સભ્ય:Priyankamehta0707
સેલ્સ્ફોર્સ.કોમ
[ફેરફાર કરો]સેલ્સ્ફોર્સ.કોમ, ઈનકોર્પોરેટેડ એક અમેરીકન ક્લાઉડ કમ્પ્યુટીંગ કંપની છે જેનું મુખ્ય મથક સેન ફ્રાનસીસ્કો, કેલીફોર્નીયામાં છે. કંપનીની આવક ગ્રાહકોના સંબંધોના સંચાલનની પ્રવૃત્તિથી થાય છે છતાં સેલ્સફોર્સ વ્યાપારીક ઉદ્યમશીલતાને સામાજીક જોડાણ સાથે સંપાદન કરી આંતરીક વિકાસને પણ સાધી રહી છે.
અતિ ઝડપથી વિકાસ સાધીને વર્ષ ૨૦૧૮ માં કંપનીએ પોતાની મુડી ૯૦ બીલીયન ડોલરથી પણ વધુ પહોંચાડીને અમેરીકાની ઉચ્ચતમ કંપનીઓમાં પોતાનું નામ નોંધાયું છે.[૧] વર્ષ ૨૦૧૭ ના ઓગસ્ટ મહિનામાં સેલ્સફોર્સ કંપનીએ જાહેરાત કરી કે આટલી ટૂંકી સમય મર્યાદામાં પોતાની આવક ૧૦ બીલીયન ડોલરની પહોંચાડનાર તે અમેરીકાની સર્વ પ્રથમ ક્લાઉડ કંપની છે.[૨]
સેલ્સફોર્સ કંપનીના શેર ન્યુ યોર્ક સ્ટોક એક્સ્ચેન્જમાં CRM ચિન્હથી સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેના શેર અમેરીકાની ૫૦૦ મોટી કંપનીઓની સાથે પણ ન્યુ યોર્ક સ્ટોક એક્સ્ચેન્જમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.[૩]
ઇતિહાસ
સેલ્સફોર્સ કંપનીની શરૂઆત વર્ષ ૧૯૯૯ માં ઓરેકલના વહીવટી પદાધિકારી માર્ક બેનીઓફ, પાર્કર હેરીસ, ડેવ મોલેનહોફ તથા ફ્રેન્ક ડોમીનગ્વેઝ દ્વારા એક સોફ્ટવેર સેવાને લગતી કંપની તરીકે કરવામાં આવી હતી.[૪] પૂર્વે લેફ્ટ કોસ્ટ સોફ્ટવેર કંપનીમાં સોફ્ટવેર બનાવનાર પાર્કર હેરીસ, ડેવ મોલેનહોફ તથા ફ્રેન્ક ડોમીનગ્વેઝની મુલાકાત એક મિત્રના માધ્યમથી માર્ક બેનીઓફ અને તેમના ઓરેકલ સહચારી મિત્ર બોબી યેઝદાની સાથે થઈ. હેરીસ અને તેમની સાથે કામ કરનારા અન્ય સભ્યોએ વેચાણને લગતું સ્વયંસંચાલિત સોફ્ટવેર બનાવ્યું જે ગ્રાહકો માટે વર્ષ ૧૯૯૯ માં વેચાણ માટે મૂકવામાં આવ્યું.[૫]
વર્ષ ૨૦૦૪ ના જુન મહિનામાં કંપનીના શેર આમ જનતાના રોકાણકારો માટે ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં CRM ના ચિન્હ હેઠળ મૂકવામાં આવ્યા હતા ત્યારે CRM એ રોકાણકારો પાસેથી ૧૧૦ મીલીયન ડોલરનું ભંડોળ એકઠું કર્યું હતું.[૬] શરૂઆતના રોકાણકારો તરીકે લેરી એલીસન, મગડાલેના યેસીલ, હેસલી માઈનોર, સ્ટીવર્ટ હેન્ડરસન, માર્ક ઇસ્કારો અને જીનેવા વેન્ચર પાર્ટનર ઈગોર સીલ તથા નેન્સી પેલસોઈ રહ્યા હતા.
વર્ષ ૨૦૦૪ ના ઓક્ટોબર મહિનામાં સેલ્સફોર્સ કંપનીએ પોતાના ગ્રાહકોને સફળતાના મંચ પર એકજુથ થઈને જોડાવા જાહેરાત કરી અને કહ્યું કે તેઓ હવેથી સેલ્સફોર્સ કંપનીના વેચાણ, સેવા, વિશ્લેષણ સેવા, મોબાઈલ એપ્સ વગેરેમાં પોતાનો સહકાર આપી શકે છે.[૭]
વર્ષ ૨૦૧૭ ના ઓક્ટોબર મહિનામાં સેલ્સફોર્સ કંપની B2B ગ્રાહકો માટે ફેસબુકના માધ્યમથી પોતાનું વિશ્લેષણ સોફ્ટવેર બહાર પાડવાનું વિચારી રહી છે.[૮] [૯]
- ↑ "CRM stock quote – Salesforce.com Inc stock price". NASDAQ.
- ↑ "Salesforce.com Surpasses $10 Billion Run Rate". Fox Business. 2017-08-24. Retrieved 2017-08-29.
- ↑ Babcock, Charles (December 29, 2009). "Salesforce.com's Wizard Was Parker Harris & Team". InformationWeek. Retrieved November 1, 2015.
- ↑ Benioff, Mark (2009). Behind the Cloud: The Untold Story of How Salesforce.com Went from Idea to Billion-Dollar Company—and Revolutionized an Industry. Jossey-Bass. p. 7. ISBN 0470521163.
- ↑ Gerholdt, Mike (October 17, 2013). "Parker Harris on Co-Founding Salesforce.com". ButtonClick Admin. Salesforce.com. Retrieved November 1, 2015.
- ↑ Compton, Jason (June 23, 2004). "Salesforce.com IPO Raises $110 million". Destination CRM.com. Retrieved November 1, 2015.
- ↑ Fagan, Laura (October 14, 2014). "Marc Benioff Announces Salesforce Customer Success Platform, Analytics Cloud". Salesforce Blog. Retrieved November 1, 2015.
- ↑ "Salesforce Launches Facebook Analytics Tool For B2B Marketers". www.mediapost.com. Retrieved 2017-10-18.
- ↑ "Salesforce.com Launches Lead Analytics for Facebook – Money Health Finance". Money Health Finance. 2017-10-11. Retrieved 2017-10-18.