉત્સાહ છે, અગાઉ ક્યારેય વાર્તાઓ આટલી સારી અને આટલી અનોખી રીતે કહેવામાં આવી નથી. અમને હું જાણું છું કે હવે તેમને આ બધાથી નફરત છે. તેઓ એક શરમાળ વ્યક્તિ છે, અને પોતાના નાના સૂટ સાથે નાના બોક્સમાં બેસવું તેમને પસંદ નથી. ઇન્દ્રધનુષી રંગો અથવા તો જે કંઈ તેમણે પહેરેલું છે તે તેમને પસંદ નથી. તેઓ ઇચ્છે કે તેમની જોડે તેમનું ગિટાર પણ હોય અને હું ચૂપ થઈ જાઉ, પરંતુ હું ચૂપ થઈશ નહીં. તેઓ બોસ છે... પરંતુ જ્યાં સુધી મને ઉત્સુકતા જાગે ત્યા સુધીનો લાંબા સમય મને તેમનું સંગીત સમજાતું નથી. જ્યારે મેં તે બાબતો અંગે સવાલો કરવાનું શરૂ કર્યું ત્યાં સુધીમાં તો હું મારા જીવનમાં જ તે બધું કરતો થઇ ગયો. ત્યાં સુધીમાં મને સમજાઇ ગયું કે આનો અર્થ સ્ટેજ પર આનંદપૂર્વક પરેડ કરવી અને નાટકબાજી કરવી તે નથી. આ ફક્ત બદલાઇ શકનારા જીવનની વાર્તા વિશે જ નથી. અને એકમાત્ર એવી સ્થિતિ છે કે જેને પ્રાપ્ત કરવામાં આપ અસફળ થઇ શકો છો અને તે છે યથાસ્થિતિ. જીવનમાં ફક્ત એક જ ચીજ, એક જ અસફળતા જ નથી કે જે આપણી સ્થિતિને બદલવાની કોશિસ કરે છે. અને તે મારી સાથે તાલમાં તાલ મિલાવતો, અને હું કહેતો કે... ભગવાન જાણે છે કે જો સ્પ્રિન્ગસ્ટીનના પ્રેરણાદાયક શબ્દો અને સંગીત ન હોત તો કદાચ હું આજે અહીં ન હોત, આ કારોબારમાં પણ ન હોત."

ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર વિજેતા લેખક રોન કોવિક ત્યારપછી મંચ આવીને જણાવ્યું કે કેવી રીતે તેઓને 1978માં હોલિવૂડમાં હોટલ સનસેટ માર્ક્વસમાં બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને સૌપ્રથમવાર મળવાનું થયું હતું. અનાયાસે થયેલી આ મુલાકાતમાં બન્નેએ એકબીજાને પોતાના કામ વિશે માહિતી આપી, અને બોર્ન ઓન ધ ફોર્થ ઓફ જુલાઈ ના લેખક અને વિયેતનામ વેટરન તથા બોર્ન ઇન ધ યુ.એસ.એ. ના સંગીતકાર વચ્ચે મૈત્રીનો પ્રારંભ થયો. કોવિકે સ્પ્રિન્ગસ્ટીનને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી, જેનો પ્રારંભ રોબ મેથેસના ઓલ-સ્ટાર બૅન્ડ દ્વારા "ટેન્થ એવન્યુ ફ્રીઝ-આઉટ"ની રજૂઆતથી થયો, ત્યારબાદ ગ્રેમી એવોર્ડ-વિજેતા સંગીતકાર જોન મેલેનકેમ્પે "બોર્ન ઇન ધ યુ.એસ.એ." ગણગણ્યું. ત્યારપછી અનેક ગ્રેમી એવોર્ડ વિજેતાઓ બૅન હાર્પર અને જેનિફર નેટ્લસ સહિત રોબ મેથેસ બેન્ડે "માય ફાધર'સ હાઉસ" , "ગ્લોરી ડેઝ" અને "આઇ એમ ઓન ફાયર"ની મનમોહક રજૂઆત કરી. ગ્રેમી એવોર્ડ અને એકેડમી એવોર્ડ વિજેતા સંગીતકાર મેલિસ્સા એથેરિજે "બોર્ન ટુ રન"ની સમારોહ માટેની આવૃત્તિ રજૂ કરી, ત્યારપછી ગ્રેમી એવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા ગાયક એડી વેડરે "માય સિટી ઓફ રુઇન્સ"ની દાહક રજૂઆત કરી. આ ઝાકમઝોળભર્યા સમારોહના સમાપનમાં આખરે સંગીતના માંધાતા સ્ટિન્ગ કે જેઓ પોતે અનેક ગ્રેમી, ગોલ્ડન ગ્લોબ તથા એમી એવોર્ડ વિજેતા છે, તેમણે "ધ રાઇઝિંગ"ની યાદગાર રજૂઆત સાથે સમારોહ પૂરો કર્યો જેમાં તેમની સાથે જોયસ ગારેટ કોઇર અને અન્ય કલાકારો જોડાયા. આ શ્રદ્ધાંજલિ શૉ દરમિયાન, પ્રમુખ ઓબામા, શ્રીમતી ઓબામા અને અન્ય અન્ય આદર સાથે શ્રી સ્પ્રિન્ગસ્ટીનની વિરાટ પ્રતિભાને નિહાળી રહ્યાં હતા.


22 જાન્યુઆરી, 2010ના રોજ, સ્પ્રિન્ગસ્ટીને જ્યોર્જ ક્લૂને દ્વારા 2010માં હૈતીમાં આવેલા ભૂકંપના પિડીતોને મદદરૂપ થવા માટે નાણાં એકત્ર કરવા જ્યોર્જ ક્લૂની યોજાયેલાHope for Haiti Now: A Global Benefit for Earthquake Relief‎ ,[૬૬] એક સમારોહમાં સ્પ્રિન્ગસ્ટીન અને અન્ય ઘણાં ખ્યાતનામ કલાકારો જોડાયા.


એ વાત અત્યંત જાણીતી છે કે સ્પ્રિન્ગસ્ટીન વિવિધ સ્થાનિક ખોરાક બેન્કો સાથે, ખાસ કરીને ન્યૂ જર્સીની ફૂડ બેન્ક સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યાં છે. સમારોહો દરમિયાન, તેઓ પોતાનો ટેકો જાહેર કરવાની પરંપરાનો સામાન્યરીતે ભંગ કરતા અને બાદમાં સમારોહ દરમિયાન કુલ એકત્રીકરણમાં પોતાના નાણાં ઉમેરી દેતા. 3 નવેમ્બર, 2009ના રોજ યોજાયેલા ચારલોટ્ટ, એનસી સમારોહ દરમિયાન, તેમણે એકત્રીકરણની પ્રક્રિયાનો પ્રારંભ કરવા માટે સ્થાનિક ફૂડ બેન્ક માટે 10,000 ડોલરના દાન સાથે શરૂઆત કરી - અને બાદમાં ફરી પોતાના નાણાં ઉમેર્યાં.

2000ના દશકના અંતભાગમાં રોલિંગ સ્ટોન મેગેઝિન[૬૭] દ્વારા સ્પ્રિન્ગસ્ટીનને દશકના આઠ કલાકારો પૈકીના એક જાહેર કરવામાં આવ્યા અને પૂરા દશક દરમિયાન સંગીત સમારોહના કુલ વકરાની દ્રષ્ટિએ સ્પ્રિન્ગસ્ટીનની ટૂર્સનો ક્રમ ચોથો હતો.[૬૮]

22 જૂન, 2010ના રોજ તેમણે વર્કિંગ ઓફ અ ડ્રીમ ટૂર શીર્ષકLondon Calling: Live in Hyde Park ધરાવતી એક ડીવીડી બહાર પાડી.

અંગત જીવન

[ફેરફાર કરો]
2005માં ન્યૂ જર્સીના આસ્બરી પાર્કમાં સ્પ્રિન્ગસ્ટીન.
2 નવેમ્બર, 2008ના રોજ [142] એક રેલીના સ્ટેજ પર ઓબામા કુટુંબને મળતું સ્પ્રિન્ગસ્ટીન કુટુંબ.

35 વર્ષની વયે સ્પ્રિન્ગસ્ટીને 25 વર્ષની જુલિયા ફિલીપ્સ (જન્મ 6 મે, 1960) સાથે ઓરેગોનના લૅક ઓસ્વેગો ખાતે લગ્ન કર્યાં, ત્યાં સુધી તેઓ કુંવારા રહ્યાં હતા. તેમના લગ્ન 13 મે, 1985ના રોજ થયા હતા. આ લગ્નને કારણે તેણીની અભિનયની કારકિર્દી પૂરબહારમાં ખીલી હતી, અલબત્ત આ બન્ને ભિન્ન પશ્ચાદભૂ ધરાવતા હતા, અને સ્પ્રિન્ગસ્ટીનની સતત મુસાફરીએ તેમના લગ્નજીવનનો ભોગ લીધો. પેટ્ટી સિયાલ્ફા (જન્મ 29 જુલાઈ, 1953) સાથે બ્રુસનું લફરૂં શરૂ થતાં તેમના લગ્નજીવન પર છેલ્લો પ્રહાર થયો. સિયાલ્ફા સ્પ્રિન્ગસ્ટીનનાં બૅન્ડમાં જોડાઇ તેના ટૂંક સમય બાદ 1984માં તેમણે ટૂંકાગાળા માટે ડેટિંગ કર્યું હતું. ફિલીપ્સ અને સ્પ્રિન્ગસ્ટીન 1988ની પાનખરમાં જૂદા થઈ ગયા, અને 30 ઓગસ્ટ, 1988ના રોજ જુલિયાએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી. 1 માર્ચ, 1989ના રોજ સ્પ્રિન્ગસ્ટીન/ફિલીપ્સના છૂટાછેડા થઇ ગયા.

1988માં પોતાની પત્નીએ છૂટાછેડા માટે અરજી દાખલ કર્યા બાદ, બ્રુસે સિયાલ્ફા સાથે રહેવાનું શરૂ કર્યું. સ્પ્રિન્ગસ્ટીન અને સિયાલ્ફાએ જે રીતે સંબંધ સ્થાપ્યા તે ઉતાવળ માટે સ્પ્રિન્ગસ્ટીનની ઘણી આલોચના થઈ. 1995માં ધ એડવોકેટ સાથેની એક મુલાકાતમાં સ્પ્રિન્ગસ્ટીને પોતાના યુગલના થઇ રહેલા નકારાત્મક પ્રચાર વિશે જણાવ્યું હતું. "આ એક વિચિત્ર સમાજ છે જે કોઇએ કોને પ્રેમ કરવો જોઇએ અને કોની સાથે પ્રેમ ન કરવો જોઇએ તે નક્કી કરવાનો અધિકાર ધારણ કરી લે છે. પરંતુ સત્ય એ છે કે, મેં મારાથી થઇ શકે એટલી આ મામલાની અવગણના કરી છે." મારું કહેવું છે કે, સારુ, મને બધું વાસ્તવિક લાગે છે અને કદાચ મેં અહીં આવીને ભૂલ કરી હોય, પરંતુ આ જીવન છે." 1990માં સ્પ્રિન્ગસ્ટીન અને સિયાલ્ફાના સૌપ્રથમ સંતાન, પુત્ર ઇવાન જેમ્સનો જન્મ થયો. બ્રુસ અને પેટ્ટીએ 8 જૂન, 1991ના રોજ જ્યારે લગ્ન કર્યાં ત્યારે તેઓ તેમના બીજા સંતાન, પુત્રી જેસિકા રાઇને આવકારવાની તૈયારી કરી રહ્યાં હતા. "હું છૂટાછેડાની વિધિમાંથી પસાર થઇ રહ્યો હતો, અને તે ખરેખર મુશ્કેલ અને પીડાદાયક હતી અને મને ફરી લગ્ન કરતા ખૂબ ડર લાગતો હતો. મારી અંદરથી અવાજ આવ્યો કે એનાથી શું ફરક પડે છે? પણ તેનાથી ફરક પડે છે. લગ્ન ફક્ત જોડે રહેવાથી કંઈક અલગ છે. First of all, stepping up publicly- which is what you do: You get your license, you do all the social rituals- is a part of your place in society and in some way part of society's acceptance of you...


પેટ્ટી અને મને લાગ્યું કે તેનાથી ફરક પડે છે.[૬૯] આ દંપતિના સૌથી નાના સંતાન સેમ રાયનનો જન્મ 5 જાન્યુઆરી 1994ના રોજ થયો. આ કુટુંબ ન્યૂ જર્સીના રુમસનમાં રહે છે, અને તે નજીકના કોલ્ટસ નેકમાં એક ઘોડાના ફાર્મની માલિકી ધરાવે છે. સ્પ્રિન્ગસ્ટીન વેસ્ટ પામ બીચ નજીકની સમૃદ્ધ હોર્સ કમ્યૂનિટી, ફ્લોરિડા- વેલિંગ્ટનમાં બે બાજુબાજુના ઘરની માલિકી ધરાવે છે. તેનો મોટો દીકરો ઇવાન હાલમાં મેશેચ્યુસેટ્સના ન્યૂટનમાં એક ગામ ચેસ્ટન્ટ હિલમાં આવેલી બોસ્ટન કોલેજમાં અભ્યાસ કરે છે. તેની દીકરી જેસિકા સ્પ્રિન્ગસ્ટીન રાષ્ટ્રીયસ્તરની ચેમ્પિયન અશ્વસવાર છે.[૭૦]


નવેમ્બર 2000માં સ્પ્રિન્ગસ્ટીન જેફ બર્ગર સામે સ્પ્રિન્ગસ્ટીને કાનૂની દાવો દાખલ કર્યો જેમાં બર્ગર પર અન્ય કેટલીક નામાંકિત વ્યક્તિઓના ડોમેઇન ઉપરાંત બ્રુસસ્પ્રિનગ્સ્ટીન.કોમ ડોમેઇન રજીસ્ટર કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો. બર્ગર તેની 1,000 સેલિબ્રિટી પોર્ટલ સાઇટ પર વેબ વપરાશકારોને ગેરમાર્ગે દોરતો હતો. કાનૂની ફરિયાદ દાખલ થતાં, બર્ગરે ડોમેઇનનો પ્રકાર બદલીને સ્પ્રિન્ગસ્ટીન બાયોગ્રાફી અને મેસેજ બોર્ડ એવું કરી દીધું. ફેબ્રુઆરી 2001માં, સ્પ્રિન્ગસ્ટીન બર્ગર સામેનો કાનૂની જંગ હારી ગયો. ડબ્લ્યુઆઇપીઓ પૅનલે બર્ગરની તરફેણમાં બે વિરુદ્ધ એક મતથી ચૂકાદો આપ્યો.[૭૧][૭૨]


સ્પ્રિન્ગસ્ટીનની પિતરાઇ અને આસિસ્ટન્ટ રોડ મેનેજર લેની સુલિવાનના મૃત્યુને કારણે 26 ઓક્ટોબર, 2009ના દિવસે કેન્સાસ શહેરના મિસૌરીમાં યોજાનારો વર્કિંગ ઓન અ ડ્રીમ ટૂરનો શો તેના પ્રારંભ થવાના નિર્ધારિત સમયના દોઢ કલાક પૂર્વે રદ કરવામાં આવ્યો.[૭૩] સ્પ્રિન્ગસ્ટીન એક અત્યંત જાણીતા લોકપ્રિય પરફોર્મર અને કલાકાર તરીકે શાંત અને ખાનગી જીવન જીવ્યો. 1990ના દશકના પ્રારંભમાં તેણે લોસ એન્જલિસથી ન્યૂ જર્સીમાં સ્થળાંતર કર્યું. પોતાના કુટુંબને વણજોઇતી પ્રસિદ્ધિ અને ફોટોગ્રાફરોથી દૂર રહીને જીવી શકે એ માટે તેણે આવું કર્યું. પોતાની આખરી પત્રકાર પરિષદ યોજ્યાના 25 વર્ષ બાદ સુપરબૉલ XLIIIના હાફટાઇમ શૉની પત્રકાર પરિષદમાં સ્પ્રિન્ગસ્ટીને હાજરી આપી. જો કે, તે કેટલીક રેડિયો મુલાકાતમાં હાજર રહ્યો હતો, જેમાં એનપીઆર અને બીબીસી પર આપેલી મુલાકાતો નોંધનીય હતી. પોતાના આલબમ મેજિક ને પ્રોત્સાહન આપવા માટેની પોતાની ટૂર પૂર્વે તેણે ટીવી પર પ્રસારિત થયેલ 60 મિનિટ્સ[૭૪]ની લંબાણપૂર્વકની મુલાકાત આપી તે તેની પ્રસારિત થયેલી સૌથી લાંબી મુલાકાત હતી.

ઇ સ્ટ્રીટ બૅન્ડ

[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 1974 સુધી ઇ સ્ટ્રીટ બૅન્ડ તેના સત્તાવાર નામે જાણીતું થયું નહોતું, તેમછતાં તેનો પ્રારંભ ઓક્ટોબર 1972માં જ થયો હોય એવું મનાય છે.[૭૫][૭૬] 1995માં ટૂંકાગાળા માટેના પુનઃગઠનના અપવાદને બાદ કરીએ તો, ઇ સ્ટ્રીટ બૅન્ડ 1998ના અંતથી લઇને 1999ના પ્રારંભ સુધી નિષ્ક્રિય રહ્યું હતું.

હાલના સભ્યો

[ફેરફાર કરો]
  • બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન - મુખ્ય ગાયક, ગિટાર, હાર્મોનિકા, પિયાનો
  • ગેરી ટેલેન્ટ - બાસ ગિટાર, ટ્યુબા
  • ક્લેરેન્સ "બિગ મેન" ક્લેમોન્સ - સેક્સોફોન, પર્ક્યુઝન, સહાયક ગાયન
  • મેક્સ વેઇનબર્ગ - ડ્રમ્સ, પર્ક્યુઝન (સપ્ટેમ્બર 1974માં જોડાયો)
  • રોય બિટ્ટન - પિયાનો, કિબોર્ડસ (સપ્ટેમ્બર 1974માં જોડાયો)
  • સ્ટીવ વૅન ઝેન્ડટ - મુખ્ય ગિટાર વાદક,[૭૭][૭૮] સહાયક ગાયન, મેન્ડેલિન (પાછલા બૅન્ડ્સમાં વગાડ્યા બાદ સત્તાવારરીતે જુલાઈ 1975માં જોડાયો; પોતે એકલા ગાયન કરવા માટે 1982માં છોડ્યું, છતાં અવારનવાર બૅન્ડમાં દેખાતો રહ્યો, અને 1995ના પ્રારંભમાં બૅન્ડમાં પુનઃ જોડાયો; "અધર બૅન્ડ" ટૂર દરમિયાન જોવા મળ્યો).
  • નિલ્સ લોફ્ગ્રેન - ગિટાર, પેડલ સ્ટીલ ગિટાર, સહાયક ગાયક (જૂન 1984માં સ્ટીવ વૅન ઝૅન્ડટનું સ્થાન લીધું; વૅન ઝેન્ડટની વાપસી બાદ ગ્રૂપમાં રહ્યો)
  • પેટ્ટી સિયાલ્ફા - સહાયક અને યુગલ ગાયન, ધ્વનિત ગિટાર, પર્ક્યુઝન (જૂન 1984માં જોડાઇ; 1991માં સ્પ્રિન્ગસ્ટીનની પત્ની બની)
  • સૂઝી ટાયરેલ- વાયોલિન, ધ્વનિત ગિટાર, પર્ક્યુઝન, સહાયક ગાયન (2002માં જોડાઇ,[૭૯] તે પૂર્વે પ્રસંગોપાત જોવા મળતી)
  • ચાર્લ્સ ગિયોર્ડાનો- ઓર્ગન, એકોર્ડિયન, ગ્લોકેન્સ્પિયેલ (મૂળ તે સેશન્સ બૅન્ડનો સભ્ય હતો, 2007ના અંતભાગમાં ડેની ફેડેરિકીની માંદગી દરમિયાન ઇ સ્ટ્રીટ બૅન્ડમાં હંગામી ધોરણે જોડાયો હતો. એપ્રિલ 2008માં ફેડેરિકીના નિધન બાદ ઇ સ્ટ્રીટ બેન્ડ સાથે વગાડવાનું ચાલુ રાખ્યું)[૮૦]

ભૂતપૂર્વ સભ્યો

[ફેરફાર કરો]
  • વિની "મેડ ડૉગ" લોપેઝ - ડ્રમ (ફેબ્રુઆરી 1974માં શરૂઆત, રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું ત્યા સુધી)
  • ડેવિડ સેન્શિયસ - કિબોર્ડ (જૂન 1973થી ઓગસ્ટ 1974)
  • અર્નેસ્ટ "બૂમ" કાર્ટર - ડ્રમ (ફેબ્રુઆરીથી ઓગસ્ટ 1974)
  • સુકી લહાવ - વાયોલિન, સહાયક ગાયન (સપ્ટેમ્બર 1974થી માર્ચ 1975)
  • ડેની ફેડેરિકી - ઓર્ગન, એકોર્ડિયન, ગ્લોકેન્સ્પિયેલ (17 એપ્રિલ, 2008ના રોજ મેલાનોમાને કારણે મૃત્યુ પામ્યો)
  • જેય વેઇનબર્ગ - ડ્રમ, પર્ક્યુઝન (2009ની ટૂરનો કેટલોક સમય પોતાના પિતાની અવેજીમાં)

ફિલ્મ/ચલચિત્ર

[ફેરફાર કરો]

ફિલ્મોમાં સંગીતનો ઉપયોગ

[ફેરફાર કરો]

સ્પ્રિન્ગસ્ટીનનું સંગીત લાંબા સમયથી ફિલ્મોમાં વપરાતું આવ્યું છે. 1983માં આવેલી જોન સાયલેસની ફિલ્મ બેબી, ઇટ્સ યૂ થી તેના સંગીતનો રૂપેરી પરદા પર ઉપયોગ થવો શરૂ થયો જેમાં બોર્ન ટુ રન નાં વિવિધ ગીતો ચમક્યાં હતા. સ્પ્રિન્ગસ્ટીને સાયલેસ સાથે બાંધેલા સંબંધો થોડા વર્ષો પછી પુનઃ તાજા બન્યા, અને સાયલેસે બોર્ન ઇન ધ યુ.એસ.એ. અને ટનેલ ઓફ લવ ના વિડીયો ગીતોનું નિર્દેશન કર્યું. "(જસ્ટ અરાઉન્ડ ધ કોર્ન ટુ ધ) લાઇટ ઓફ ડે" ગીત અગાઉ માઇકલ જે. ફોક્સ/ જોન જેટ્ટના વ્હીલક લાઇટ ઓફ ડે માટે લખવામાં આવ્યું હતું. 1989માં આવેલી બ્રુસ વિલિસ અને એમિલી લોઇડ અભિનિત ફિલ્મ "ધ કન્ટ્રી"માં ઠેકઠેકામે "આઇ એમ ઓન ફાયર" અને સ્પ્રિન્ગસ્ટીનના ઘણા ગીતો રાખવામાં આવ્યા હતા. 2000માં આવેલી જોન કુસાક અને જૅક બ્લેક દ્વારા અભિનિત ફિલ્મ "હાઇ ફિડેલિટી"માં એક સ્વપ્નના દ્વશ્યમાં સ્પ્રિન્ગસ્ટીનને તેમને પ્રેમ અંગેની સલાહ આપતો દર્શાવવામાં આવ્યો હતો.

તેના મૂળ કાર્યનો ફિલ્મોમાં અવારનવાર ઉપયોગ કરવામાં આવ્યો છે અને સ્પ્રિન્ગસ્ટીનને જોનાથન ડેમ્મેની ફિલ્મ ફિલાડેલ્ફિયા (1993)ના તેના "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા" ગીત માટે ઓસ્કાર મળ્યો હતો. 1995માં આવેલી ડેડ મેન વૉકિંગ ફિલ્મના "ડેડ મેન વોકિન " માટે તેને બીજીવાર ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો હતો.[૮૧]

સીન પૅનની 1995માં આવેલી ફિલ્મ ધ ક્રોસિંગ ગાર્ડ ની શરૂઆતની નામાવલીમાં સ્પ્રિન્ગસ્ટીનનું ગીત "મિસિંગ" વાગે છે. આ ફિલ્મ 2003માં "ધ એસેન્શિયલ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન"માં રજૂ થઈ હતી.

સ્પ્રિન્ગસ્ટીનના 1995ના આલબમ ગ્રેટેસ્ટ હિટ્સ માં સૌપ્રથમવાર ચમકેલું ગીત "સિક્રેટ ગાર્ડન"નો કેમેરોન ક્રોવની 1996ની ફિલ્મ જેરી મેગ્વાયર માં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2007માં આવેલી ફિલ્મ ઇન ધ લેન્ડ ઓફ વુમન માં સ્પ્રિન્ગસ્ટીનના ગીત "આઇસમેન"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અલબત્ત તે સાઉન્ડટ્રેકમાં દેખાયું નહોતું.[૮૨]

ડૅરેન એરોનોફસ્કીની 2008ની ફિલ્મ ધ રેસલર માટે સ્પ્રિન્ગસ્ટીને એપોનિમસ સોન્ગ પણ લખ્યું હતું. આ ગીતને શ્રેષ્ઠ મૌલિક ગીતનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો અને "કોઇ એક ફિલ્મના શ્રેષ્ઠ ગીત" તરીકે તેને એમટીવી મૂવી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું હતું. એકેડમીએ માત્ર ત્રણ ગીતોને નામાંકિત કરવાનો નિર્ણય કરતા આ ગીતને એક પણ નોમિનેશન મળ્યું નહોતું, આમ આ ગીત એકેડમી એવોર્ડમાં ફસડાઇ પડ્યું હતું.

આદમ સેન્ડલરની ફિલ્મ રેઇન ઓવર મી માં આલબમ "ધ રીવર"નો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ આલબમના બે ગીત, "ડ્રાઇવ ઓલ નાઇટ" અને "આઉટ ઇન ધ સ્ટ્રીટ્સ"ને પાશ્ચાદભૂમિમાં વાગતા સંગીત તરીકે વગાડવામાં આવ્યા હતા. આદમ સેન્ડલરની અન્ય એક ફિલ્મ "બિગ ડેડી"માં છેલ્લે એક મૉન્ટાજ પર સ્પ્રિન્ગસ્ટીનનું ગીત "ગ્રોવિન' અપ" વગાડવામાં આવ્યું છે.

1997માં આવેલી ફિલ્મ કૉપ લેન્ડમાં સિલ્વેસ્ટર સ્ટૅલોનના પાત્રને ગોળાકાર ફરતા ટેબલ પર સ્પ્રિન્ગસ્ટીનના ધ રીવર આલબમના ગીત "ડ્રાઇવ ઓલ નાઇટ" અને "સ્ટોલન કાર" વગાડતું દર્શાવવામાં આવ્યું છે.

"અ પરફેક્ટ સ્ટોર્મ", ધ વેડિંગ સિંગર અને રિસ્કી બિઝનેસ જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ સંગીત તરીકે સ્પ્રિન્ગસ્ટીનના ટ્રૅક "હંગરી હાર્ટ"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પાઇક લીની ફિલ્મ ટ્વેન્ટી ફિફ્થ અવર ના અંતની નામાવલીમાં સ્પ્રિન્ગસ્ટીનના ધ રાઇઝિંગ આલબમના "ધ ફઝ" ટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ, એરિક બાના અને ડ્ર્યુ બેરિમોર દ્વારા અભિનિત ફિલ્મ લકી યુ ના શરૂઆતના ટાઇટલ ટ્રૅકમાં સ્પ્રિન્ગસ્ટીનનાં "લકી ટાઉન" આલબમના એ જ નામના ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2007માં આવેલી ફિલ્મ ઇન ધ લેન્ડ ઓફ વુમન માં તેના આલબમ ટ્રેક્સ માંથી "આઇસમેન" ગીત લેવામાં આવ્યું છે. 2009માં આવેલા એક દસ્તાવેજી ચિત્ર ફૂડ ઇન્ક. ની છેવટમાં પસાર થતી નામાવલી દરમિયાન સ્પ્રિન્ગસ્ટીનને તેના ગીત ધિસ લેન્ડ ઇઝ યોર લેન્ડ ગીતને જીવંત ભજવતો દર્શાવવામાં આવ્યો છે.

2007માં આવેલી ફિલ્મ "ઘ હાર્ટબ્રેક કિડ"માં બ્રુસના ગીત "રોઝાલિટા (કમ આઉટ ટુનાઇટ)"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંગીત દ્વારા પ્રેરિત ફિલ્મો

[ફેરફાર કરો]

સ્પ્રિન્ગસ્ટીનના સંગીત દ્વારા પ્રેરણા પામેલી ફિલ્મોમાં સીન પેન દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ ધ ઇન્ડિયન રનર નો સમાવેશ થાય છે, જે પેને નોંધ્યા પ્રમાણે સ્પ્રિન્ગસ્ટીનના ગીત "હાઇવે પેટ્રોલમેન" દ્વારા પ્રેરિત છે.[૮૩]

કેવિન સ્મિથે ન્યૂ જર્સીના વતની સ્પ્રિન્ગસ્ટીનના "મોટા ચાહક" હોવાનો એકરાર કર્યો છે અને પોતાની ફિલ્મ જર્સી ગર્લ નું નામ સ્પ્રિન્ગસ્ટીનનાં પ્રસિદ્ધ ગીત ટોમ વેઇટ્સ પરથ રાખ્યું છે. આ ફિલ્મના સાઉન્ડટ્રેકમાં આ ગીતનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

સ્પ્રિન્ગસ્ટીને સૌપ્રથમવાર હાઇ ફિડેલિટી ફિલ્મમાં નાની અને મહત્વની ભૂમિકા કરી હતી અને એમટીવી મૂવી એવોર્ડ્સમાં આ ભૂમિકાને "બેસ્ટ કેમિયો ઇન અ મૂવી" તરીકે ચૂંટી કાઢવામાં આવી હતી.[૮૪][૮૫]

ડિસ્કોગ્રાફી

[ફેરફાર કરો]
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના 1988ના હ્યુમન રાઇટ્સ નાઉ! દરમિયાન આઇવરી કોસ્ટમાં ફેલિક્સ હોઉફોયેત-બોઇગ્ની ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્પ્રિન્ગસ્ટીન.પ્રવાસો

મહત્વના સ્ટુડિયો આલબમો (રિલીઝના સમયે યુ. એસ. બિલબોર્ડ 200માં ચાર્ટમા તેમના સ્થાન સહિત):

  • 1973: ગ્રીટિંગ્સ ફ્રોમ આસ્બરી પાર્ક, એન. જે. (–)
  • 1973: ધ વાઇલ્ડ, ધ ઇનોસન્ટ એન્ડ ધ ઇ સ્ટ્રીટ શફલ (–)
  • 1975: બોર્ન ટુ રન (#3)
  • 1978: ડાર્કનેસ ઓન ધ એજ ઓફ ટાઉન (#5)
  • 1980: ધ રીવર (#1)
  • 1982: નેબ્રાસ્કા (#3)
  • 1984: બોર્ન ઇન ધ યુ.એસ.એ. (#1)
  • 1987: ટનલ ઓફ લવ (#1)
  • 1992: હ્યુમન ટચ (#2)
  • 1992: લકી ટાઉન (#3)
  • 1995: ધ ઘોસ્ટ ઓફ ટોમ જોડ (#11)
  • 2002: ધ રાઇઝિંગ (#1)
  • 2005: ડેવિલ્સ એન્ડ ડસ્ટ (#1)
  • 2006: We Shall Overcome: The Seeger Sessions (#3)
  • 2007: મેજિક (#1)
  • 2009: વર્કિંગ ઓન અ ડ્રીમ (#1)

પુરસ્કારો અને સરાહના

[ફેરફાર કરો]
2009માં કેનેડી સેન્ટર ઓનર્સ મેળવનારા પાંચ લોકો પૈકી (જમણેથી બીજા) બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન

ગ્રેમી પુરસ્કારો

[ફેરફાર કરો]
સ્પ્રિન્ગસ્ટીન 20 ગ્રેમી એવોર્ડ જીત્યો હતો જે નીચે પ્રમાણે છે (દર્શાવવામાં આવેલા વર્ષો એ પુરસ્કાર સમારોહના વર્ષ નહી પણ જે વર્ષે એવોર્ડ અપાયો હતો તે વર્ષ છે):
  • બૅસ્ટ વોકલ પરફોર્મન્સ, મેલ, 1984, "ડાન્સિંગ ઇન ધ ડાર્ક"
  • બેસ્ટ રોક વોકલ પરપોર્મન્સ, મેલ, 1987, "ટનલ ઓફ લવ"
  • સોન્ગ ઓફ ધ યર, 1994, "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા"
  • બેસ્ટ રોક સોન્ગ, 1994, "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા"
  • બેસ્ટ રોક વોકલ પરફોર્મન્સ, સોલો, 1994, "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા"
  • બેસ્ટ સોન્ગ રીટન સ્પેસિફિકલી ફોર અ મોશન પિક્ચર ઓર ટેલિવિઝન, 1994, "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા"
  • બેસ્ટ કન્ટેમ્પરરી ફોક આલ્બમ, 1996, ધ ઘોસ્ટ ઓફ ટોમ જોડ
  • બેસ્ટ રોક આલબમ, 2002, ધ રાઇઝિંગ
  • બેસ્ટ રોક સોન્ગ, 2002, "ધ રાઇઝિંગ"
  • બૅસ્ટ મેલ રોક વોકલ પરફોર્મન્સ, 2002, "ધ રાઇઝિંગ"
  • બેસ્ટ રોક પરફોર્મન્સ બાય અ ડ્યુઓ ઓર ગ્રૂપ વિથ વોકલ, 2003, "ડિસઓર્ડર ઇન ધ હાઉસ" (વોરેન ઝેવોન સાથે)
  • બેસ્ટ સોલો રોક વોકલ પરફોર્મન્સ, 2004, "કોડ ઓફ સાયલન્સ"
  • બેસ્ટ સોલો રોક વોકલ પરફોર્મન્સ, 2005, "ડેવિલ્સ એન્ડ ડસ્ટ"
  • બેસ્ટ ટ્રેડિશનલ ફોક આલ્બમ, 2006, The Seeger Sessions: We Shall Overcome
  • બેસ્ટ લોન્ગ ફોર્મ મ્યુઝિક વિડીયો, 2006, વિન્ગ્સ ફોર વ્હીલ્સઃ ધ મેકિંગ ઓફ બોર્ન ટુ રન
  • બેસ્ટ સોલો રોક વોકલ પરફોર્મન્સ, 2007, "રેડિયો નોવ્હેર"
  • બેસ્ટ રોક સોન્ગ, 2007, "રેડિયો નોવ્હેર"
  • બેસ્ટ રોક ઇનસ્ટ્રુમેન્ટલ પરફોર્મન્સ, 2007, "વન્સ અપનો અ ટાઇમ ઇન ધ વૅસ્ટ"
  • બેસ્ટ રોક સોન્ગ, 2008, "ગર્લ્સ ઇન ધેયર સમર ક્લોથ્સ"
  • બેસ્ટ સોલો રોક વોકલ પરફોર્મન્સ, 2009, "વર્કિંગ ઓન અ ડ્રીમ"

આ પૈકીનો એકમાત્ર એવોર્ડ પણ પરંપરાઓથી પર એવું "મહત્વ" ધરાવે છે (ગીત, રેકોર્ડ અથવા આલબમ ઓફ ધ યર); સ્પ્રિન્ગસ્ટીન આ સિવાય પણ સંખ્યાબંધ વખત નામાંકિત થયા હતા, પરંતુ જીતી શક્યા નહોતા.

66મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

[ફેરફાર કરો]
  • "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા" માટે 1994માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફોર બેસ્ટ ઓરીજીનલ સોન્ગ
  • "ધ રેસલર" માટે 2009માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફોર બેસ્ટ ઓરીજીનલ સોન્ગ.[૪૭]

એકેડેમી એવોર્ડ

[ફેરફાર કરો]
  • ફિલાડેલ્ફિયા થી "સ્ટ્રીટ્સ ઓફ ફિલાડેલ્ફિયા" માટે 1993માં એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ ઓરીજીનલ સોન્ગ.[૮૬]

એમી એવોર્ડસ

[ફેરફાર કરો]

અન્ય સરાહના

[ફેરફાર કરો]

27 ઓક્ટોબર, 1975: બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન "ન્યૂઝવીક" અને "ટાઇમ"ના મુખપૃષ્ઠ પર એકસાથે જોવા મળ્યાં

  • 1997માં પોલર મ્યુઝિક પ્રાઇઝ.[૮૮]
  • 1999માં રોક એન્ડ રોલ હોલ ઓફ ફૅમમાં સમાવેશ.[૮૯]
  • 1999માં સોન્ગરાઇટર્સ હોલ ઓફ ફૅમમાં સમાવેશ.[૯૦]
  • 2007માં ન્યૂ જર્સી હોલ ઓફ ફૅમમાં સમાવેશ.[૯૧]
  • ન્યૂ જર્સી રાજ્ય ધારાસભા દ્વારા "ન્યૂ જર્સીના યુવાનોના બિનસત્તાવાર સ્તુતિગીત" તરીકે "બોર્ન ટુ રન" ગીત નિર્દિષ્ટ થયું; આ બાબત સ્પ્રિન્ગસ્ટીન હંમેશા વ્યંગાત્મક લાગતી હતી, કારણ કે આ ગીત "ન્યૂ જર્સી છોડવા વિશે હતું".[૯૨]
  • ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આઇ. પી. ગ્રિફીન દ્વારા 4 સપ્ટેમ્બર, 1999ના રોજ શોધી કાઢવામાં આવેલા લઘુગ્રહ 23990નું નામ સ્પ્રિન્ગસ્ટીનના માનમાં સત્તાવારરીતે તેમના નામ પરથી રાખવામાં આવ્યું.[૯૩]
  • કોઇપણ સમયના 100 મહાન કલાકારોની રોલિંગ સ્ટોન મેગેઝિને' 2004માં બહાર પાડેલી યાદીમાં સ્પ્રિન્ગસ્ટીનનો ક્રમ 23મો હતો.[૯૪]
  • ટાઇમ મેગેઝિનની 2008ના વર્ષના 100 સૌથી વધુ પ્રભાવી લોકોની યાદીમાં સમાવેશ.[૯૫]
  • 2009માં ધ રેસલરને શ્રેષ્ઠ ગીતનો ક્રિટિક'સ ચોઇસ એવોર્ડ એવોર્ડ જીત્યો.[૯૬]
  • સુપર બૉલ XLIIIના હાફ ટાઇમ શૉમાં ગીતોની રજૂઆત.
  • કેનેડી સેન્ટર ઓનર્સ, 2009.

પ્રભાવ

[ફેરફાર કરો]

પોતાના સંગીતમાં પોતાના વતન ન્યૂ જર્સીના મુખ્ય પ્રભાવ ઉપરાંત સ્પ્રિન્ગસ્ટીને તેમની ત્યારપછીની તથા અસંખ્ય અન્ય રેકોર્ડિંગ્સમાં બોન જોવી, આર્કેડ ફાયર, ગેસલાઇટ એન્થમ, ધ કોન્સ્ટેન્ટાઇન્સ, ધ હોલ્ડ સ્ટેડી, ધ નેશનલ, કિંગ્સ ઓફ લિયોન, ધ કિલર્સ, યુ2, જોની કેશનો પણ પ્રભાવ હોવાની નોંધ કરી હતી. તેમના ગીતોમાં મેલિસા એથેરિજ, જોની કેશ, મેકફ્લાય, ટીજન એન્ડ સારા, ડેમિઅન જુરાડો, એઇમી મેન, સોશિયલ ડિસ્ટોર્શન, રૅજ અગેઇન્સ્ટ ધ મશીન, બૅન હાર્પર, એરિક બકમેન, જોશ રિટ્ટર, ફ્રેન્ક ટર્નર, અને હેન્ક વિલિયમ્સ થ્રી તેમજ ખ્યાતનામ બૅન્ડ્સ જેમકે આર્કેડ ફાયર અને ધ નેશનલએ કામ કરેલું છે.[૯૭]

સંદર્ભો

[ફેરફાર કરો]
  • ઓલ્ટરમેન, એરિક. ઇટ એઇન'ટ નો સિન ટુ બી ગ્લેડ યુ આર એલાઇવ : ધ પ્રોમિસ ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન . લિટલ બ્રાઉન, 1999. આઇએસબીએન 81-7304-025-7
  • કોલેસ, રોબર્ટ. બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન'સ અમેરિકા: ધ પીપલ લિસનીંગ, અ પોએટ સિંગીંગ . રેન્ડમ હાઉસ, 2005. આઇએસબીએન 0-907061-05-0
  • ક્રોસ, ચાર્લ્સ આર.બેકસ્ટ્રીટ્સઃ સ્પ્રિન્ગસ્ટીન – ધ મેન એન્ડ હિઝ મ્યુઝિક હાર્મની બૂક્સ, ન્યૂ યોર્ક 1989/1992. આઇએસબીએન 0-517-58929-X. જેમાં 15 કરતા વધુ મુલાકાતો છે તથા રિલીઝ નહી થયેલી રચનાઓ સહિત સ્પ્રિન્ગસ્ટીનની સંપૂર્ણ યાદી છે. 1065-1990ના તમામ સંગીત સમારોહોની સંપૂર્ણ યાદી- તે પૈકીના મોટાભાગના ટ્રેકલિસ્ટ સાથે છે. અગાઉ લેવાયેલા સેંકડો ઉચ્ચ ક્વોલિટીના ચિત્રો.
  • ક્યુલેન, જિમ. બોર્ન ઇન ધ યુ.એસ.એ.: બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન એન્ડ ધ અમેરિકન ટ્રેડિશન . 1997; મિડલટાઉન, સીટી: વેસ્લેયાન યુનિવર્સિટી પ્રેસ, 2005. 1997ની નવી આવૃત્તિમાં અમેરિકાના ઇતિહાસ અને સંસ્કૃતિના બહોળા સંદર્ભમાં સ્પ્રિન્ગસ્ટીનનું કામ રજૂ કરવામાં આવ્યું છે. આઇએસબીએન 0-907061-05-0
  • એલિયટ, માર્ક અને એપ્પલ, માઇક. ડાઉન થંડર રોડ . સિમોન એન્ડ શુસ્ટર, 1992. આઇએસબીએન 0-907061-05-0
  • ગ્રાફ, ગેરી. ધ ટાઇઝ ધેટ બ્લાઇન્ડ: બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન એ ટુ ઇ ટુ ઝેડ . વિઝીબલ ઇન્ક, 2005. આઇએસબીએન 81-7304-025-7
  • ગ્યુટરમાન, જીમ્મી. રનઅવે અમેરિકન ડ્રીમ: લિસ્ટનીંગ ટુ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન .
  • દા કેપો, 2005. આઇએસબીએન 0-664-22359-1
  • હિલબર્ન, રોબર્ટ. સ્પ્રિન્ગસ્ટીન . રોલિંગ સ્ટોન પ્રેસ, 1985. આઇએસબીએન 81-7304-025-7
  • નોબલર, પીટર. ગ્રેગ મિશેલની ખાસ સહાય. "વ્હૂ ઇઝ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન એન્ડ વ્હાય આર વી સેયિંગ ઓલ ધીસ વન્ડરફૂલ થિંગ્ઝ એબાઉટ હિમ?", ક્રાવડેડી , માર્ચ 1973.
  • માર્શ, ડેવ. બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન: ટુ હાર્ટસ : ધ ડેફિનીટીવ બાયોગ્રાફી, 1972–2003 . રુટલેજ, 2004. આઇએસબીએન=0-521-66991-X(પાછલી બે માર્ષના જીવનચરિત્રોનું એકીકરણ, બોર્ન ટુ રન (1981) અને ગ્લોરી ડેઝ (1987).)
  • વૉલ્ફ, ડેનિયલ. 4 જુલાઈ, આસ્બરી પાર્ક: અ હિસ્ટરી ઓફ ધ પ્રોમિસ્ડ લેન્ડ . બ્લૂમ્સબરી, 2005. આઇએસબીએન 81-7304-025-7

વધુ વાંચન

[ફેરફાર કરો]
  • ગ્રિટિંગ્સ ફ્રોમ ઇ સ્ટ્રીટ: ધ સ્ટોરી ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન એન્ડ ધ ઇ સ્ટ્રીટ બૅન્ડ . ક્રોનિકલ બૂક્સ, 2006. આઈએસબીએન 84-666-1343-9.
  • ડેઝ ઓફ હોપ એન્ડ ડ્રીમ્ઝ : અન ઇન્ટિમેટ પોર્ટ્રેઇટ ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન . બિલબોર્ડ બૂક્સ, 2003. આઇએસબીએન=0-521-66991-X
  • રેસિંગ ઇન ધ સ્ટ્રીટ: ધ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન રીડર . પેંગ્વિન, 2004. આઇએસબીએન 0-14-200226-7
  • રનઅવે અમેરિકન ડ્રીમ: લિસનીંગ ટુ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન . દા કેપો પ્રેસ, 2005. આઇએસબીએન 0-664-22359-1
  • ધ ટાઇઝ ઘેટ બ્લાઇન્ડ: બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન એ ટુ ઇ ટુ ઝેડ . વિઝિબલ ઇન્ક પ્રેસ, 2005. આઇએસબીએન 81-7304-025-7
  • બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન: "ટોકિંગ" . ઓમનીબસ પ્રેસ, 2004. આઈએસબીએન 84-666-1343-9.
  • ફોર યુ: ઓરિજીનલ સ્ટોરીઝ એન્ડ ફોટોગ્રાફ્સ બાય બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન'સ લિજન્ડરી ફૅન્સ . એલકેસી, 2007. આઇએસબીએન 978-0-226-77142-7
  • બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન ઓન ટુર: 1968–2005 . ડેવ માર્શ બ્લૂમસબરી યુએસએ, 2006. આઇઅએસબીએન 978-1-4259-1198-0
  • ધ ગોસ્પેલ એકોર્ડિંગ ટુ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન: રોક એન્ડ રિડીમ્પશન ફ્રોમ આસ્બરી પાર્ક ટુ મેજિક . જેફરી બી. સિમીન્ક્વિઝ દ્વારા. વૅસ્ટમિન્સ્ટર જોન ક્નોક્સ પ્રેસ, 2008. આઇએસબીએન 978-0-226-77142-7
  • મેજિક ઇન ધ નાઇટ: ધ વર્ડઝ એન્ડ મ્યુઝિક ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન રોબ કિર્કપેટ્રિક દ્વારા. સેન્ટ માર્ટિન'સ ગ્રિફીન, 2009. આઇએસબીએન 0-907061-05-0
  • લેન્ડ ઓફ હોપ એન્ડ ડ્રીમ્ઝ: સેલિબ્રેટીંગ 25 યર્સ ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન ઇન આયર્લેન્ડ ગ્રેગ લ્યુઇસ અને મોઇરા શાર્કી દ્વારા. મેજિક રેટ બૂક્સ. આઇએસબીએન 978-0-226-77142-7

પાદટીપો

[ફેરફાર કરો]
  1. "Bruce Springsteen Guitar Gear Rig and Equipment". uberproaudio.com. મૂળ માંથી 2009-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-15.
  2. Ambrose, Anthony. "inTuneMusic Online: Bruce Springsteen @ East Rutherford 9/30". મેળવેલ 2009-10-04.
  3. Sklar, Rachel (2008-04-16). "Bruce Springsteen Endorses Obama". huffingtonpost.com. મેળવેલ 2009-07-23.
  4. "Bruce Springsteen – The Rising". musicbox-online.com. મેળવેલ 2009-07-23.
  5. "Top Selling Artists". riaa.com. મૂળ માંથી 2012-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-04.
  6. "The Celebrity 100". Forbes.com.
  7. "સ્પ્રિન્ગનો પરંપરાગત અર્થ "કૂદવું" એવો થાય છે; પરંતુ રૂઢિપ્રયોગની દ્વષ્ટિએ તેનો યોગ્ય અનુવાદ કૂદતો પથ્થર થાય છે.
  8. NIAF. "Italian American Contributions". મૂળ માંથી 2010-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-05.
  9. "Bruce's neapolitan origin" (Italianમાં). pinkcadillacmusic.wordpress.com. મેળવેલ 2010-03-05.CS1 maint: unrecognized language (link)
  10. વિલિયમ એદમ્સ રેઇટવેઇઝનર દ્વારા સંપાદિત કરાયા અનુસારનો બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનનો વંશવેલો
  11. "Bruce Springsteen - Biography". imdb.com. મેળવેલ 2010-03-21.
  12. ૧૨.૦ ૧૨.૧ ગ્લોરી ડૅઝ: 1980ના દશકમાં બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન . ડેવ માર્શ, 1987, પેજ. 88–89.
  13. સ્પ્રિન્ગસ્ટીન . રોબર્ટ હિલબર્ન, 1985, પેજ 28.
  14. "Musicians' best friends to be honored in Freehold". 2002-04-17. મૂળ માંથી 2012-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  15. Loder, Kurt (1984-12-06). "The Rolling Stone Interview: Bruce Springsteen". rollingstone.com. મૂળ માંથી 2009-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-21.
  16. રેસિંગ ઇન ધ સ્ટ્રીટ: ધ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન રીડર , પૅંગ્વિન, 2004.
  17. Brett, Oliver (2009-01-15). "'What's in a nickame?'". London: bbc.co.uk. મેળવેલ 2009-01-21.
  18. "Backstage With Bruce: Springsteen On His Early Work". National Public Radio. November 15, 2005. મેળવેલ 2009-02-02. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  19. Lester Bangs (1973-07-05). "Greetings From Asbury Park, NJ". Rolling Stone. મેળવેલ 2010-03-21.
  20. "History of Crawdaddy". crawdaddy.com. મેળવેલ 2010-03-21.
  21. Rockwell, John (1976-05-09). "Crawdaddy Party Mirrors Magazine". NY Times. મેળવેલ 2010-03-21.
  22. Lester Bangs (1975-11). "Hot Rod Rumble In The Promised Land". Creem. મૂળ માંથી 2002-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-21. Check date values in: |date= (મદદ)
  23. Stephen Metcalf (2005-05-02). "Faux Americana". Slate.
  24. ગ્યુટરમાન, જીમ્મી. રન-અવે અમેરિકન ડ્રીમ. કેમ્બ્રિજ, એમએ: દા કેપો પ્રેસ, 2005. 153. પ્રિન્ટ
  25. "Bruce Springsteen biography". મૂળ માંથી 2007-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-21.
  26. "People.com". મૂળ માંથી 2011-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  27. "Bruce Springsteen's Speech After Being Inducted into the Rock 'n Roll Hall of Fame".
  28. Tyrangiel, Josh (2002-08-05). "Bruce Rising". Time Magazine. પૃષ્ઠ 2 of 6. મૂળ માંથી 2007-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-23. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  29. Fricke, David (2009-02-05). "Bringing It All Back Home" (PDF). Rolling Stone. મૂળ (PDF) માંથી 2009-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-03.
  30. Jon Wiederhorn (2003-09-16). "Springsteen Is Box-Office Boss With Projected $120M Gross". મૂળ માંથી 2003-12-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  31. એબીસી ન્યૂઝ: એબીસી ન્યૂઝ
  32. Manzoor, Sarfraz (2006-05-14). "A runaway American dream". The Guardian. London. મેળવેલ 2010-04-27.
  33. બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન એન્ડ ધ સીગર સેશન બૅન્ડ – પોપમેટર્સ કન્સર્ટ રિવ્યૂ
  34. જેએસ ઓનલાઇન: બોર્ન ટુ સ્ટ્રમ
  35. શિકાગો ટ્રિબ્યૂન[હંમેશ માટે મૃત કડી]
  36. "ટેરી મેગોવર્ન, રેસ્ટ ઇન પીસ", Backstreets.com, ઓગસ્ટ 1, 2007. એક્સેસ્ડ ઓગસ્ટ 28, 2007.
  37. "'E Street Radio' Channel, dedicated to Bruce Springsteen and the E Street Band, returns exclusively to SIRIUS Satellite Radio". મૂળ માંથી 2009-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-21.
  38. Friedman, Roger (2007-10-30). "D-Day for Britney Spears: New CD 'Blackout' Drops : D-Day for Britney/Bruce: No Radio Play/Denise Rich Raises $5M for Cancer/Rotten Meets Cruise". Fox News. મેળવેલ 2008-03-22.
  39. "ટુ ડે શૉ: ધ બોસ રોક્સ ધ પ્લાઝા!". મૂળ માંથી 2009-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  40. "Springsteen Bandmate on Hiatus for Health Reasons". Reuters. 2007-11-22. મેળવેલ 2008-03-22.
  41. Sean Piccoli (2008-04-17). "Springsteen concert postponed over bandmate's death". South Florida Sun-Sentinel. મેળવેલ 2008-04-17.[હંમેશ માટે મૃત કડી]
  42. "Springsteen endorses Obama for president". Associated Press for USA Today. 2008-04-16. મેળવેલ 2008-04-16. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  43. "Bruce Springsteen News – Recording Artists' Eleventh Hour Campaigns – Mostly for Obama". idiomag. 2008-11-03. મેળવેલ 2008-11-03.
  44. "પિચફોર્ક: ન્યૂઝ". મૂળ સંગ્રહિત માંથી 2008-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-07.
  45. "Springsteen plays new 'Working on a Dream' tune at Obama rally in Cleveland". Cleveland Plain Dealer. 2008-11-02.
  46. Steve Hendrix and Jonathan Mummolo (January 18, 2009). "Jamming on the Mall for Obama". Washington Post.
  47. ૪૭.૦ ૪૭.૧ સ્પ્રિન્ગસ્ટીન, રેહમાન સ્નેગ મ્યુઝિકલ ગોલ્ડન ગ્લોબ્સ
  48. "Report: "The Boss" to play Super Bowl halftime show". Seattle Post Intelligencer. 2008-08-11.
  49. Pareles, Jon (2009-02-01). "The Rock Laureate". The New York Times. મેળવેલ 2009-01-29. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  50. શોર ફાયર મિડીયા સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન. 20 ડીસેમ્બર, 2008એ પુનઃ પ્રાપ્ત કરી.
  51. Lapointe, Joe (2009-01-30). "Springsteen Promises '12-Minute Party' at Halftime". The New York Times. મેળવેલ 2010-04-27.
  52. Wallace, Lindsay (2009-02-10). "Bruce Springsteen Exclusive: 'I Didn't Even Know I Was Up For A Grammy!'". MTV News. મૂળ માંથી 2009-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-07.
  53. "Ticketmaster & Springsteen". Idiomag.com. 2009-02-10. મેળવેલ 2009-02-12.
  54. Ray Waddell (2009-02-05). "Ticketmaster Responds To Springsteen Fans". Billboard.
  55. "Bruce Springsteen 'furious' with Ticketmaster". NME.com. 2009-02-05.
  56. ૫૬.૦ ૫૬.૧ ૫૬.૨ Mervis, Scott (2009-05-17). "Bruce Springsteen and E Street Band break tradition by improvising set list". Pittsburgh Post-Gazette. મેળવેલ 2009-06-21. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  57. "Glastonbury bows down to The Boss". BBC News. London. 2009-06-28. મેળવેલ 2009-06-29.
  58. "Bruce Springsteen covers The Clash at London Hyde Park". NME. 2009-06-29. મેળવેલ 2009-06-29.
  59. Pareles, Jon (2009-10-11). "For Springsteen and Giants Stadium, a Last Dance". The New York Times. મેળવેલ 2009-10-14.
  60. Lustig, Jay (2009-10-10). "Bruce Springsteen rocks Giants Stadium for the last time". The Star-Ledger. મેળવેલ 2009-10-14.
  61. Green, Andy (2009-11-23). "Bruce Springsteen and E Street Band "Say Goodbye for a Little While" as Tour Wraps in Buffalo". Rolling Stone. મૂળ માંથી 2010-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-04.
  62. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  63. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  64. http://www.autismspeaks.org/press/seinfeld_springsteen_concert.php
  65. "Obama honours Bruce Springsteen". BBC News. 2009-12-07. મેળવેલ 2010-04-27.
  66. "Bruce Springsteen performing 'We Shall Overcome'".
  67. "The Voices: Artists of the Decade". Rolling Stone. મૂળ માંથી 2009-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-19. line feed character in |title= at position 12 (મદદ)
  68. "Top Touring Artists of the Decade". Billboard. મેળવેલ 2009-12-19.
  69. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  70. Jaffer, Nancy (October 9, 2009). "Jessica Springsteen finishes second at Talent Search Finals East, deciding whether to pursue equitation". The Star-Ledger.
  71. ડબ્લ્યુઆઇપીઓ આર્બિટ્રેશન એન્ડ મિડીયેશન સેન્ટર વહીવટી પેનલનો નિર્ણય, બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન સામે જેફ બર્ગર અને બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન ક્લબ
  72. સ્મિથ, એન્ડ્ર્યુબ્રુસ સ્પ્રિન્ગસ્ટીન લોસીસ સાયબરસ્ક્વેટિંગ ડિસ્પ્યુટ, ધ રજિસ્ટ્રાર, ફેબ્રુઆરી 9, 2001.
  73. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  74. http://www.cbsnews.com/stories/2007/10/04/60minutes/main3330463.shtml
  75. Fricke, David (2009-01-21). "The Band on Bruce: Their Springsteen". Rolling Stone. મૂળ માંથી 2009-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-07.
  76. "Bruce Springsteen Bands: from Rogues to E Street Band, passing from Castiles and Steel Mill".
  77. લિટલ સ્ટીવન સ્પીક્સ સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન salon.com. સુધારો જાન્યુઆરી 1, 2008.
  78. ટોપ મ્યુઝિશિયન્સ આર કમ્પોઝિંગ ઓઅન ક્યુરિક્યુલા washingtonpost.com. સુધારો જાન્યુઆરી 1, 2008.
  79. અન્યની જેમ ટાયરેલ પૂર્ણ સમયની બૅન્ડ સભ્ય છે કે નહી તે સ્પષ્ટ નથી.: કેટલીક નામાવલી અને અખબારી યાદીઓ તેણીની નોંધ "સાથે" અથવા "ખાસ મહેમાન" તરીકે લીધી છે, જ્યારે કેટલાકમાં તેની હાજરી નથી; બીજી બાજુ, સ્પ્રિન્ગસ્ટીને મુલાકાતોમાં એવું જણાવેલું છે કે "સૂઝી અમારી સાથે છે."
  80. અન્યની જેમ ગિયોર્ડાનો પણ બૅન્ડનો પૂર્ણ સમયનો સભ્ય છે કે નહી તે પણ સ્પષ્ટ નથી.
  81. આઇએમડીબી – ડેડ મેન વોકિંગ
  82. http://www.imdb.com/name/nm0819803/
  83. Gleiberman, Owen (1991-10-11). "Blood Brothers". Entertainment Weekly. મૂળ માંથી 2008-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-18.
  84. હાઇ ફિડેલિટીમાં નાની ભૂમિકા વિશે લેખ સંગ્રહિત ૨૦૧૧-૦૮-૦૬ ના રોજ વેબેક મશિન એન્ટરટેઇન્મેન્ટ વિકલી
  85. બેસ્ટ કેમિયો એમટીવી એવોર્ડ
  86. "એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ ઓરિજીનલ સોન્ગ 1994". મૂળ માંથી 2011-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  87. લાઇવ ઇન એનવાયસી એમી એવોર્ડસ
  88. "પોલાર મ્યુઝિક પ્રાઇઝ". મૂળ માંથી 2004-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  89. રોક એન્ડ રોલ હોલ ઓફ ફૅમ
  90. "સોન્ગરાઇટર'સ હોલ ઓફ ફૅમ". મૂળ માંથી 2010-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  91. "NJ Hall of Fame". મૂળ સંગ્રહિત માંથી 2008-06-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-22.
  92. "A Brunch O' Bruce".
  93. (23990) સ્પ્રિન્ગસ્ટીન, આઇએયુ માઇનોર પ્લેનેટ સેન્ટર
  94. "The Immortals: The First Fifty". Rolling Stone Issue 946. Rolling Stone. મૂળ માંથી 2008-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  95. "ટાઇમ સામયિક". મૂળ માંથી 2013-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  96. 'ધ રેસલર' ગીત માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીતતો બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન
  97. "વૉશિંગ્ટન પોસ્ટ". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]