છંદ
કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.
મુખ્ય પ્રકાર
[ફેરફાર કરો]- અક્ષરમેળ છંદ
- માત્રમેળ છંદ
લગુ ગુરુ કોષ્ટક
[ફેરફાર કરો]ક | કા | કિ | કી | કુ | કૂ | કે | કૈ | કો | કૌ | કં | કઃ | કૃ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
લઘુ | ગુરુ | લઘુ | ગુરુ | લઘુ | ગુરુ | ગુરુ | ગુરુ | ગુરુ | ગુરુ | ગુરુ | ગુરુ | લઘુ |
લઘુ અક્ષરો
[ફેરફાર કરો]જેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર લઘુઅક્ષર જેવા કે; ક, કિ, કુ, કૃ છે. લઘુઅક્ષર માટે U (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.
ગુરુ અક્ષરો
[ફેરફાર કરો]જેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર ગુરુઅક્ષર છે, જેવા કે; કા કી કૂ કે કૈ કો કૌ કં કઃ
નિયમો
[ફેરફાર કરો]જોડાક્ષરનો નિયમ
[ફેરફાર કરો]જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ)
સિ, ખિ, જુ, વિ, બુ, લુ, જિ, સ, ઉ – વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.
આ સંયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.
પણ લડયો, પડયો, ચડયો, મળ્યો - આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.
અનુસવારનો નિયમ
[ફેરફાર કરો]જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ -પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર
વિસર્ગનો નિયમ
[ફેરફાર કરો]વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.
(ઉદા. નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ, નિઃસંતાન)
પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.
ચરણ
[ફેરફાર કરો]છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.
તાલ
[ફેરફાર કરો]છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.
માત્રા
[ફેરફાર કરો]માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે.
યમાતારાજભાનસલગા
[ફેરફાર કરો]ગણ | બંધારણ | દ્વી અંક ક્રમ |
---|---|---|
ય | યમાતા | 011 ->3 |
મ | માતારા | 111 ->7 |
ત | તારાજ | 110 ->6 |
ર | રાજભા | 101 ->5 |
જ | જભાન | 010 ->2 |
ભ | ભાનસ | 100 ->4 |
ન | નસલ | 000 ->0 |
સ | સલગા | 001 ->1 |
લ | લ | 0 |
ગા | ગા | 1 |