Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

સ્વ

વિકિપીડિયામાંથી

સ્વ અથવા સ્વખ્યાલ એટલે વ્યક્તિનો પોતાના વિશેનો ખ્યાલ, અન્ય લોકો પોતાની સાથે જે આંતરક્રિયા કરે તેના અનુભવમાંથી વ્યક્તિનો 'સ્વ' વિશેનો ખ્યાલ વિકાસ પામે છે. સામાજિકીકરણની પ્રક્રિયા દરમિયાન 'સ્વ'નો ખ્યાલ વિકસે છે. નાના બાળકને પોતાના ઓળખ કે વ્યક્તિમત્તા વિશેના ખ્યાલો સ્પષ્ટ નથી હોતા. અન્ય લોકો પોતાના વિશે અને સમાજમાં પોતાના સ્થાન વિશે જે ઉચ્ચારણો કરે છે તેમાંથી સામાજિકીકરણની પ્રક્રિયા દરમિયાન બાળક 'સ્વ'નો ખ્યાલ વિકસાવતો જાય છે. પુખ્ત વયે પહોંચ્યા બાદ 'સ્વ'નો ખ્યાલ લગભગ સ્થિરતા પ્રાપ્ત કરે છે તેમ છતાં સંદર્ભો બદલાતાં તેમાં પરિવર્તન અવશ્ય આવે છે.[]

અન્ય લોકોની પોતાના વિશેની માન્યતા, અપેક્ષા, પ્રતિભાવો વગેરેમાંથી 'સ્વ'ના ખ્યાલનું ઘડતર થતું હોવાથી સમાજશાસ્ત્રી ચાર્લ્સ કૂલે આને 'દર્પણ સ્વ' (લુકિંગ ગ્લાસ સેલ્ફ) કહે છે. અન્ય લોકો એ વ્યક્તિના સ્વનું દર્પણ તરીકે કામ કરે છે. 'સ્વ'ને લગતા અન્ય ખ્યાલોમાં હું (આઈ), ભૂમિકા-અપેક્ષા વગેરેનો સમાવેશ થાય છે.[]

અમેરિકન સમાજશાસ્ત્રી-મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે ત્રણ પ્રકારના 'સ્વ'ની વિભાવનાઓ આપેલ છે: 'ભૌતિક સ્વ' (material self), 'સામાજિક સ્વ' (social self) અને 'આત્મિક સ્વ' (spiritual self).[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૭૪. ISBN 978-93-85344-46-6.
  2. પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૨.

બાહ્ય કડી

[ફેરફાર કરો]