Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
લખાણ પર જાઓ

લ્યુઇસિયાના

વિકિપીડિયામાંથી

ઢાંચો:US state

લ્યુઇસિયાના (/[invalid input: 'en-us-Louisiana.ogg']lˌziˈænə/અથવા/[invalid input: 'en-us-Louisiana-2.ogg']ˌlziˈænə/;French: État de Louisiane, [lwizjan] (audio speaker iconlisten); લ્યુઇસિયાના ક્રેઓલ : લેટા દે લા લ્વિઝ્યાન) એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના દક્ષિણી પ્રદેશમાં આવેલું એક રાજ્ય છે. તેની રાજધાની છે બેટન રોગ અને ન્યૂ ઓર્લિયન્સ એ તેનું સૌથી વિશાળ શહેર છે. પૅરિશીઝ (કાઉન્ટીને સમકક્ષ સ્થાનિક સરકાર) તરીકે ઓળખાતા રાજકીય પેટાવિભાગો ધરાવતું લ્યુઇસિયાના એ આ પ્રકારનું અમેરિકાનું એકમાત્ર રાજ્ય છે. વસતીની દ્વષ્ટિએ સૌથી મોટું પૅરિશ જેફરસન પૅરિશ છે, અને જમીન વિસ્તારની દ્વષ્ટિએ સૌથી વિશાળ પૅરિશ કેમરોન પૅરિશ છે.

લ્યુઇસિયાનાનાં કેટલાક શહેરી પ્રદેશો વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભાષાઓનો વારસો ધરાવે છે, અહીં 18મી સદીની ફ્રેન્ચ, સ્પેનિશ, ભારતીય અને આફ્રિકાની સંસ્કૃતિના મિશ્રણનો મોટો પ્રભાવ જોવા મળે છે, જે અમેરિકામાં વત્તાઓછા અંશે અપવાદરૂપ ગણાય છે. 19મી સદીના પ્રારંભમાં અમેરિકાની સંસ્કૃતિનું આગમન થયું અને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો તે અગાઉ, પ્રવર્તમાન લ્યુઇસિયાના રાજ્યનો પ્રદેશ સ્પેન અને ફ્રાન્સની વસાહત રહી હતી. આ ઉપરાંત, કાળક્રમે 18મી સદી દરમિયાન આફ્રિકાના સંખ્યાબંધ લોકો અહીં આવ્યા, જે પૈકીના ઘણાં લોકો પશ્ચિમ આફ્રિકાના એક જ પ્રદેશના હતા, તેથી તેમનું કેન્દ્રીકરણ થયું.

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

લ્યુઇસિયાનાનું નામ 1643-1715 દરમિયાનના ફ્રાન્સના રાજા લ્યુઇસ XIVના નામ પરથી રાખવામાં આવ્યું છે. ફ્રાન્સની મિસિસિપી નદીમાં આવેલા પૂરને કારણે વહી ગયેલી જમીન માટે જ્યારે રેને-રોબર્ટ કેવેલિયર, સિયુર દે લા સાલેએ દાવો કર્યો, ત્યારે રાજાએ આ પ્રદેશને લા લ્યુઇસિએન તરીકે ઓળખાવ્યો હતો, જેનો અર્થ "લ્યુઈસની ભૂમિ" થાય છે. અમેરિકાના ભાગરૂપ લ્યુઇસિયાના પ્રદેશના સીમાડા એકસમયે ઉત્તરમાં હાલના ન્યૂ ઓર્લિયન્સથી લઇને કેનેડાની સીમા સુધી લંબાતા હતા.

લ્યુઇસિયાનાનો નકશો
લ્યુઇસિયાનાના વેટલેન્ડના રહેવાસીઓની અવકાશ પરથી લેવાયેલી તસ્વીર.

સ્થાનિક ભૂગોળ

[ફેરફાર કરો]

લ્યુઇસિયાનાની પશ્ચિમ સીમાએ ટેક્સાસ રાજ્ય આવેલું છે: ઉત્તરે આર્કાન્સાસ; પૂર્વ દિશાએ મિસિસિપી; અને દક્ષિણે મેક્સિકોનો અખાત આવેલો છે.

આ રાજ્યની સપાટીની જમીનને મુખ્યપણે બે હિસ્સામાં વહેંચી શકાય, ઉંચાણવાળા પ્રદેશ અને કાંપવાળી જમીન. કાંપયુક્ત પ્રદેશમાં ભેજવાળી પોચી જમીન, તટીય કલણવાળી જમીન અને સમુદ્રતટો, તેમજ બૅરિઅર આયલેન્ડ્સનો સમાવેશ થાય છે જે આશરે 20,000 ચોરસમાઇલ (52,000 ચોરસ કિલોમીટર)ના વિસ્તારને આવરી લે છે. આ વિસ્તાર મેક્સિકોના અખાત અને મિસિસિપી નદી પર આવેલો છે, જે રાજ્યના ઉત્તરથી દક્ષિણ છેડા સુધી 600 માઇલ (1,000 કિલોમીટર)નું અંતર ધરાવે છે અને મેક્સિકોના અખાતમાં ભળતા નદી-વોંકળાઓમાં રેડ રિવર; ઔચિતા રિવર અને તેની શાખાઓ; અને અન્ય નાના વોંકળાઓ (જે પૈકીના કેટલાક બેયસ તરીકે ઓળખાય છે)નો સમાવેશ થાય છે. મિસિસિપી નદી પરના કાંપવાળા પ્રદેશની પહોળાઇ 10થી 60 માઇલ (15થી 100 કિ.મી.) જેટલી છે, અને અન્ય નદીઓ સાથે કાંપયુક્ત પ્રદેશ આશરે 10 માઇલ (15 કિ.મી.)ની સરેરાશ ધરાવે છે. મિસિસિપી નદી પોતાની સાથે જ ઢસડાઇ આવેલા અને કાંઠે જામેલા કાંપ (કે જે લિવી તરીકે પણ ઓળખાય છે)ને સમાંતર વહે છે, તેની બીજી બાજુએની જમીન ભેજવાળી પોચી જમીન તરફ પ્રતિ માઇલ છ ફીટ (3 મીટર/પ્રતિ કિલોમીટર)નો સરેરાશ ઢોળાવ ધરાવે છે. અન્ય વોંકળાઓ પરની કાંપવાળી જમીન પણ સમાન લાક્ષણિક્તા ધરાવે છે.

આ રાજ્યના ઉત્તર અને ઉત્તરપૂર્વીય હિસ્સાની ઊંચી ભૂમિ તથા તેની પાસેની પર્વતીય ભૂમિ 25,000 ચોરસ માઇલ (65,000 ચોરસ કિલોમીટર) કરતા પણ વધુ વિસ્તારમાં પથરાયેલી છે. આ વિસ્તાર ઘાસના મેદાન અને જંગલવાળા પ્રદેશનો બનેલો છે. સમુદ્રસપાટીની તુલનાએ કિનારા પરની જમીન 10 ફીટ (3 મીટર) અને ભેજવાળી જમીન 50 ફીટ તથા ઘાસવાળી અને કાંપવાળી જમીનોના સ્થળે 60 ફીટ (15-18 મીટર)ની ઉંચાઇ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશો તથા પર્વતોમાં, જમીનની ઉંચાઇ ડ્રિસ્કિલ પર્વત સુધી વધે છે, જે આ રાજ્યનું સૌથી ઊંચુ સ્થળ છે અને તે સમુદ્રસપાટીથી માત્ર 535 ફીટ (163 મીટર)ની ઉંચાઇ ધરાવે છે. ભૌગૌલિક દ્વષ્ટિએ, માત્ર અન્ય બે રાજ્યો, ફ્લોરિડા અને ડેલવર જ લ્યુઇસિયાના કરતા નીચાણમાં આવેલા છે.[સંદર્ભ આપો]

મુસાફરી ખેડી શકાય એવા જળમાર્ગોના નામ અગાઉ આવી ગયા છે, તે ઉપરાંત સેબાઇન (સાહ-બીન) છે જે પશ્ચિમી સીમાએ છે; અને પર્લ, જે પૂર્વ સીમાએ છે; આ સિવાય મુસાફરીયોગ્ય જળમાર્ગોની કુદરતી વ્યવસ્થા ધરાવતા જળમાર્ગોમાં કેલ્કેશ્યૂ (કેલ-કેહ-શ્યૂ), મર્મેન્ટો, વર્મિલિયન, બેયુ ટેકે, એચાફાલયા (અ-ચાફ-અ-લિ-આ), બોયુફ (બેફ), બાયુ લાફોર્ક, કોર્ટાબ્લેઉ, બેયુ દ'આર્બોન, મેકન, ટેન્સાસ (ટેન-સાવ), એમાઇટ રિવર, શેફન્ક્ટ (શા-ફન્ક-ટા), ટિકફોવ, નેટલબેની, અને સંખ્યાબંધ અન્ય નાના વોંકળાઓનો સમાવેશ થાય છે, જે મૂળ જળમાર્ગને 4,000 miles (6,400 km)લાંબો બનાવે છે. આ જળમાર્ગોનું આ રાષ્ટ્રના અન્ય કોઇ પણ રાજ્યમાં કોઇ ઉદાહરણ નથી.[સંદર્ભ આપો] આ રાજ્ય ચારેબાજુથી જમીનથી ઘેરાયેલી 1,060 ચોરસમાઇલ (2,745 ચોરસ કિલોમીટર)ની લંબાઇ ધરાવતી ખીણ, 1,700 ચોરસમાઇલ (4,400 ચોરસ કિ.મી.)ના સરોવરો; અને આશરે 500 ચોરસમાઇલ (1,300 ચોરસ કિ.મી.)ની નદી સપાટી ધરાવે છે.[સંદર્ભ આપો]

આ રાજ્ય મેક્સિકોના અખાતમાં સમુદ્ર નીચે આવેલી આંતર ખંડીય છાજલીની જમીનના આશરે 3 માઇલ વિસ્તાર પર રાજકીય હકૂમત પણ ધરાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ પોતે જ ખાસ પ્રકારની રાજકીય ભૂગોળ ધરાવતું હોવાછતાં, આ રાજ્યને તેની પડખેના રાજ્યો જેવાકે ટેક્સાસ અને ફ્લોરિડાની 9 માઇલની હકૂમતની સરખામણીએ નોંધપાત્રપણે ઓછી હકૂમત ધરાવે છે, આ રાજ્યો પણ લ્યુઇસિયાનાની જેમ જ લાંબો અખાતી સમુદ્રકિનારો ધરાવે છે.[]

આબોહવા

[ફેરફાર કરો]
Baton Rouge
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
5.9
 
62
42
 
 
5
 
65
44
 
 
5
 
72
51
 
 
5.3
 
78
57
 
 
5.2
 
84
64
 
 
5.8
 
89
70
 
 
5.4
 
91
73
 
 
5.7
 
91
72
 
 
4.5
 
88
68
 
 
3.6
 
81
57
 
 
4.8
 
71
48
 
 
5.2
 
64
43
Average max. and min. temperatures in °F
Precipitation totals in inches
Source: [૪]
Lake Charles
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
5.5
 
62
43
 
 
3.3
 
65
47
 
 
3.5
 
70
51
 
 
3.6
 
78
59
 
 
6.1
 
85
66
 
 
6.1
 
90
72
 
 
5.1
 
92
74
 
 
4.9
 
92
74
 
 
6
 
88
70
 
 
3.9
 
81
61
 
 
4.6
 
69
52
 
 
4.6
 
64
46
Average max. and min. temperatures in °F
Precipitation totals in inches
Source: as above
New Orleans
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
5.9
 
64
44
 
 
5.5
 
66
47
 
 
5.2
 
73
53
 
 
5
 
79
59
 
 
4.6
 
85
66
 
 
6.8
 
90
72
 
 
6.2
 
91
74
 
 
6.2
 
91
74
 
 
5.6
 
88
70
 
 
3.1
 
80
61
 
 
5.1
 
72
52
 
 
5.1
 
65
46
Average max. and min. temperatures in °F
Precipitation totals in inches
Source: as above
Shreveport
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
4.9
 
56
36
 
 
4.3
 
61
39
 
 
4.5
 
69
46
 
 
4.6
 
77
54
 
 
4.9
 
84
62
 
 
4.9
 
90
69
 
 
3.8
 
93
73
 
 
2.9
 
93
71
 
 
3.1
 
87
66
 
 
4.4
 
78
55
 
 
4.6
 
67
44
 
 
4.7
 
59
38
Average max. and min. temperatures in °F
Precipitation totals in inches
Source: as above

લ્યુઇસિયાના ઉષ્ણકટિબંધનું ભેજવાળું વાતાવરણ માટે કોપ્પેન ક્લાઇમેટ ક્લાસિફીકેશન સીએફએ ધરાવે છે. તમામ દક્ષિણમધ્ય રાજ્યોમાં ભેજવાળા ઉષ્ણકટિબંધના વાતાવરણનું કદાચ આ સૌથી 'ક્લાસિક' ઉદાહરણ છે, કેમકે અહીં ઊનાળો લાંબો, ગરમ અને ભેજયુક્ત છે તથા શિયાળો નાનો અને હળવો છે. આ રાજ્યનું ઉષ્ણકટિબંધીય આબોહવા પર મહદઅંશે મેક્સિકોના અખાતનો પ્રભાવ રહેલો છે, જે આ રાજ્યના સૌથી સુદૂર સ્થળથી 200 માઇલ (320 કિ.મી.) કરતા વધુ દૂર નથી. વર્ષ દરમિયાન અવારનવાર કરાનો વરસાદ થાય છે, અલબત્ત મોટાભાગના વર્ષની તુલનાએ ઊનાળો થોડો વધુ ભેજવાળો હોય છે. ઓક્ટોબરમાં કરાનો વરસાદ ઘટે છે. દક્ષિણી લ્યુઇસિયાનામાં ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં વધુ વ્યાપક વરસાદ પડે છે. લ્યુઇસિયાનાનો ઊનાળો ગરમ અને ભેજવાળો છે, મધ્ય-જૂનથી મધ્ય-સપ્ટેમ્બરના ગાળામાં અહીંનું વાતાવરણ 90 અંશ ફેરનહીટ (32 અંશ સેલ્શિયસ) અથવા વધુની સરેરાશ ધરાવે છે, અને રાત્રિના ગાળામાં તાપમાન ઘટીને સરેરાશપણે 70 અંશ ફેરનહીટ (22 અંશ સેલ્શિયસ) રહે છે. ઊનાળા દરમિયાન, મહત્તમ તીવ્ર તાપમાન દક્ષિણ કરતા ઉત્તરમાં વધુ ગરમ રહે છે, મેક્સિકોના અખાતમાં તાપમાન ક્યારેક વધીને 100 અંશ ફેરનહીટ (38 અંશ સેલ્શિયસ)એ પહોંચી જાય છે, અલબત્ત 95 અંશ ફેરનીહટ (35 અંશ સેલ્શિયસ)ની ઉપરનું તાપમાન એ અહીં એક સામાન્ય વાત છે. ઉત્તરીય લ્યુઇસિયાનામાં, ઊનાળા દરમિયાન તાપમાન વધીને 105 અંશ ફેરનહીટ (41 અંશ સેલ્શિયસ)ની ઉપર જતું રહે છે.

આ રાજ્યના દક્ષિણીય હિસ્સામાં શિયાળા દરમિયાન તાપમાન સામાન્યરીતે હળવું ગરમ રહે છે, ન્યૂ ઓર્લિયન્સ અને બેટન રોજમાં તામપાન ઊંચુ રહે છે, જ્યારે બાકીના દક્ષિણી લ્યુઇસિયાના અને મેક્સિકોના અખાતમાં તાપમાન સરેરાશપણે 66 અંશ ફેરનહી (19 અંશ સેલ્શિયસ) રહે છે, જ્યારે રાજ્યના ઉત્તરીય હિસ્સામાં શિયાળા દરમિયાન તાપમાન હળવું ઠંડકવાળું રહે છે, જે દરમિયાન તાપમાન વધીને સરેરાશપણે 59 અંશ ફેરનહીટ (15 અંશ સેલ્શિયસ) રહેતું હોય છે. શિયાળા દરમિયાન રાજ્યભરમાં રાત્રિના સમય દરમિયાન સરેરાશપણે તાપમાન થિજાવી દેતી ઠંડી કરતા સહેજ ઊંચુ રહેતું હોય છે, અખાત નજીક સરેરાશ 46 અંશ ફેરનહીટ (8 અંશ સેલ્શિયસ) તાપમાન રહેતું હોય છે. રાજ્યના ઉત્તરીય હિસ્સામાં શિયાળા દરમિયાન સરેરાશ નીચું તાપમાન 37 અંશ ફેરનહીટ (3 અંશ સેલ્શિયસ) રહેતું હોય છે. લ્યુઇસિયાનાના ઉત્તરીય હિસ્સામાં શિયાળા દરમિયાન શીત મોજાઓને કારણે અવારનવાર તાપમાન ઘટીને 20 અંશ ફેરનહીટ (માઇનસ 8 અંશ સેલ્શિયસ)થઈ જાય છે, પરંતુ રાજ્યના દક્ષિણી ભાગમાં ક્યારેય આવું થતું નથી.

મેક્સિકોના અખાતની નજીક જવલ્લે જ બરફ જોવા મળે છે, અલબત્ત રાજ્યના ઉત્તરીય હિસ્સાઓમાં વર્ષમાં એકથી ત્રણ વખત બરફવર્ષા થવાની સંભાવના રાખી શકાય છે અને ઘણીવાર ઉત્તર તરફ આ વર્ષા વધી જાય છે.  

લ્યુઇસિયાના અવારનવાર ઉષ્ણકટિબંધના ચક્રવાતોની ઝપટે ચઢી જાય છે અને ખાસ કરીને ન્યૂ ઓર્લિયન્સ પ્રદેશમાં અને તેની આસપાસની નીચાણવાળી જમીનોમાં મોટા વાવાઝોડા ત્રાટકવાની શક્યતા અત્યંત ઊંચી રહે છે. ઘણા બેયસ, ભેજવાળી જમીન અને નાની દરિયાઇ ખાડીઓ ધરાવતા આ પ્રદેશનું અનોખું ભૂગોળ મોટા વાવાઝોડાને કાસ કરીને વિનાશકારી બનાવી શકે છે. ખાસ કરીને ઊનાળા દરમિયાન, આ વિસ્તારમાં વારંવાર વિજળી પડવાની શક્યતા પણ વધુ રહે છે. સમગ્ર પ્રદેશમાં વર્ષના સરેરાશપણે 60 દિવસ વિજળી પડે છે, જે ફ્લોરિડાને બાદ કરતા અન્ય રાજોની તુલનાએ વધુ છે. લ્યુઇસિયાનામાં વર્ષે સરેરાશપણે 27 વિનાશક વંટોળ ત્રાટકે છે. કેટલાક 2010માં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં વિનાશક વંટોળ ત્રાટકવાની શક્યતા રહે છે, રાજ્યના છેક દક્ષિણી હિસ્સામાં વંટોળની સંભાવના બાકીના રાજ્યની તુલનાએ ઓછી રહે છે. રાજ્યના દક્ષિણી હિસ્સામાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, અને ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન રાજ્યના ઉત્તરીય હિસ્સામાં વિનાશક વંટોળ વધુ સામાન્યપણે જોવા મળે છે.[]

યુનાઇટેડ સ્ટેટ્સમાં લ્યુઇસિયાનાનો દક્ષિણીય સમુદ્રતટ એ વિશ્વના સૌથી ઝડપી અદ્રશ્ય થઇ રહેલા વિસ્તારો પૈકીનો એક છે. પાણીના વધતા જતા સ્તરને કારણે આ રાજ્ય પ્રત્યેક દિવસે ફૂટબોલના 30 મેદાન થાય એટલો ભૂમિ હિસ્સો ગુમાવી રહ્યું છે. લોકોની વસતી અદ્રશ્ય થતી જતી હોવાથી, વધુને વધુ લોકો આ પ્રદેશ છોડી રહ્યાં છે. [૫]

ચક્રવાતો

[ફેરફાર કરો]
  • 1 સપ્ટેમ્બર, 2008ના રોજ, દક્ષિણપૂર્વીય લ્યુઇસિયાનામાં કોકોડ્રાઇ નજીક લ્યુઇસિયાના સમુદ્રતટે સૌપ્રથમવાર ગુસ્તાવ વાવાઝોડું ત્રાટક્યું હતું. મોડામાં મોડો, 31 ઓગસ્ટ સુધીમાં નેશનલ હરિકૅન સેન્ટર દ્વારા એવો અંદાજ આપી દેવામાં આવ્યો હતો કે વાવાઝોડુ 1 સપ્ટેમ્બરે કેટેગરી 3 અથવા તે કરતા ઊંચે રહેશે, પરંતુ આ કિસ્સામાં ગુસ્તાવ કેટેગરી 2ના મજબૂત વાવાઝોડા (1 માઇલ પર અવર કરતા ઓછી ઝડપ ધરાવતા વાવાઝોડા કેટેગરી 3માં આવે છે) તરીકે ત્રાટક્યું હતું, અને ત્યારબાદ ટૂંક સમયમાં જ કેટેગરી 1માં આવી ગયું હતું.[] આ વાવાઝોડું "એ સદીનું સૌથી વિનાશકારી વાવાઝોડું" બની રહેશે તેવી એનએચસીની આગાહીના (ઉદાહરણ તરીકે, શહેરના મેયર રેય નેગિનની ચેતવણી) પરિણામસ્વરૂપે ન્યુ ઓર્લિયન્સમાંથી મોટી સંખ્યામાં લોકોને કાઢવામાં આવ્યા,[] આ વાવાઝોડું કદાચ બરાબર ત્રણ વર્ષ પછી આવનારા વાવાઝોડાં કેટરિના કરતા પણ વધુ વિનાશક હોવાનો અંદાજ હતો, પરંતુ આ ડર સાચો સાબિત થયો નહોતો. તેમછતાં, ગુસ્તાવ વાવાઝોડાને કારણે નોંધપાત્ર સંખ્યામાં જાનહાનિ થઇ,[] અને 1 સપ્ટેમ્બરના રોજ લ્યુઇસિયાનામાં આશરે 1.5 મિલિયન લોકો વિજળી વિના રહ્યાં હતા.[]
  • 24 સપ્ટેમ્બર, 2005ના રોજ, દક્ષિણપશ્ચિમ લ્યુઇસિયાના પર રીટા (જમીન પર આવતા સમયે કેટેગરી 3) વાવાઝોડું ત્રાટક્યું, જે તટ પર આવેલા કેમરોન પૅરિશ, લૅક ચાર્લ્સ, અને અન્ય નગર સહિતના કેટલાય પૅરિશ અને નગરોને વહાવી ગયું. આ વાવાઝોડાનાં પવનોએ ન્યુ ઓર્લિયન્સમાં આવેલા તટીયબંધને નુકસાન કરીને વધુ નબળાં પાડી દીધા અને શહેરના કેટલાક ભાગોમાં નવેસરથી પૂર આવ્યું.
  • 29 ઓગસ્ટ, 2005ના રોજ, કેટરિના (જમીનને સ્પર્શતી વખતે કેટેગરી 3)[] વાવાઝોડું ત્રાટક્યું અને દક્ષિણપશ્ચિમ લ્યુઇસિયાનામાં વિનાશ વેર્યો, જ્યારે ન્યુ ઓર્લિયન્સમાં આવેલા તટબંધોને નુકસાન પહોંચાડ્યું તથા તોડી નાખ્યાં, જેથી શહેરના 80 ટકા હિસ્સામાં પૂર આવ્યું. મોટાભાગના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા પણ મોટાભાગની વસતી ઘરવિહીન બની. આ શહેર વાસ્તવમાં ઓક્ટોબર સુધી બંધ રહ્યું હતું. એવો અંદાજ આપવામાં આવ્યો છે કે અખાતી પ્રદેશમાં 2 મિલિયન લોકો કરતા પણ વધુ લોકો આ વાવાઝોડાને કારણે વિસ્થાપિત થયા હતા, અને એકલાં લ્યુઇસિયાનામાં જ 1,500 કરતા વધુ લોકોના મોત થયા હતા. લોકોની બૂમરાણમાં સ્થાનિક, રાજ્ય અને ફેડરલ સ્તરની સરકારોની આલોચના કરવામાં આવી હતી, કારણ કે તૈયારી અને પ્રતિસાદ- બન્નેમાંથી એકપણ ન ઝડપી હતા કે ન પૂરતાં.
  • 3 ઓક્ટોબર, 2002ના રોજ લિલી (જમીન પર આવતી વખતે કેટેગરી 1)
  • ઓગસ્ટ 1992માં, દક્ષિણ-મધ્ય લ્યુઇસિયાનામાં એન્ડ્ર્યુ (જમીન પર આવતી વખતે કેટેગરી 3) ત્રાટક્યું આ વાવાઝોડામાં ચાર લોકો માર્યા ગયા; લગભગ 1,50,000 નાગરિકો વિજળીવિહોણાં બન્યાં; અને રાજ્યમાં અબજો ડોલરના મૂલ્યનો પાક નાશ પામ્યો.
  • ઓગસ્ટ 1969માં, કૅમિલી (કેટેગરી 5) વાવાઝોડાને લીધે23.4 ft (7.1 m) ભારે મોજાં ઊછળ્યાં અને 250 લોકો માર્યા ગયા. સત્તાવાર રીતે, કેમિલી મિસિસિપીમાં જમીન પર આવ્યું હતું અને તેની વિનાશક અસરો ત્યાં અનુભવાઇ હતી, અલબત્ત લ્યુઇસિયાનામાં પણ તેની અસરો થઇ હતી. આ વાવાઝોડાની વિનાશકારી અસરોથી ન્યુ ઓર્લિયન્સ અલિપ્ત રહેવા સાથે સાફ રહ્યું હતું, અપવાદ તરીકે આ શહેરનાં મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં હળવાં વરસાદી પૂરના પાણી હતા.
  • 9 સપ્ટેમ્બર, 1965ના રોજ, લ્યુઇસિયાનાના કાંઠે બેટ્સી (જમીન પર આવતી વખતે કેટેગરી 3) વાવાઝોડું ત્રાટક્યું, જેણે વ્યાપક વિનાશ વેર્યો અને એક અબજ ડોલર (ફુગાવાની અસરોને સરભર કર્યા બાદ આશરે દસ બિલિયન યુએસ ડોલર)નું નુકશાન કરનારું ઇતિહાસનું સૌપ્રથમ વાવાઝોડું બન્યું. આ વાવાઝોડાએ ખાસ કરીને ન્યુ ઓર્લિયન્સમાં વિનાશ વેર્યો, જ્યાં શહેરના લગભગ 35 ટકા ભાગને (લૉઅર નાઇન્થ વૉર્ડ, જેન્ટલી, અને મિડ-સિટીના કેટલાક ભાગો) પૂરને કારણે અસર થઇ હતી અને રાજ્યમાં 76 લોકોના મોત થયા હતા.
  • જૂન 1957માં, દક્ષિણપશ્ચિમ લ્યુઇસિયાનામાં ઔડ્રે (કેટેગરી 4) વાવાઝોડાએ વિનાશ વેર્યો, આ વાવાઝોડાએ કેમેરોનથી લઇ ગ્રાન્ડ ચેનિઅર સુધીના 60-80 ટકા ઘરો અને કારોબારોનો નાશ કર્યો અથવા વ્યાપક નુકશાન પહોંચાડ્યું. 40,000 લોકો ઘરવિહોણાં બન્યા અને રાજ્યભરમાં 300 કરતા પણ વધુ લોકો માર્યા ગયા.
  • 10 ઓગસ્ટ, 1856માં, લ્યુઇસિયાનાનાં લાસ્ટ આયલેન્ડની જમીન પર હરિકેન વન (કેટેગરી 4) ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની વિનાશકારી અસરોને લીધે 25 માઇલ લાંબી બૅરિયર આયલેન્ડ રિસોર્ટ કમ્યૂનિટી પાંચ અલગ ટાપુઓમાં વિભાજિત થઇ ગઇ, અને આશરે 200 લોકોના મોત નીપજ્યાં.

ભૂસ્તરશાસ્ત્ર

[ફેરફાર કરો]

આ રાજ્યની જમીનની અંદર રહેલી સ્ટ્રેટા એ ક્રેટેસિયસ યુગની છે અને તેની ફરતે ટેર્ટિઅરી અને પોસ્ટ-ટેર્ટિઅરી મૂળની કાંપવાળી માટીના થર છે. લ્યુઇસિયાના રાજ્યનો મોટાભાગનો હિસ્સો મિસિસિપી નદી એ જ સર્જેલો છે. આ જમીન ઉત્પત્તિ સમયે સમુદ્રની એક શાખા વડે કવર થયેલી હતી, અને આ મહાન નદી સાથે ખીણમાં ઢસડાઇને આવેલા કાંપ વડે આ જમીન સર્જાયેલી છે. અહીના કિનારા નજીક, ઘણાં સોલ્ટ ડોમ છે, જ્યાં મીઠાનું ખનન કરવામાં આવે છે અને ઘણીવાર તેલ પણ મળી આવે છે. ઉત્તર લ્યુઇસિયાનામાં પણ સોલ્ટ ડોમ છે.

મિસિસિપી નદીમાં પૂર નિયંત્રણના અને કુદરતી નીચાણવાળા વિસ્તારના વ્યાપક પગલાઓ અને ઉપાયો બાવજૂદ, લ્યુઇસિયાના હવે તટીય જમીન વિસ્તાર ગુમાવી રહ્યું છે. આ ઘટનાક્રમને અટકાવવા માટેના રાજ્ય સરકાર તથા ફેડરલ સરકારના પ્રયાસો ચાલુ છે, અન્ય પગલાઓની પણ માગણી કરવામાં આવી છે. આ એક સારું સ્થળ છે, જોકે; રાજ્યના દક્ષિણ-મધ્ય પ્રદેશમાં આશાફાલ્યા નદી નવી મુખત્રિકોણ જમીનનું સર્જન કરી રહી છે. સક્રિય ડૅલ્ટા લોબ એવો સંકેત પાઠવે છે કે મિસિસિપી અખાત સુધી પહોંચવાનો નવો માર્ગ શોધી રહી છે. આ નદીને તેના પરંપરાગત માર્ગ નજીક રાખવા માટે ઘણાં ઇજનેરી પ્રયાસો કરવામાં આવ્યા છે, કારણ કે આ રાજ્યનું અર્થતંત્ર અને શિપીંગ ઉદ્યોગ તેના પર નિર્ભર છે.

ભૌગલિક તેમજ આંકડાકીય વિસ્તારો

[ફેરફાર કરો]

લ્યુઇસિયાના 64 પૅરિશમાં વિભાજિત થયેલું છે (મોટાભાગના અન્ય રાજ્યોમાં કાઉન્ટીને સમકક્ષ) "પૅરિશ" શબ્દ લ્યુઈસિયાનાની આગવી વિશિષ્ટતા છે અને તે ફ્રેન્ચ/ સ્પેનિશ વારસાને આભારી છે; નાગરિક કાઉન્ટી સરકારોની મૂળ સરહદ સ્થાનિક રોમન કેથોલિક પૅરિશીઝને મળતી આવે છે.

  • લ્યુઇસિયાનામાં પૅરિશની યાદી
  • લ્યુઇસિયાના સેન્સસ સ્ટેટિસ્ટીકલ એરિયા
  • લ્યુઇસિયાનાનાં મેટ્રોપોલિટન વિસ્તારો
  • લ્યુઈસિયાનાના શહેરો, નગરો અને ગામોની યાદી
  • માથાદીઠ આવક પ્રમાણે લ્યુઇસિયાનાના સ્થળો

સુરક્ષિત વિસ્તારો

[ફેરફાર કરો]

લ્યુઇસિયાનામાં એવા સંખ્યાબંધ વિસ્તારો છે, કે જે વત્તાઓછાં ક્રમમાં, માનવીય હસ્તક્ષેપથી સુરક્ષિત છે. નેશનલ પાર્ક સર્વિસના સ્થળો અને વિસ્તારો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ ફોરેસ્ટ ઉપરાંત, લ્યુઇસિયાના રાજ્યભરમાં સ્ટેટ પાર્કસ અને રિક્રિયેશન પ્રદેશોની પ્રણાલિનું સંચાલન કરે છે. લ્યુઇસિયાનાનાં વન્યજીવન અને મત્સ્યસંપત્તિ વિભાગ દ્વારા લ્યુઇસિયાના નેચરલ એન્ડ સીનિક રિવર્સ સિસ્ટમનો વહીવટ કરવામાં આવે છે જે રાજ્યમાં 48 નદીઓ, વોંકળાઓ અને બેયસને સંરક્ષણ પૂરું પાડે છે.

નેશનલ પાર્ક સર્વિસ

[ફેરફાર કરો]

નેશનલ પાર્ક સર્વિસ દ્વારા સંચાલિત, સંરક્ષિત, અથવા પ્રમાણિત ઐતિહાસિક અને નયનરમ્ય પ્રદેશોમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છેઃ

  • નેચિટોચિઝ નજીકનો કૅન રિવર નેશનલ હેરિટેજ એરિયા;
  • નેચિટોચિઝ નજીકનો કૅન રિવર ક્રેઓલ નેશનલ હિસ્ટોરિકલ પાર્ક;
  • ન્યુ ઓર્લિયન્સમાં મુખ્ય મથક ધરાવતો જીન લેફિટ્ટ નેશનલ હિસ્ટોરિકલ પાર્ક એન્ડ પ્રિઝર્વ, જે સેન્ટ બર્નાર્ડ પૅરિશ, બેરાટેરિયા (ક્રાઉન પોઇન્ટ), અને એકેડિયાના (લાફાયેટ્ટ)માં એકમો ધરાવે છે;
  • ન્યૂ ઓર્લિયન્સ જાઝ નેશનલ હિસ્ટોરિકલ પાર્ક;
  • લ્યુઇસિયાનાના એપ્સ ખાતેનું પોવર્ટી પોઇન્ટ નેશનલ મોન્યુમેન્ટ; અને
  • ઉત્તરીય લ્યુઇસિયાનામાં વિન પૅરિશ નજીકની નેશનલ વાઇલ્ડ એન્ડ સીનિક રિવર તરીકે નિર્દિષ્ટ થયેલી સેબાઇન રિવર/બેયુ.

યુએસ વન સેવા

[ફેરફાર કરો]
  • કિસાચી નેશનલ ફોરેસ્ટ એ લ્યુઇસિયાનાનું એકમાત્ર રાષ્ટ્રીય વન છે. તેમાં મધ્ય અને ઉત્તર લ્યુઇસિયાનાની સેંકડો હજાર એકર જમીનનો સમાવેશ થાય છે.

રાજ્ય ઉદ્યાનો અને મનોરંજક વિસ્તારો

[ફેરફાર કરો]

લ્યુઇસિયાના 21 રાજ્ય ઉદ્યાનો, 17 રાજ્ય ઐતિહાસિક સ્થળો અને એક રાજ્ય પ્રિઝર્વેશન એરિયાની સિસ્ટમનું સંચાલન કરે છે. લ્યુઇસિયાનામાં શ્રેવેપોર્ટ અને મનરો નજીક હાઇ ડેલ્ટા સફારી પાર્ક પણ આવેલો છે.

પરિવહન

[ફેરફાર કરો]

રાજ્ય સરકારની સંસ્થા લ્યુઇસિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ રાજ્યમાં જાહેર પરિવહન, રોડવૅઝ, પુલો, કેનાલો, પસંદગીના તટબંધો, પૂર વ્યવસ્થાપન, બંદર સુવિધાઓ, વાણિજ્યિક વાહનો, અને વિમાનસેવા કે, જેના હેઠળ 69 હવાઇમથકોનો સમાવેશ થાય છે, તેની નિભાવણીનું કાર્ય કરે છે.

લ્યુઇસિયાનામાં ન્યૂ ઓર્લિયન્સ નજીક ઈન્ટ્રાકોસ્ટલ જળમાર્ગ

આંતર રાજ્ય હાઈ વે

[ફેરફાર કરો]
  • આંતરરાજ્ય 10
  • આંતરરાજ્ય 12
  • આંતરરાજ્ય 20
  • આંતરરાજ્ય 49
  • આંતરરાજ્ય 55
  • આંતરરાજ્ય 59
  • આંતરરાજ્ય 110
  • આંતરરાજ્ય 210
  • આંતરરાજ્ય 220
  • આંતરરાજ્ય 310
  • આંતરરાજ્ય 510
  • આંતરરાજ્ય 610
  • આંતરરાજ્ય 910

યુનાઇટેડ સ્ટેટ્સ ધોરીમાર્ગો

[ફેરફાર કરો]
  • યુએસ રૂટ 11
  • યુએસ રૂટ 51
  • યુએસ રૂટ 61
  • યુએસ રૂટ 63
  • યુએસ રૂટ 65
  • યુએસ રૂટ 71
  • યુએસ રૂટ 79
  • યુએસ રૂટ 80
  • યુએસ રૂટ 84
  • યુએસ રૂટ 90
  • યુએસ રૂટ 165
  • યુએસ રૂટ 167
  • યુએસ રૂટ 171
  • યુએસ રૂટ 190
  • યુએસ રૂટ 371
  • યુએસ રૂટ 425

પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશો, કૃષિ પેદાશો, બાંધકામની સામગ્રી અને ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી વાણિજ્યિક ચીજવસ્તુના પરિવહન માટે આંતરતટીય જળમાર્ગ એક મહત્વનું માધ્યમ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પૂર્વ ઇતિહાસ

[ફેરફાર કરો]

1500ના દશકમાં યુરોપિયનોનું આગમન થયું તે પૂર્વેના ઘણાં યુગો સુધી લ્યુઇસિયાનામાં મૂળ અમેરિકનો વસવાટ કરતા હતા. આદિ યુગ દરમિયાન લ્યુઇસિયાના ઉત્તર અમેરિકામાં પૂર્વકાલીન માઉન્ડ કૉમ્પલેક્સનું સ્થળ રહ્યું હતું અને મનરો નજીકની વૅટ્સન બ્રૅક સાઇટ એ અમેરિકામાં આવેલા પૂર્વકાલીન કોમ્પલેક્સ બાંધકામો પૈકીનું એક છે.[] બાદમાં, લ્યુઇસિયાનામાં આજના એપ્સ નજીક પોવર્ટી પોઇન્ટ ખાતે આ રાજ્યની સૌથી વિશાળ અને સૌથી જાણીતી સાઇટનું બાંધકામ થયું હતું. 1500 બીસીઇની આસપાસ પોવર્ટી પોઇન્ટની સંસ્કૃતિ તેની ચરમસીમાએ હોઇ શકે છે, જે તેને સૌપ્રથમ કોમ્પલેક્સ સંસ્કૃતિ બનાવે છે, અને સંભવિતપણે ઉત્તર અમેરિકાની તે સૌપ્રથમ આદિ સંસ્કૃતિ છે.[] તે અંદાજિતપણે 700 બીસીઇ સુધી ટકી રહી હતી. પોવર્ટી પોઇન્ટ સંસ્કૃતિ બાદ શુલા સમયગાળાની શેફન્ક્ટ અને લૅક કોર્મોરન્ટ સંસ્કૃતિઓ આવી હતી, જે પ્રારંભિક વૂડલૅન્ડ ગાળાના સ્થાનિક મેનિફેસ્ટેશન છે. લ્યુઇસિયાનામાં વિશાળ સંખ્યામાં માટીના વાસણ બનાવનારા સૌપ્રથમ લોકો શેફન્ક્ટ સંસ્કૃતિના હતા.[૧૦] આ સંસ્કૃતિ 200 સીઇ સુધી ટકી હતી. રાજ્યના દક્ષિણ અને પૂર્વીય હિસ્સામાં માર્કસવિલે સંસ્કૃતિ અને રાજ્યના ઉત્તરપશ્ચિમ હિસ્સામાં ફોર્શ મેલાઇન સંસ્કૃતિની સાથે લ્યુઈસિયાનામાં મધ્ય વૂડલેન્ડ ગાળાનો પ્રારંભ થયો. માર્કસવિલે સંસ્કૃતિનું નામ લ્યુઇસિયાનાના એવોયેલેસ પેરિશની માર્કસવિલે પ્રાગઐતિહાસિક ઇન્ડિયન સ્થળ પરથી પડ્યું. આ સંસ્કૃતિઓ ઓહિયો અને ઈલિનોઇસની હોપવેલ સંસ્કૃતિઓની સમકાલીન હતી, અને તેણે હોપવેલ એક્સ્ચેન્જ નેટવર્કમાં શામેલ હતી. દક્ષિણપશ્ચિમના લકો સાથેના વેપારે તીર અને કમાન[૧૧] મેળવી આપ્યા. આ સમયગાળામાં જ સૌપ્રથમ બરિયલ માઉન્ડનું બાંધકામ થયું હતું.[૧૨] આનુવાંશિક રાજકીય અને ધાર્મિક નેતાગીરીને વિકસાવવા માટે ધાર્મિક કેન્દ્રો ખાતે સૌપ્રથમ પ્લેટફોર્મ માઉન્ડનું નિર્માણ કરાતા રાજકીય શક્તિનું મજબૂતીકરણ થવાનું શરૂ થયું.[૧૨] 400 સીઇ સુધીમાં રાજ્યના દક્ષિણીય હિસ્સામાં બેટાઉન સંસ્કૃતિ સાથે પછીનો વૂડલેન્ડ ગાળો શરૂ થઇ ગયો હતો અને આ વિસ્તારના સાંસ્કૃતિક ઇતિહાસમાં આનાથી જ આટલું મોટું પરિવર્તન થયું નહોતું. વસતીમાં નાટ્યાત્મકઢબે વધારો થયો અને સાંસ્કૃતિક તથા રાજકીય જટિલતાના મજબૂત ચિહ્નો મળવા લાગ્યા. અગાઉના વૂડલેન્ડ સમયગાળાના મોર્ચ્યુઅરી માઉન્ડ્સ પર ઘણી કોલ ક્રીક ઇમારતોનું નિર્માણ થયું. સંશોધકો એવું અનુમાન કરે છે કે આ રીતે આકાર પામનારા એલિટ્સ પ્રતીકાત્મકરીતે અને ભૌતિકપણે મૃતક પૂર્વજોને સમર્પિત કરવા માટે સર્જાયા હતા.[૧૩] લ્યુઇસિયાનામાં મિસિસિપીના સમયગાળા દરમિયાન પ્લેક્વેમાઇન અને કેડોઅન મિસિસિપીઅન સંસ્કૃતિનો ઉદભવ થયો. આ સમયગાળા દરમિયાન વ્યાપકપણે મકાઈની ખેતી કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો. 1200 સીઇમાં પશ્ચિમી મિસિસિપી અને પૂ્ર્વીય લ્યુઇસિયાનામાં મિસિસિપી નદીના નીચાણવાળા ખીણના ભાગમાં પ્લેક્વેમાઇન સંસ્કૃતિ પાંગરી અને આશરે 1400 સીઇ સુધી રહી. આ સંસ્કૃતિના સારા ઉદાહરણો પૈકી વૅસ્ટ બેટન રોગ પૅરિશ, લ્યુઇસિયાનામાં મેડોરા સાઇટ અને મિસિસિપીમાં એમેરાલ્ડ માઉન્ડ, વિન્ટરવિલે અને હોલી બ્લફ સાઇટ્સનો સમાવેશ કરી શકાય.[૧૪] પ્લેક્વેમાઇન સંસ્કૃતિ એ સેન્ટ લ્યુઇસ, મિસૌરી નજીકની કહોકિયા સાઇટમાં જોવા મળતી મધ્ય મિસિસિપયન સંસ્કૃતિની સમકાલીન હતી. આ જૂથને નાશેઝ અને ટાએન્સા લોકોનું વંશજ ગણવામાં આવે છે.[૧૫] 1000 સીઇ સુધીમાં રાજ્યના ઉત્તરપશ્ચિમ ભાગમાં કેડોઅન મિસિસિપયન કલ્ચરમાં ફોર્શ મેલિન સંસ્કૃતિ પાંગરી હતી. કેડોઅન મિસિસિપયન સંસ્કૃતિ એક વિશાળ પ્રદેશને આવરી લેતી હતી, જેમાં હાલમાં જે પૂર્વીય ઓક્લાહોમા, પશ્ચિમી આર્કાન્સાસ, ઉત્તરપૂર્વ ટેક્સાસ અને ઉત્તરપશ્ચિમ લ્યુઇસિયાના તરીકે ઓળખાય છે તે પ્રદેશનો સમાવેશ થતો હતો. પૂરાતત્વીય પૂરાવા એવું દર્શાવે છે કે સાંસ્કૃતિક સાતત્ય પ્રાગઐતિહાસિક કાળથી આજદિન સુધી અખંડિત રહ્યું છે, અને પ્રાગઐતિહાસિક સમયના કેડોના સીધા પૂર્વજો અને સંબંધિત કેડો ભાષાના બોલનારાઓ તથા યુરોપિયનોનો સૌપ્રથમ સંપર્ક તથા આધુનિક કેડો નેશન ઓફ ઓક્લાહોમાનો આજે પણ કોઇ જવાબ નથી.[૧૬]

આ રાજ્યના ઘણા વર્તમાન સ્થળોના નામ મૂળ અમેરિકન વિવિધ ભાષાઓમાં વપરાતા શબ્દો પરથી ઉતરી આવેલા છે, જેમાં એશાફાલયા, નેશિટોઉશેસ (જેને હવે નેશિટોચીસ લખાય છે), કેડો, હૌમા, ટેન્ગિપાહોઆ, અને એવોયેલ (એવોયેલેસ તરીકે)નો સમાવેશ થાય છે.

યુરોપીયન લોકો દ્વારા શોધ અને વસાહતીકરણ

[ફેરફાર કરો]
લ્યુઇસિયાના પ્રદેશો

લ્યુઇસિયાનામાં સૌપ્રથમવાર 1528માં સૌપ્રથમવાર યુરોપીયન સંશોધકો આવ્યા, તે વખતે પેનફિલો દ નેર્વેઝની આગેવાનીમાં સ્પેનના લોકોએ શોધ અભિયાનમાં મિસિસિપી નદીનું મુખ ખોળી કાઢ્યું હતું. 1542માં, હેર્નાન્ડો દ સોટોએ તેની શોધ દરમિયાન રાજ્યની ઉત્તર અને પશ્ચિમ બાજુએ (જ્યાં તેને કેડો અને ટ્યુનિકા જૂથોનો ભેટો થયો) આવી ચડ્યો હતો અને ત્યારબાદ 1543માં મિસિસિપી નદીને માર્ગદર્શક તરીકે લઇને મેક્સિકોના અખાત સુધી ગયો હતો. લ્યુઇસિયાનામાં સ્પેન નિષ્ક્રિય રસ ધરાવતું હતું. 17મી સદીના ઉત્તરાર્ધમાં, સાર્વભૌમત્વ, ધાર્મિક અને વાણિજ્યિક હેતુઓ સાથે ફ્રાન્સે શોધ અભિયાનને પગલે મિસિસિપી નદી અને અખાતી તટ પર ઉપસ્થિતિ સ્થાપી. પોતાની સૌપ્રથમ વસાહત સાથે, ફ્રાન્સે ઉત્તર અમેરિકાના એક વિશાળ પ્રદેશ પર દાવો કર્યો અને મેક્સિકોના અખાતથી કેનેડા સુધી લંબતું એક વાણિજ્યિક સામ્રાજ્ય તથા ફ્રેન્ચ રાષ્ટ્ર સ્થાપવા તજવીજ હાથ ધરી.

1682માં ફ્રાન્સના સંશોધક રોબર્ટ કેવેલિઅર દ લા સોલે ફ્રાન્સના રાજા લ્યુઇસ XIVના માનમાં આ પ્રદેશનું નામ લ્યુઇસિયાના રાખ્યું. ફ્રાન્સની સૌપ્રથમ સ્થાયી વસાહતરૂપ ફોર્ટ મૌરેપાસ (કે જે હાલમાં બિલોક્સી નજીક, ઓસિયન સ્પ્રિન્ગ્સ, મિસિસિપી તરીકે ઓળખાય છે)ની સ્થાપના ફ્રાન્સના કેનેડિયન સૈન્ય અધિકારી પીઅરે લે મોયન દ'ઇબેરવિલે દ્વારા 1699માં કરવામાં આવી. ત્યા સુધીમાં ફ્રાન્સના લોકોએ મિસિસિપી નદીના મુખ પરની એક નાની વસાહત કે જેનું નામ લા બેલાઇઝ (અથવા લા બેલિઝ), ફ્રેન્ચમાં 'સીમાર્ક' હતું, ત્યાં એક નાના કિલ્લાનું બાંધકામ પણ કર્યું હતું. 1721 સુધીમાં તેમણે નદીમાં તરતાં જહાજોને માર્ગદર્શન 62-foot (19 m)આપવા માટે દિવાદાંડી જેવું સ્વરૂપ ધરાવતા લાકડાના માળખાનું બાંધકામ કર્યું.[૧૭]

લ્યુઇસિયાનાની ફ્રેન્ચ વસાહતે વાસ્તવમાં મિસિસિપી નદીની બન્ને બાજુની જમીન અને ઉત્તરમાં કેનેડામાં ફ્રાન્સના પ્રદેશ સુધીની તમામ જમીન પર દાવો કર્યો હતો. નીચે પ્રમાણેના રાજ્યો લ્યુઇસિયાનાનો હિસ્સો હતાઃ લ્યુઇસિયાના, મિસિસિપી, આર્કાન્સાસ, ઓક્લાહોમા, મિસૌરી, કાન્સાસ, નેબ્રાસ્કા, આયોવા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિશીગન, વિસ્કોન્સિન, મિનેસોટા, ઉત્તર ડેકોટા, દક્ષિણ ડેકોટા.

1714માં નેચિટોચિઝની વસાહત (હાલના ઉત્તરપશ્ચિમ લ્યુઇસિયાનામાં રેડ રિવરની પાસે)ની સ્થાપના લ્યુઇસ જ્યુશેરેવ દ સેંટ ડેનિસે કરી હતી, જે લ્યુઇસિયાનાના ખરીદ કરાયેલા પ્રદેશમાં આવેલી સૌથી જૂની સ્થાયી યુરોપિયન વસાહત બની. ફ્રાન્સની વસાહતોના બે હેતુ હતાઃ ટેક્સાસમાં સ્પેનિશ સાથે વેપાર સ્થાપવો, અને લ્યુઇસિયાનામાં સ્પેનના લોકોની આગેકૂચ રોકવી. જૂનાં સાન એન્ટોનિયો રોડ (કેટલીકવાર તે અલ કેમિનો રીઅલ, અથવા કિંગ્સ હાઇવે તરીકે પણ ઓળખાય છે)નું ઉત્તરીય મથક પણ નેચિટોચિઝ ખાતે આવેલું હતું. આ વસાહત ટૂંક સમયમાં જ નદી પર આવેલું એક સમૃદ્ધ બંદર બની ગયું, જેને કારણે આ નદીની બાજુમાં કાપડના વિશાળ ક્ષેત્રનો વિકાસ થયો. સમય સાથે, બાગાયતકારોએ વિશાળ વાડીઓ વિકસાવી અને એક વિકાસશીલ નગરમાં સરસ ઘરો બાંધ્યા. ન્યૂ ઓર્લિયન્સ અને અન્ય સ્થળોએ આ રીતનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું.

કજૂન્સ તરીકે ઓળખાતા ફ્રેન્ચ એકેડિયન્સ દક્ષિણ લ્યુઇસિયાનાની ભેજવાળી પોચી જમીન, ખાસ કરીને એચાફાલેયા બેઝિનમાં સ્થાયી થયા.

લ્યુઇસિયાનાની ફ્રેન્ચ વસાહતોએ વધુ સંશોધનો અને લશ્કરથી થોડે દૂર આવેલી છાવણીઓનું કામ હાથ ધર્યું હતું, તેણે લ્યુઇસિયાનાથી લઇને ઉત્તરમાં ઇલિનોઇસ કન્ટ્રી (જેને હાલમાં સેન્ટ લ્યુઇસ, મિસૌરી તરીકે ઓળખવામાં આવે છે.) તરીકે ઓળખાતા પ્રદેશ સુધીના મિસિસિપી અને તેની મુખ્ય ઉપનદીઓના કિનારા પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું. આ પણ જુઓઃ અમેરિકાનું ફ્રાન્સ વસાહતીકરણ

પ્રારંભમાં, આ વસાહતની રાજધાની તરીકે મોબાઇલ, એલાબામા, અને બિલોક્સી, મિસિસિપી હતી. વેપાર અને સૈન્યના હેતુઓ માટે મિસિસિપી નદીનું મહત્વ સમજાયા બાદ, ફ્રાન્સે 1722માં ન્યુ ઓર્લિયન્સને નાગરિક અને સૈન્ય સત્તાનું કેન્દ્ર બનાવી દીધું. ત્યારથી લઈને યુનાઇટેડ સ્ટેટ્સે 20 ડિસેમ્બર, 1803ના રોજ લ્યુઇસિયાનાની ખરીદી અંતર્ગત આ પ્રદેશ હસ્તગત કર્યો ત્યા સુધી, આ પ્રદેશના વસાહતી સામ્રાજ્ય પર ફ્રાન્સ અને સ્પેઇનના વેપારનો અંકુશ હતો.

1720ના દશકમાં, આ પ્રદેશની મિસિસિપી નદીના કિનારે જર્મન કોસ્ટ તરીકે ઉલ્લેખ કરાતા એક પ્રદેશમાં જર્મનીથી આવેલા લોકો સ્થાયી થયા.

સપ્તવર્ષીય યુદ્ધમાં બ્રિટનના વિજય અથવા તો ઉત્તર અમેરિકામાં જેમ ઓળખવામાં આવે છે તે ફ્રાન્સ અને ઇન્ડિયન યુદ્ધમાં બ્રિટનના વિજયના પરિણામરૂપે ફ્રાન્સે મિસિસિપી નદીની પૂર્વ તરફનો પોતાનો મોટાભાગનો પ્રદેશ ગ્રેટ બ્રિટનને આપી દીધો. તેણે ન્યૂ ઓર્લિયન્સની આસપાસનો વિસ્તાર અને લેક પોન્ટશેર્ટ્રેઇનની આસપાસના પૅરિશિઝ પોતાની પાસે રાખ્યા. સપ્તવર્ષીય વિગ્રહ બાદ 1763માં ફોન્ટેઇનબ્લોઉની સંધિ અનુસાર બાકી બચેલું લ્યુઇસિયાના સ્પેનની વસાહત બન્યું.

સપ્તવર્ષીય યુદ્ધ બાદ બ્રિટિશરોએ હકાલપટ્ટી કરતાં, 1765માં સ્પેનના શાસન દરમિયાન એકેડિયા પ્રદેશના (હાલનું નોવા સ્કોટિયા, ન્યૂ બ્રુન્સવિક, અને પ્રિન્સ એડવર્ડ આયલેન્ડ, કેનેડા) સેંકડો હજારો ફ્રેન્ચભાષી લોકો લ્યુઇસિયાનામાં નિર્વાસિત બનીને આવ્યા. હાલમાં એકેડિયાના તરીકે ઓળખાતા દક્ષિણપશ્ચિમ લ્યુઇસિયાનામાં આ લોકો આસાનીથી સ્થાયી થઇ ગયા. વધુને વધુ કેથોલિક લોકોને વસાવવા આતુર સ્પેને એકેડિયાના નિર્વાસિતોને આવકાર આપ્યો. કેજન એકેડિયાના આ નિર્વાસિતોના વંશજ છે.

સ્પેનિશ કેનેરી આયલેન્ડર્સ આયલેનોસ તરીકે ઓળખાતા હતા, તેઓ સ્પેનનાં કેનેરી આયલેન્ડ્સથી નિર્વાસન પામીને સ્પેનના તાજની હકૂમત હેઠળના લ્યુઈસિયાનામાં 1778 અને 1783ની વચ્ચેના ગાળામાં આવ્યા.

1800માં, ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટે સાન આઈલ્ડેફોન્સોની સંધિ દ્વારા સ્પેન પાસેથી લ્યુઇસિયાનાને હસ્તગત કર્યું. આ વ્યવસ્થાને બે વર્ષના ગાળા સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

ગુલામીમાં વૃદ્ધિ

[ફેરફાર કરો]

1709માં, ફ્રાન્સના ધિરાણકાર એન્ટોઇન ક્રોઝેટે લ્યુઇસિયાનાના ફ્રાન્સની હેઠળના વિસ્તારમાં વાણિજ્યનો એકાધિકાર પ્રાપ્ત કર્યો. આ વિસ્તાર મેક્સિકોના અખાતથી લઇને હાલના ઈલિનોઇસ સુધીનો હતો. બ્રિટિશ ઇતિહાસકાર હ્યુ થોમસ લખે છે કે, “ક્રોઝેટને આફ્રિકાથી દર વર્ષે એક જહાજ ભરીને કાળા માણસો લાવવાની છૂટ આપવામાં આવી હતી.”[૧૮]

1803માં ફ્રાન્સે લ્યુઇસિયાના પ્રદેશનું યુનાઇટેડ સ્ટેટ્સને વેચાણ કર્યું, તે સમયે ટૂંકમાં જ એવું સ્વીકારી લેવામાં આવ્યું હતું કે આફ્રિકાના ગુલામોને પડોશી મિસિસિપીમાં જે રીતે લાવવામાં આવતા હતા તેટલી જ સરળતાથી લાવી શકાશે. અમેરિકાના કાયદાનો આ ભંગ હતો, તેમ છતાં પણ આ પ્રથા સ્વીકારવામાં આવી.[૧૯] 19મી સદીના આરંભિક ગાળામાં લ્યુઇસિયાના ખાંડનું નાનાપાયે ઉત્પાદન કરતું હતું, તેમછતાં આફ્રિકાથી જહાજ દ્વારા દક્ષિણ કેરોલિનામાં લાવીને લ્યુઇસિયાનામાં વેચવામાં આવેલા આફ્રિકી ગુલામોને ખેતમાલિકોએ ખરીદ્યા બાદ લ્યુઇસિયાના ટૂંક સમયમાં જ ખાંડનું મોટું ઉત્પાદક બન્યું જ્યાં ખેતમાલિકો પોતાના બંધનમાં રહેલા મજૂરોને કોઇ ચૂકવણી કર્યા વિના જોરજૂલમથી તેમની પાસે શેરડીની ખેતી કરાવડાવતા. યુનાઇટેડ સ્ટેટ્સના રેપ. જેમ્સ હિલહાઉસ અને ચોપાનિયા લખનાર લેખક થોમસ પેઇને આ નવા હસ્તગત કરાયેલા પ્રદેશમાં ગુલામી વિરુદ્ધનાં પ્રવર્તમાન ફેડરલ કાયદાનો અમલ કરાવવાની માગણીઓ કરી હોવા છતાં,[૨૦] ગુલામી પ્રવર્તતી જ રહી કારણ કે તેના લીધે મજૂરીના નીચા ખર્ચે ભારે નફો થતો હતો. લ્યુઇસિયાના પ્રદેશના છેલ્લાં સ્પેનિશ ગવર્નર લખે છે કે, “સાચે જ, લ્યુઇસિયાના માટે ગુલામો વિરુદ્ધ રહેવું અશક્ય છે” અને ગુલામોનો ઉપયોગ કરીને, આ વસાહત “સમૃદ્ધિ અને સંપત્તિ તરફ મોટી છલંગો ભરી રહી છે.” [૧૯]

લ્યુઇસિયાનામાં યુનાઇટેડ સ્ટેટ્સના સૌપ્રથમ ગવર્નર વિલિયમ ક્લેઇબોર્ને જણાવ્યું હતું કે, ગુલામ મજૂરોની જરૂર છે, કારણ કે આ બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં બિનગુલામ ગોરાં મજૂરો ટકી શકે નહિં. [૨૧]હ્યુ થોમસ વધુમાં લખે છે કે, “લ્યુઇસિયાનામાં ક્લેઇબોર્નને માનવ હેરફેરને નાબૂદ કરવાની સત્તા હતી, તેમછતાં તે આમ કરવામાં અસમર્થ હતો.”

હૈતીમાંથી હિજરત અને પ્રભાવ

[ફેરફાર કરો]

પિઅરે લૌસ્સેટ (લ્યુઇસિયાનામાં ફ્રાન્સના મંત્રી, 1718): “એન્ટિલિસમાં અમારી તમામ વસાહતો પૈકી, સેન્ટ-ડોમિન્ગ્યુ એક એવી વસાહત છે કે જ્યાંની માનસિકતા અને રીતિરિવાજોનો લ્યુઇસિયાના પર સૌથી વધુ પ્રભાવ છે.”

18મી સદી દરમિયાન લ્યુઇસિયાના અને તેની કેરેબિયન પેરેન્ટ વસાહત (હેઇતી) ગાઢ સંબંધો વિકસાવ્યા હતા, સમુદ્રી વેપાર પર કેન્દ્રીકરણ કર્યું હતું, મૂડી અને માહિતીનું આદાનપ્રદાન, તથા વસાહતીઓનું સ્થળાંતર થયુ હતું. આ પ્રારંભથી લઇને, હેઇતીના લોકોએ લ્યુઈસિયાનાનાં રાજકારણ, લોકો, ધર્મ અને સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. ટાપુ ઉપર ગુલામી વિરુદ્ધના ષડયંત્રો અને બળવાઓના પ્રતિસાદરૂપે, આ વસાહતના અધિકારીઓએ 1763માં ગુલામ સંત ડોમિન્ગ્યુઅન્સના પ્રવેશ સામે પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓના સંપૂર્ણ યુગ દરમિયાન બળવાખોર ગતિવિધિઓએ લ્યુઇસિયાનાના ગુલામોના વેપાર અને પરદેશગમનની નીતિઓ ઉપર પ્રભાવ પાડવાનો ચાલુ રાખ્યો.

આ બે લોકશાહી સંગ્રામે સ્પેનના લોકોના દિલોમાં ડર પેસાડી દીધો, જેઓએ 1763થી 1800 સુધી લ્યુઇસિયાના પર શાસન કર્યું હતું. પોતાની વસાહતને લોકશાહી ક્રાંતિના પ્રસારથી અલિપ્ત રાખવા માટેના એક વ્યર્થ પ્રયાસરૂપે તેમને જે રાજદ્રોહી ગતિવિધિ લાગતી તેને બંધ પાડી દીધી અને વિધ્વંસક સામગ્રીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. મે 1790માં, ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડિઝથી ગુલામ અને મુક્ત કાળા માણસોના પ્રવેશ પર એક શાહી આદેશ દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો. એક વર્ષ બાદ, ઇતિહાસનો સૌપ્રથમ ગુલામ બળવો શરૂ થયો, જેને પગલે આખરે હેઈતીની સ્થાપના થવાની હતી.[૨૨]

સેન્ટ ડોમિન્ગ્યુમાં બળવાને કારણે વ્યાપકપણે બહુજાતિય હિજરત થઈ: ફ્રેન્ચ લોકો કાબુમા રાખેલા ગુલામો સાથે ભાગી છૂટ્યાં; અન્ય સંખ્યાબંધ મુક્ત લોકોએ પણ એવું જ કર્યું, તે પૈકીના અમુક તો પોતે જ ગુલામોના માલિક હતા. તે ઉપરાંત 1793માં, અચાનક લાગેલી એક આગે મુખ્ય શહેર કેપ ફ્રાન્સિયસ (હાલનું કૅપ હૈતિયન)ના બે તૃતીયાંશ હિસ્સાનો નાશ કર્યો, અને લગભગ દસ હજાર લોકો આ ટાપુ છોડી ગયા. ક્રાંતિ, વિદેશી આક્રમણો અને આંતરવિગ્રહના આગામી દશકોમાં, વધુ હજારો લોકો આ ઉકળતા ચરું જેવી પરિસ્થિતિમાંથી છટકી ગયા. ઘણા લોકો પૂર્વમાં સેન્ટો ડોમિન્ગો (હાલનું ડોમિનિકન રિપબ્લિક) અથવા નજીકના કેરેબિયન ટાપુઓ પર ચાલ્યા ગયા. ઉત્તર અમેરિકામાં, અને ખાસ કરીને ન્યૂ યોર્ક, બાલ્ટિમોર (જુલાઈ 1793માં ત્યાં ત્રેપ્પન જહાજો ગયા હતા), ફિલાડેલ્ફિયા, નોર્ફોક, ચાર્લ્સટન અને સવાનાહ તેમજ સ્પેનિશ ફ્લોરિ઼ડામાં ગોરા અને કાળાં સહિતના મોટી સંખ્યામાં લોકોએ આશ્રય મેળવ્યો. નિર્વાસિત ગતિવિધિએ દક્ષિણ લ્યુઇસિયાનામાં જેટલો તીવ્ર પ્રભાવ પાડ્યો હતો તેટલો આ ભૂખંડમાં ક્યાંય નહોતો.

ન્યૂ ઓર્લિયન્સમાં કાર્યરત ફ્રેન્ચ ચાંચિયા જિન લાફાયેતનો જન્મ 1782ની આસપાસમાં પોર્ટ-ઓ-પ્રિન્સ ખાતે થયો હતો[૨૩]

1791 અને 1803ની વચ્ચેના ગાળામાં, ન્યૂ ઓર્લિયન્સમાં તેર હજાર નિર્વાસિતોનું આગમન થયું હતું. સત્તાવાળાઓને એવી ચિંતા હતી કે તે પૈકીના કેટલાક “રાજદ્રોહી” વિચારો સાથે આવ્યા હતા. 1795ની પાનખરમાં, પોઇન્ટે કુપીમાં બળવાખોરીનો પ્રયાસ જોવા મળ્યો જેમાં બાગાયતકારોના ઘર બાળી નાખવામાં આવ્યા હતા. આ બનાવ બાદ, સેન્ટ ડોમિન્ગ્યુના એક વ્યક્તિ લ્યુઇસ બેનોઇટને "વસાહતમાં વિનાશ વેરનારા ક્રાંતિકારી વિચારો વડે રંગાયેલો" હોવાના આરોપસર દેશનિકાલ આપવામાં આવ્યો હતો. પોઇન્ટે કુપી અને જર્મન કોસ્ટ પર ચાલુ રહેલી અશાંતિએ 1796ની પાનખર ઋતુમાં ગુલામીના સંપૂર્ણ વેપારને બંધ કરવાના નિર્ણય પાછળ મહત્વનું યોગદાન આપ્યું હતું.

1800માં, લ્યુઇસિયાનાનાં અધિકારીઓએ તેને પુનઃ શરૂ કરવા ચર્ચા કરી, પરંતુ સેન્ટ ડોમિન્ગ્યુના કાળાઓને પ્રવેશમાંથી બહાર રાખવા માટે તેઓ સંમત થયા. તેમણે ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડિઝના કાળા અને ગોરા બળવાખોરોની ઉપસ્થિતિની પણ નોંધ લીધી જેઓ "અમારા નિગ્રોમાં ખતરનાક વિચારધારાનું આરોપણ કરી રહ્યાં હતા." તેમના કરતા ફક્ત પાંચ વર્ષ પૂર્વેના ગુલામો કરતા આ ગુલામો વધુ "ઉદ્ધત", "બેકાબૂ", અને "શિરજોર" જણાય છે.

એ જ વર્ષે, સ્પેઇને લ્યુઇસિયાના પાછું ફ્રાન્સને આપી દીધું, અને બાગાયતકારો બળવાખોરીના ડર વચ્ચે જીવતા જ રહ્યાં. ભાવિ શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટએ આ વસાહતનું યુનાઇટેડ સ્ટેટ્સને 1803માં વેચાણ કરી દીધું કારણ કે સેન્ટ ડોમિન્ગ્યુ વિરુદ્ધની તેના સંપૂર્ણ નિષ્ફળતાકારક હુમલાએ તેના નાણાં ભંડોળ અને સૈન્યની હાલત પાતળી બનાવી દીધી હતી, આ ઘટના બાદ આ ટાપુની લ્યુઇસિયાનામાં પડતી અસરો વધુ બિહામણી બની.[૨૪]

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ખરીદી

[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સે 1783માં જ્યારે ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતા મેળવી ત્યારે, તેની સૌથી મોટી ચિંતા યુરોપિયન સત્તાને પોતાની પશ્ચિમી સરહદે સીમિત રાખવાની હતી, અને મિસિસિપી નદી પર નિરંકુશ આધિપત્ય પ્રાપ્ત કરવાની જરૂર હતી. અમેરિકાના વસાહતીઓ પશ્ચિમમાં જતા, તેમને એવું લાગ્યું કે ચીજવસ્તુઓને પૂર્વમાં લઇ જવા માટે એપ્પાલાચિયન પર્વતમાળા અવરોધરૂપ છે. ચીજવસ્તુઓનું વહન કરવા માટે ફ્લેટબોટ એક સરળમાં સરળ રસ્તો હતો જેથી ચીજવસ્તુઓને જળમાર્ગ દ્વારા ઓહિયો અને મિસિસિપી નદી થઇ ન્યૂ ઓર્લિયન્સના બંદરે લઇ જઇ શકાય, અને ત્યાંથી ચીજવસ્તુઓને સમુદ્રમાં જનારા જહાજોમાં ચઢાવી શકાય. આ માર્ગમાં એક સમસ્યા હતી કે મિસિસિપી નદીની નીચે નાશેઝની બન્ને તરફના કિનારાઓની માલિકી સ્પેન ધરાવતું હતું. લ્યુઇસિયાનામાં નેપોલિયનની મહત્વકાંક્ષામાં કેરેબિયન ખાંડના વેપારને કેન્દ્રમાં ધરાવતું એક નવું સામ્રાજ્ય રચવાનો સમાવેશ થતો હતો. 1800ની એમિન્સની સંધિની શરતો અનુસાર, ગ્રેટ બ્રિટને માર્ટિન્ક્યુ અને ગુઆદાલોપ ટાપુની માલિકી ફ્રાન્સને પરત આપવાની હતી. નેપોલિયન લ્યુઇસિયાનાને સુગર આયલેન્ડ્સ માટેના ડેપો અને યુ.એસ. વસાહતો વચ્ચેના અનામત સ્થળ તરીકે જોતો હતો. ઓક્ટોબર 1801માં, તેણે મહત્વપૂર્ણ ગણાતા સેન્ટો ડોમિગો ટાપુને જીતી લેવા માટે વિશાળ લશ્કરી દળો મોકલ્યા અને ગુલામીપ્રથાને પુનઃ દાખલ કરી, જે 1792-3માં ગુલામ વિદ્રોહ બાદ સેન્ટ ડોમિન્ગ્યુમાંથી નાબૂદ થઇ ગઇ હતી, અને 1794માં ફ્રાન્સની વસાહતોમાંથી ગુલામીપ્રથાને કાયદાકીય તથા બંધારણીય રીતે નાબૂદ કરવામાં આવી હતી.

નેપોલિયનના સાળાં લેક્લેર્કની આગેવાની હેઠળના ફ્રેન્ચ લશ્કરને સેન્ટ ડોમિન્ગ્યુની મોટાભાગની વસતીના પુનઃ-ગુલામીકરણનો વિરોધ કરતા દળો દ્વારા સજ્જડ હારનો સામનો કરવો પડતાં, નેપોલિયને લ્યુઇસિયાના વેચી નાખવાનો નિર્ણય કર્યો.

લ્યુઇસિયાનાના દ્વિભાષી રાજયના આવકારનું ચિહ્ન તેના ફ્રેન્ચ વારસાની ઓળખ છે

યુનાઇટેડ સ્ટેટ્સના ત્રીજા પ્રમુખ થોમસ જેફરસન અમેરિકામાં ફ્રાન્સની વસાહતોની પુનઃસ્થાપના કરવાની નેપોલિયનની યોજનાઓથી પરેશાન હતા. ન્યૂ ઓર્લિયન્સની માલિકી ધરાવતો, નેપોલિયન કોઇ પણ ઘડીએ અમેરિકામાં આવતી મિસિસિપી નદી બંધ કરીને અમેરિકાના વાણિજ્યને અસર કરી શકે તેમ હતો. ફ્રાન્સમાં રહેલા અમેરિકાના પ્રધાન રોબર્ટ આર. લિવિન્ગ્સ્ટનને જેફરસને ન્યૂ ઓર્લિયન્સ શહેર, મિસિસિપી નદીનો પૂર્વીય તટનો હિસ્સો અને અમેરિકા વાણિજ્ય માટે આ નદીનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકે તે માટે ખરીદીની વાટાઘાટ કરવાની સત્તા આપી. લિવિન્ગ્સ્ટનને 2 મિલિયન સુધીની ચૂકવણી કરવાની સત્તા આપવામાં આવી હતી.

લ્યુઇસિયાના હજુ સુધી ફ્રાન્સની માલિકી હેઠળ આવ્યું નહોતું, અને સ્પેન સાથેની નેપોલિયનની સીમા અંગેની સંધિની વાત ગુપ્ત રાખવામાં આવી હતી. 18 ઓક્ટોબર, 1802ના રોજ, જો કે, લ્યુઇસિયાનાના એક્ટિંગ ઇન્ટેન્ડન્ટ જુઆન વેન્ચુરા મોરાલેસે યુનાઇટેડ સ્ટેટ્સના તમામ કાર્ગોનો ન્યૂ ઓર્લિયન્સમાં થોભવાનો અધિકાર રદ કરવાનો સ્પેનનો ઇરાદો જાહેર કરી દીધો. આ મહત્વના બંદરના દરવાજા યુનાઇટેડ સ્ટેટ્સ માટે બંધ કરી દેવાતા ગુસ્સો અને ગભરાટ વ્યાપી ગયો. પશ્ચિમમાં ચાલતો વેપાર રીતસર થંભી ગયો. ઇતિહાસકારો એવું માને છે કે રાઇટ ઓફ ડિપોઝીટ રદ કરવાનું પગલું અમેરિકનો દ્વારા પોર્ટના કરાતા દુરુપયોગ, ખાસ કરીને દાણચોરીને આભારી હતું, અને તે સમયે માનવામાં આવતું હતું તેમ આ ફ્રાન્સનું કોઇ કારસ્તાન નહોતું. પ્રમુખ જેફરસને ફ્રાન્સ સાથે યુદ્ધ માટેના લોકોના દબાણની અવગણના કરી, અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ન્યૂ ઓર્લિયન્સ પ્રાપ્ત કરવામાં સહાય માટે જૅમ્સ મનરોની નેપોલિયન માટેના ખાસ દૂત તરીકે નિમણૂંક કરી. જેફરસને સત્તાવાર ખર્ચને પણ વધારીને 10 મિલિયન ડોલર કરી દીધો.

જોકે, 11 એપ્રિલ, 1803ના રોજ, ફ્રાન્સના વિદેશ પ્રધાન ટેલિરેન્ડે લિવિન્ગ્સ્ટનને ચોંકાવી મૂક્યા અને માત્ર ન્યૂ ઓર્લિયન્સ જ નહિ, પરંતુ આસપાસના વિસ્તાર સહિત સમગ્ર લ્યુઇસિયાના માટે અમેરિકા કેટલી રકમ ચૂકવવા તૈયાર છે (આમાં લિવિન્ગ્સ્ટનની સૂચનાઓનો પણ સમાવેશ થઇ જતો હતો). મનરો એક વાતે લિવિન્ગ્સ્ટન સાથે સંમત થતા હતા કે નેપોલિયન કોઇ પણ ઘડીએ આ પ્રસ્તાવને પરત ખેંચી લે અને તેઓ ન્યૂ ઓર્લિયન્સનો ઈચ્છિત વિસ્તાર પ્રાપ્ત કરી ન શકે એવું બની શકે છે, તેમજ પ્રમુખ જેફરસન તરફથી પરવાનગી આવવામાં મહિનાઓ લાગી શકે તેમ હતા, આથી લિવિન્ગ્સ્ટન અને મનરોએ તાત્કાલિકપણે વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય કર્યો. 30 એપ્રિલ સુધીમાં, તેમણે 8,28,000 ચોરસમાઇલનો સમગ્ર લ્યુઇસિયાના પ્રદેશ 60 મિલિયન ફ્રાન્ક (લગભગ 15 મિલિયન અમેરિકન ડોલર)ની કિંમતે ખરીદી લેવા માટેનો સોદો સંપન્ન કર્યો. આ રકમનો અમુક હિસ્સાનો ફ્રાન્સ દ્વારા અમેરિકા પાસે લેવાની નીકળતા દેવાની પતાવટ કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો. ચૂકવણી યુનાઇટેડ સ્ટેટ્સ બોન્ડ્સમાં કરવામાં આવી, જેનું નેપોલિયને ડચ કંપની હોપ એન્ડ કંપની અને બ્રિટિશ બેન્કિંગ હાઉસ ઓફ બૅરિંગમાં પ્રતિ 100 ડોલરના યુનિટદીઠ સાડા સિત્યાશીના ડિસ્કાઉન્ટ સાથે મૂળકિંમતે વેચાણ કર્યું. પરિણામસ્વરૂપે, ફ્રાન્સને લ્યુઇસિયાના માટે માત્ર 8,831,250 ડોલર જ રોકડસ્વરૂપે મળ્યાં.

કર્તવ્યનિષ્ઠ ઈંગ્લિશ બૅન્કર એલેક્ઝેન્ડર બેરિંગને પેરિસમાં માર્બોઇસ સાથે ચર્ચા યોજાઇ, તેણે યુનાઇટેડ સ્ટેટ્સ જઇને બોન્ડ્સ મેળવ્યાં અને તેને બ્રિટન લઇ ગયો, અને નાણાં સાથે ફ્રાન્સ પરત ફર્યો- આ નાણાંનો ઉપયોગ નેપોલિયને બૅરિંગના પોતાના દેશની સામે યુદ્ધ કરવા માટે જ ઉપયોગ કર્યો.

જ્યારે આ ખરીદીના સમાચાર યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચ્યા, ત્યારે જેફરસનને નવાઇ લાગી હતી. તેમણે બંદરીય શહેરની ખરીદી માટે 10 મિલિયન ડોલરનો ખર્ચ કરવાની સત્તા આપી હતી, અને તેના બદલે એવો સોદો મળ્યો કે જેના કારણે સરકારે 15 મિલિયન ડોલર ખર્ચવા પડે એમ હતા, એ પણ એવી જમીન માટે કે જેનું કદ દેશના કદ કરતા બમણું હતું. ફેડરલિસ્ટ પાર્ટીમાં રહેલા જેફરસનનાં રાજનૈતિક વિરોધીઓએ એવી દલીલ કરી કે લ્યુઇસિયાનાની ખરીદી એક મૂલ્યવિહીન રણની ખરીદીને તૂલ્ય છે, અને બંધારણ નવી જમીન ખરીદવાની અથવા તો સેનેટની મંજૂરી વિના સંધિઓ માટે વાટાઘાટ કરવાની પરવાનગી આપતું નથી. વિરોધીઓને ખરેખર ચિંતિત કરનારી બાબત એ હતી કે લ્યુઇસિયાના પ્રદેશમાંથી આકાર પામનારા નવા રાજ્યો કોન્ગ્રેસમાં પશ્ચિમી અને દક્ષિણી હિતોને ચોક્કસપણે મજબૂત બનાવશે, અને રાષ્ટ્રની બાબતોમાં ન્યૂ ઈન્ગ્લેન્ડના ફેડરલિસ્ટ્સના પ્રભાવમાં વધુ ઘટાડો કરશે. પ્રમુખ જેફરસન પશ્ચિમ તરફના વિસ્તરણને ઉત્સાહપૂર્વક ટેકો આપી રહ્યાં હતા, અને આ સંધિને મજબૂતપણે તેમનો ટેકો આપ્યો હતો. ફેડરાલિસ્ટોને વાંધો હોવા છતાં, યુ.એસ. સેનેટે 30 ઓક્ટોબર, 1803ના રોજ લ્યુઈસિયાનાની સંધિને બહાલી આપી.

29 નવેમ્બર, 1803ના રોજ ન્યૂ ઓર્લિયન્સમાં તબદિલીનો સમારોહ યોજાયો. લ્યુઇસિયાના પ્રદેશને ક્યારેય સત્તાવારપણે ફ્રાન્સને સુપરત કરાયો નહોતો, તેથી સ્પેને પોતાનો રાષ્ટ્રધ્વજ ઉતાર્યો, અને ફ્રાન્સે પોતાનો ધ્વજ ફરકાવ્યો. ત્યારપછીના દિવસે, જનરલ જેમ્સ વિલ્કિન્સને યુનાઇટેડ સ્ટેટ્સ વતી ન્યૂ ઓર્લિયન્સનો કબ્જો સ્વીકાર્યો. 9 માર્ચ, 1804ના રોજ સેન્ટ લ્યુઇસમાં પણ આવો જ એક સમારોહ યોજાયો, જેમાં નદી નજીક સ્પેનના રાષ્ટ્રધ્વજના સ્થાને ફ્રાન્સનો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. ત્યારપછીના દિવસે, ફર્સ્ટ યુ.એસ. આર્ટિલરીના કેપ્ટન આમોસ સ્ટોડાર્ડે પોતાના સૈનિકોને નગરમાં કૂચ કરાવી ગયા અને કિલ્લાના ધ્વજદંડ પર અમેરિકાનો ધ્વજ લહેરાવ્યો હતો. લ્યુઇસિયાનાના પ્રદેશને સત્તાવારપણે યુનાઇટેડ સ્ટેટ્સની સરકારને તબદિલ કરવામાં આવ્યો, યુ.એસ. સરકારના પ્રતિનિધિ મેરિવૅધર લ્યુઇસ હતા.

લ્યુઇસિયાના પ્રદેશને એકરદીઠ 3 સેન્ટથી પણ ઓછાં ભાવે ખરીદવામાં આવ્યો, જે યુનાઇટેડ સ્ટેટ્સના કદ કરતા બમણો હતો. આ તબદિલી એક પણ યુદ્ધ અથવા એક પણ અમેરિકન નાગરિકની જાનહાનિ થયા વિના થઇ હતી, અને આ તબદિલીએ પ્રદેશની ખરીદી માટે એક પૂર્વઆધાર સ્થાપિત કરી આપ્યો હતો. આ ઘટનાક્રમે પેસિફીક સુધી સંપૂર્ણ ભૂખંડમાં યુનાઇટેડ સ્ટેટ્સના વિસ્તરણનો માર્ગ ખોલી આપ્યો.

વસ્તી-વિષયક માહિતી

[ફેરફાર કરો]
લ્યુઇસિયાનાની વસ્તી ગીચતાનો નકશો.
Historical population
Census Pop.
1810૭૬,૫૫૬
1820૧,૫૩,૪૦૭૧૦૦.૪%
1830૨,૧૫,૭૩૯૪૦.૬%
1840૩,૫૨,૪૧૧૬૩.૪%
1850૫,૧૭,૭૬૨૪૬.૯%
1860૭,૦૮,૦૦૨૩૬.૭%
1870૭,૨૬,૯૧૫૨.૭%
1880૯,૩૯,૯૪૬૨૯.૩%
1890૧૧,૧૮,૫૮૮૧૯�૦%
1900૧૩,૮૧,૬૨૫૨૩.૫%
1910૧૬,૫૬,૩૮૮૧૯.૯%
1920૧૭,૯૮,૫૦૯૮.૬%
1930૨૧,૦૧,૫૯૩૧૬.૯%
1940૨૩,૬૩,૫૧૬૧૨.૫%
1950૨૬,૮૩,૫૧૬૧૩.૫%
1960૩૨,૫૭,૦૨૨૨૧.૪%
1970૩૬,૪૧,૩૦૬૧૧.૮%
1980૪૨,૦૫,૯૦૦૧૫.૫%
1990૪૨,૧૯,૯૭૩૦.૩%
2000૪૪,૬૮,૯૭૬૫.૯%
Est. 2008૪૪,૧૦,૭૯૬[૨૫]

જુલાઈ 2005ની સ્થિતિએ (કેટરીના અને રીટા વાવાઝોડાને કારણે જમીન ધસી પડવાના બનાવો પહેલાં) લ્યુઇસિયાનાની વસતિ 4,523,628 હોવાનો અંદાજ હતો, જે અગાઉના વર્ષની સરખામણીએ 16,943 અથવા 0.4 ટકાનો અને 2000થી 54.670 અથવા 1.2 ટકાનો વધારો દર્શાવે છે. જેમાં છેલ્લી વસતિ ગણતરી બાદથી 129,889 લોકો (350,818 જન્મમાંથી 220,929 મૃત્યુ બાદ કરતાં) ના કુદરતી વધારાનો તથા 69,373 લોકોના શહેરમાંથી સ્થળાંતરને કારણ થયેલા ઘટાડાનો સમાવેશ થાય છે. અમેરિકાથી બહારના લોકો આવવાને કારણે 20,174 લોકોનો વધારો થયો અને દેશમાં અન્ય સ્થળોએ થયેલા સ્થળાંતરને કારણે વસતિમાં 89,547 લોકોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો. શહેરની વસતિ ગીચતા 102.6 લોકો પ્રતિ ચોરસ કિલોમીટર છે.[૨૬]

લ્યુઇસિયાનાનું વસતિ કેન્દ્ર ન્યૂ રોડ્સ શહેરમાં પોઈન્ટ કૌપી પેરીશ ખાતે આવેલું છે.[૨૭]

2000ની અમેરિકાની વસતિ ગણતરી પ્રમાણે પાંચ કે તેથી વધારે વર્ષના લોકોમાંથી 4.7 ટકા લોકો ઘરે ફ્રેન્ચ અથવા કેજૂન ફ્રેન્ચ ભાષા, જયારે 2.5 લોકો સ્પેનિશ ભાષા બોલે છે [૬] સંગ્રહિત ૨૦૧૨-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન.

કેજૂન અને ક્રેઓલ વસતિ

[ફેરફાર કરો]

ફ્રેન્ચ મૂળના કેજૂન્સ અને ક્રેઓલ્સ લોકો રાજયના દક્ષિણ ભાગમાં પ્રભુત્ત્વ ધરાવે છે. લ્યુઇસિયાના કેજૂન લોકો હાલના કેનેડિયન પ્રદેશો ન્યૂ બ્રૂન્સિવક, નોવા સ્કોટીયા અને પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ, જે અગાઉ વસાહતી (કોલોનિયલ) ફ્રેન્ચ અકાડિયા તરીકે ઓળખાતા પ્રદેશના ફ્રેન્ચ ભાષા બોલતા અકાડિયાન લોકોના વંશજો છે. 20મી સદી સુધી કેજૂન લોકો દક્ષિણ લ્યુઇસિયાનાના કિચડવાળા પ્રદેશોમાં અળગા જ રહ્યા.[૨૮] 20મી સદીના પ્રારંભમાં કેજૂન ફ્રેન્ચ ભાષાના શાળામાં ઉપયોગ સામે પ્રતિબંધ ફરમાવીને કેજૂન સંસ્કૃતિને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.[૨૯]

લ્યુઇસિયાનાના ક્રેઓલ લોકો બે જાતિવાદી વિભાગોમાં વહેંચાયેલા છે. ક્રેઓલ શબ્દ પ્રથમ લ્યુઇસિયાના જયારે ફ્રેન્ચ વસાહત હતું ત્યારે તેમાં જન્મેલા ફ્રેન્ચ વસાહતીઓને માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. મૂળવતનીઓ માટેનો સ્પેનિશ શબ્દ ક્રિઓલો છે. પરદેશીઓના આગમન અને વસવાટની પેટર્નને કારણે ગોરા ક્રેઓલ્સ ખાસ કરીને ફ્રેન્ચ અને સ્પેનિશ વંશજો છે. લ્યુઇસિયાનામાં ગુલામોની વસતિ વધતાં ગુલામ કાળા લોકો પણ હતા જેને પણ ક્રેઓલ્સ કહી શકાય કારણ કે તેઓ પણ વસાહતમાં જન્મ્યા હતા.

જો કે લ્યુઇસિયાના ક્રેઓલ્સનો ખાસ અર્થ રંગથી મુકત લોકો (જેન્સ દી કલર લિબરેસ )સાથે સંકળાયેલો છે, જે દક્ષિણ લ્યુઇસિયાના અને ન્યૂ ઓરલેન્સ પ્રદેશમાં સ્થાયી થયેલા સામાન્ય રીતે ત્રીજા વર્ગના મિશ્રજાતિના લોકો હતા. આ જૂથ ફ્રેન્ચ અને સ્પેનિશ રાજયસત્તા દરમિયાન વસાહતી પુરુષો અને ગુલામ સ્ત્રીઓ, મોટાભાગે આફ્રિકન, વચ્ચેના સંબંધોના પ્રથમ વંશજોનું બનેલું હતું. સમય જતાં, વસાહતી પુરુષોએ કાળી અથવા મિશ્રજાતિની સ્ત્રીઓને જોડીદાર તરીકે પસંદ કરી. જો તેમના સાથીદાર અને બાળકો ગુલામ હોય તો પુરુષો ઘણી વખત તેમને મુકત કરતાં હતા. આ વ્યવસ્થાને ન્યૂ ઓરલેન્સમાં પ્લેકેજ તરીકે ઔપચારિકતા આપવામાં આવી જે ઘણી વખત યુવાન સ્ત્રીઓ માટે મિલકતની અને તેમના બાળકો માટે અથવા તો આખરે પુત્રોના શિક્ષણની વ્યવસ્થા સાથે સંકળાયેલી હતી. ફ્રેન્ચ અને સ્પેનિશ રાજ્યકાળ દરમિયાન ક્રેઓલ્સ, જે કાળા લોકો હતા તેમણે અનોખા વર્ગનું સર્જન કર્યું - ઘણાં લોકો શિક્ષિત હતા અને સમૃદ્ધ મિલકતના માલિકો અથવા કલાકારો બન્યા અને તેઓ રાજકિય રીતે પણ સક્રિય હતા. ઘણી વખત આ મિશ્રજાતિના ક્રેઓલ્સ અંદરો-અંદર લગ્ન કરતા હતા. તેઓ ફ્રેન્ચ અને સ્પેનિશ વંશજો અને ગુલામ આફ્રિકનોના સમૂહ વચ્ચેના વર્ગમાં સ્થાન પામતા હતા.

હૈતિયન ક્રાંતિ પછી ફ્રેન્ચ બોલતા શરણાર્થીઓ અને હૈતીમાંથી આવતા લોકોને કારણે ન્યૂ ઓરલેન્સ અને લ્યુઇસિયાનામાં મુકત કાળા લોકોના વર્ગમાં વધારો થયો. તે જ સમયે, ફ્રેન્ચ બોલતા ગોરાઓ પણ શહેરમાં દાખલ થયા, જેમાંથી કેટલાક તેમની સાથે ગુલામો પણ લાવ્યા, જે હૈતીમાં મોટાભાગે આફ્રિકાના મૂળવતની હતા. 1809માં લગભગ 10,000 જેટલા શરણાર્થીઓ પ્રથમ કયુબામાં ભાગી ગયા હતા ત્યાંથી એન માસ ન્યૂ ઓરલેન્સમાં સ્થાયી થવા માટે સેન્ટ-ડોમિંગ્યુમાં આવ્યા હતા.[૩૦] તેમણે શહેરની વસતિ લગભગ બમણી કરી દીધી અને ઘણી પેઢીઓ સુધી ફ્રેન્ચ ભાષા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદ કરી.[૩૧]

આજે કાળા ક્રેઓલ્સ સામાન્ય રીતે આફ્રિકન, ફ્રેન્ચ, સ્પેનિશ અને મૂળ અમેરિકન વારસો ધરાવે છે, જે ફ્રેન્ચ અથવા ક્રેઓલ ભાષા બોલતા વાતાવરણ અને સંસ્કૃતિમાં ઉછર્યા છે. કાળા ક્રેઓલ્સનો અલગ દરજજો અમેરિકાએ લ્યુઇસિયાના પર્ચેઝ કરાર કર્યો અને તે પછી ખાસ કરીને અમેરિકન આંતરવિગ્રહ બાદ દૂર કરવામાં આવ્યો. પ્રભુત્વ પ્રસ્થાપિત કરવાના પ્રયાસોએ તેમને સમાજને કાળા અને ગોરા એમ બે ભાગમાં વિભાજીત કરવા પ્રેર્યા. આંતરવિગ્રહ પહેલાં પેઢીઓથી મુકત હતા તેવા ક્રેઓલ્સે તેમનો મોભો ગુમાવ્યો.

આફ્રિકી-અમેરિકી

[ફેરફાર કરો]

લ્યુઇસિયાનાની વસતિ અમેરિકામાં તેના પાડોશી રાજય મિસિસિપી (36.6 %) પછી બીજા નંબરની સૌથી વધારે કાળા અમેરિકનોની (32.5 %) વસતિ ધરાવે છે.

વસતિ ગણતરીના સત્તાવાર આંકડાઓ આફ્રિકન પૂર્વજો ધરાવતા લોકોમાં કોઈ ભેદ દર્શાવતા નથી. તેના પરીણામ સ્વરૂપે, લ્યુઇસિયાનામાં અંગ્રેજી બોલતા વારસા અને ફ્રેન્ચ બોલતા વારસા વચ્ચે કોઈ જ ભેદ દર્શાવવામાં આવ્યો નથી.

કાળા ક્રેઓલ્સ, ફ્રેન્ચ, આફ્રિકન અને નેટીવ અમેરિકન વારસો ધરાવતા લ્યુઇસિયાનામાં કાળા અમેરિકનો, રાજયના દક્ષિણપૂર્વ, મધ્ય, અને ઉત્તરીય ભાગો ખાસ કરીને મિસિસિપી નદીની ખીણની સમાંતર આવેલી વસાહતોમાં પ્રભુત્ત્વ ધરાવે છે.

યુરોપીયન અમેરિકનો

[ફેરફાર કરો]

દક્ષિણ અમેરિકનથી આવેલા ગોરાઓ ઉત્તરીય લ્યુઇસિયાનામાં પ્રભુત્ત્વ ધરાવે છે. આ લોકો ખાસ કરીને અંગ્રેજી, ફ્રેન્ચ, વેલ્શ, અને સ્કોટ્સ આઈરીશ ભૂતકાળ ધરાવે છે અને પાડોશી અમેરિકન રાજયો સાથે મોટાભાગે સામાન્ય પ્રોટેસ્ટંટ સંસ્કૃતિની સમાનતા ધરાવે છે.

લ્યુઇસિયાના પર્ચેઝ પહેલાં, કેટલાક જર્મન પરીવારો તે વખતે જર્મન કોસ્ટ (કિનારા) તરીકે ઓળખાતા મિસિસિપી નદીના નીચાણવાળા ખીણ પ્રદેશની સમાંતર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી થયા હતા. તેમને કેજૂન અને ક્રેઓલ્સ સમુદાયમાં સમાવી લેવામાં આવ્યા હતા.

1840માં ન્યૂ ઓરલેન્સ દેશમાં ત્રીજું સૌથી મોટું અને સમૃદ્ધ શહેર હતું અને દક્ષિણ વિસ્તારનું સૌથી મોટું શહેર હતું. તેના વિકસતા જતા બંદર અને વેપારી અર્થતંત્રએ અસંખ્ય આઈરીશ, ઈટાલિયન, જર્મન અને પોર્ટુગીઝ લોકોને આકર્ષ્યા હતા, જેમાંથી પ્રથમ બે જૂથ સંપૂર્ણપણે કેથોલિક હતા અને કેટલાક જર્મન અને પોર્ટુગીઝ પણ કેથોલિક હતા, જેમણે દક્ષિણીય લ્યુઇસિયાનામાં કેથોલિક સંસ્કૃતિનો ઉમેરો કર્યો. ન્યૂ ઓરલેન્સમાં ઘણાં ડચ, ગ્રીક અને પોલિશ સમુદાયો અને વિવિધ નાગરિકતા ધરાવતી યહૂદી વસતિ પણ આવેલી છે. 20મી સદીના પ્રારંભમાં 10,000 કરતાં વધારે માલ્ટીસ લોકો લ્યુઇસિયાનામાં આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. રાજયમાં ઓયસ્ટર ઉદ્યોગને વ્યાપારીક ધોરણે વિકસાવવાનો યશ ક્રોએશીયન લોકોને ફાળે જાય છે.[૩૨]

હિસ્પેનિક અમેરિકનો

[ફેરફાર કરો]

2000ની વસતિ ગણતરી પ્રમાણે, હિસ્પેનિક મૂળ ધરાવતા લોકોનો હિસ્સો રાજયની વસતિમાં 2.4 % જેટલો હતો. 2005 સુધીમાં આ હિસ્સો રાજયની વસતિમાં 3 % સુધી પહાચ્યો અને ત્યારબાદ આ આંકડામાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. રાજયએ મેકિસકો, કયુબા, ધ ડોમિનિક રીપબ્લિક, હોન્ડૂરાસ, ઇ1 સાલ્વાડોર અને નિકારાગુઆ જેવા લેટીન અમેરિકન દેશોમાંથી ઘણાં લોકોને આકર્ષ્યા છે. ન્યૂ ઓરલેન્સનો હોન્ડુરાન અમેરિકન સમુદાય અમેરિકામાં સૌથી મોટા હોન્ડુરાન અમેરિકન સમુદાયોમાં સ્થાન ધરાવે છે.

જૂના કયુબન અમેરિકન અને ડોમિનિક સમુદાયો ન્યૂ ઓરલેન્સ વિસ્તારમાં ઉપસ્થિત છે, જેમાંથી કેટલાક 1920ના દાયકા અને તેનાથી પણ આગળ 1880ના દાયકામાં આવેલા છે, જો કે તેમાંથી મોટાભાગના ઈમીગ્રન્ટ્સ છે અને કયુબન લોકોના કિસ્સામાં કાસ્ટ્રોની સત્તાના વિરોધી રાજકીય શરણાર્થીઓ છે.

1763માં, સાત વર્ષના યુદ્ધની સમાપ્તિ વખતે ફોન્ટેનબ્લ્યુની સંધી પર હસ્તાક્ષર બાદ, લ્યુઇસિયાના પર 36 વર્ષ સુધી સ્પેનિશ સામ્રાજયની સત્તા રહી હતી. આ સમય દરમિયાન કેટલાક સ્પેનિશ લોકો, ખાસ કરીને કેનેરી આઈલેન્ડના વતનીઓ ન્યૂ ઓરલેન્સમાંથી નદીના નીચાણ વાળા વિસ્તારો, જે હાલમાં સેન્ટ બર્નાર્ડ પેરિશ તરીકે ઓળખાય છે અને રાજયના અન્ય દક્ષિણપૂર્વ વિસ્તારોમાં સ્થાયી થયા. આ ઘટનાએ લૂઈસિયાની આઈલેનો વસતિનો પાયો નાંખ્યો.

એશિયન અમેરિકનો

[ફેરફાર કરો]

2006માં, એશિયન દેશોમાંથી આવેલા લગભગ લગભગ 50,209 લોકો (પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા અને અન્ય ભાગોમાંથી) લ્યુઇસિયાનામાં વસતા હતા. લ્યુઇસિયાનાની એશિયન અમેરિકન વસતિમાં 19મી સદીના ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધમાં ઘણી વખત કેરિબિયન દેશોમાંથી આવેલા ચીની મજૂરોના વંશજોનો સમાવેશ થાય છે. ચાઈનીઝ લોકોનો અન્ય પ્રવાહ પરંતુ આ વખતે દક્ષિણપૂર્વ એશિયામાંથી 20મી સદીના ઉત્તરાર્ધમાં આવ્યો હતો.

1970 અને 1980ના દાયકામાં અસંખ્ય વિયેતનામી અને અન્ય દક્ષિણપૂર્વ એશિયન શરણાર્થીઓ મત્સ્ય અને ઝગા ઉદ્યોગમાં કામ કરવા માટે ગલ્ફ કિનારે આવ્યા હતા. વિયેતનામી વંશના લોકો લ્યુઇસિયાનામાં એશિયન અમેરિકન વસતિનો મોટોભાગ ધરાવે છે. લ્યુઇસિયાનાની લગભગ 95 % એશિયન વસતિ બેટોન રગમાં રહે છે, જે સારી-રીતે સ્થાયી થયેલા ઈસ્ટ ઈન્ડિયન અને કોરીયન સમુદાયોનો વસવાટ પણ ધરાવે છે.

ફિલિપ્પીનોઝનું પ્રથમ આગમન મનિલામેનના સ્વરૂપમાં હતું, જેઓ 1763માં ફિલિપાઇન્સમાંથી સ્પેનિશ જહાજો પર કામ કરતા હતા અને ગલ્ફ કિનારે વસ્યા, ગોરી કેજૂન અને મૂળ અમેરિકન સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને પછીથી તેમને સ્થાનિક ક્રેઓલ વસતિમાં સમાવી લેવામાં આવ્યા. [સંદર્ભ આપો]

અર્થતંત્ર

[ફેરફાર કરો]
લ્યુઇસિયાના સ્ટેટ કવાર્ટર
લ્યુઇસિયાના સ્ટેટ કવાર્ટર

2005માં લૂઈસિયાનું કુલ ઉત્પાદ 168 બિલિયન અમેરિકન ડોલર હતું, જે દેશમાં 24મું સ્થાન ધરાવતું હતું. તેની વ્યકિતગત માથાદિઠ આવક 30,952 ડોલર હતી, જે અમેરિકામાં 41મા સ્થાને હતી.[૩૩]

રાજયના મુખ્ય ખેત ઉત્પાદનોમાં સીફૂડ (તે વિશ્વમાં ક્રોફિશનું સૌથી મોટું ઉત્પાદક છે અને લગભગ 90% પૂરવઠો પૂરો પાડે છે), કપાસ, સોયાબિન, પશુઓ, શેરડી, મરઘાં અને ઈંડા, ડેરી ઉત્પાદનો અને ચોખાનો સમાવેશ થાય છે. સીફૂડ ઉદ્યોગ 16,000 લોકોને સીધી રોજગારી પૂરી પાડતો હોવાનો અંદાજ છે.[૩૪] ઉદ્યોગો રાસાયિણક ઉત્પાદનો, પેટ્રોલિયમ અને કોલસાના ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ અને પરિવહનના સાધનો તથા કાગળના ઉત્પદનો પેદા કરે છે. અર્થતંત્રમાં પ્રવાસન ખાસ કરીને ન્યૂ ઓરલેન્સ વિસ્તારમાં મહત્ત્વનું પરિબળ છે.

મિસિસિપી નદી પર ન્યૂ ઓરલેન્સ અને બેટોન રગની વચ્ચે આવેલું દક્ષિણ લ્યુઇસિયાના બંદર જથ્થાની રીતે પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા નંબરનું શિપિંગ પોર્ટ હોવા ઉપરાંત વિશ્વનું સૌથી મોટું બલ્ક કાર્ગો બંદર પણ છે.

ન્યૂ ઓરલેન્સ અને શ્રેવપોર્ટમાં વિકસતો જતો ફિલ્મ ઉદ્યોગ આવેલો છે.[૩૫] રાજયના નાણાંકિય પ્રોત્સાહનો અને આક્રમક પ્રચારે સ્થાનિક ફિલ્મ ઉદ્યોગને ઘણો જ વેગ આપ્યો છે. 2007ના ઉત્તરાર્ધ અને 2008ના પૂર્વાર્ધમાં,300,000-square-foot (28,000 m2) ફિલ્મ સ્ટુડિયો અત્યાધુનિક નિર્માણ સુવિધાઓ અને ફિલ્મ તાલિમ સંસ્થા સાથે ટ્રીમમાં ખૂલવાનો હતો.[૩૬] અમેરિકાના સૌથી મોટી હોટ સોસ ઉત્પાદકોમાં સ્થાન પામતી કંપની મેકઈલ્હેની કંપની દ્વારા માર્કેટિંગ કરવામાં આવતા ટેબાસ્કો સોસનો ઉદભવ [૩૭]એવેરી આઈલેન્ડમાં થયો હતો.

લ્યુઇસિયાનામાં વ્યકિતગત આવકવેરાના ત્રણ બ્રેકેટ્સ રાખવામાં આવ્યા છે, જે 2%થી 6% સુધીના છે. વેચાણવેરાનો દર 4% છેઃ 3.97% લ્યુઇસિયાના સેલ્સ ટેકસ અને 0.03% લ્યુઇસિયાના ટૂરીઝમ પ્રમોશન ડિસ્ટ્રીકટ સેલ્સ ટેકસ. રાજકીય પેટાવિભાગો પણ રાજયની ફી ઉપરાંત તેમનો પોતાનો સેલ્સટેકસ વસૂલે છે. રાજયમાં ઉપયોગ કર પણ છે, જેમાં સ્થાનિક સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતા 4%નો સમાવેશ થાય છે. મિલકત વેરોનું મૂલ્યાંકન અને વસૂલાત સ્થાનિક સ્તરે કરવામાં આવે છે. લ્યુઇસિયાના સબસિડી ધરાવતું રાજય છે, જે ચૂકવવામાં આવતા દરેક ડોલરની સામે 1.44 ડોલર સંઘીય સરકાર તરફથી મેળવે છે.

પ્રવાસન અને સંસ્કૃતિ દર વર્ષે 5.2 બિલિયન ડોલરની આવક સાથે લ્યુઇસિયાનાના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.[૩૮] દર વર્ષે ન્યૂ ઓરલેન્સ મોરીયલ કન્વેન્શન સેન્ટર ખાતે પાનખર ઋતુમાં આયોજન કરવામાં આવતા વર્લ્ડ કલ્ચરલ ઈકોનોમિક ફોરમ સહિતના અનેક મહત્ત્વના સાંસ્કૃતિક કાર્યક્રમો લ્યુઇસિયાનામાં હાથ ધરવામાં આવે છે.[૩૯]

જાન્યુઆરી 2010ની સ્થિતિએ, રાજયનો બેરોજગારી દર 7.4% હતો.[૪૦] લ્યુઇસિયાનામાં ગોરા લોકોની સરખામણીએ આફ્રિકન અમેરિકનોની બેરોજગારી ત્રણગણી વધારે છે.[૪૧]

સંઘીય સબસિડી અને ખર્ચ

[ફેરફાર કરો]

અન્ય રાજયોને મળતી સબસિડીની સરખામણીએ લ્યુઇસિયાનાને તેના કરદાતાઓ તરફથી સંઘીય સરકારને ચૂકવવામાં આવતા સંઘીય કરની સરખામણીએ વધારે સબસિડી મળે છે. 2005માં સંઘીય કર તરીકે વસૂલ કરવામાં આવેલા પ્રત્યેક ડોલરની સામે લ્યુઇસિયાનાના નાગરિકોએ સંઘીય ખર્ચ પેટે 1.78 ડોલર મેળવ્યા હતા. આ રકમ રાષ્ટ્રીય સ્તરે ચોથો ક્રમ ધરાવતી હતી અને જે 1995માં લ્યુઇસિયાનાને મળતી 1.35 ડોલરના સંઘીય ખર્ચની (રાષ્ટ્રીય કક્ષાએ સાતમું સ્થાન) સરખામણીએ વધારે હતી. પાડોશી રાજયો અને સંઘીય કરની વસૂલાત સામે ફાળવવામાં આવતો સંઘીય ખર્ચ આ મુજબ હતોઃ ટેકસાસ (0.94 ડોલર), આર્કન્સાસ (1.41 ડોલર) અને મિસિસિપી (2.02 ડોલર). 2005 અને ત્યાર પછીના વર્ષોમાં ફેડરલ ખર્ચમાં કેટરીના વાવાઝોડાને કારણે નાધપાત્ર વધારો થયો છે. ટેકસ ફાઉન્ડેશન સંગ્રહિત ૨૦૦૯-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન.

લ્યુઇસિયાના પેટ્રોલિયમ અને કુદરતી ગેસની રીતે સમૃદ્ધ છે. પેટ્રોલિયમ અને ગેસની અનામત રાજય માલિકીના જળવિસ્તારોમાં ઓનશોર અને ઓફશોર એમ બંને રીતે વિપુલ પ્રમાણમાં મળી આવી છે. વધુમાં, મેકિસકોના અખાતમાં સંઘીય સરકાર દ્વારા વહિવટ કરવામાં આવતી આઉટર કોન્ટીનેન્ટલ શેલ્ફ ઓસીએસ (OCS))માં લ્યુઇસિયાનાથી ઓફશોરમાં વિપુલ પ્રમાણમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસની અનામતો મળી આવી છે. એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, મેકિસકોના અખાતનું ઓસીએસ અમેરિકાનો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદક પ્રદેશ છે. મેકિસકોના અખાતના ઓસીએફને બાદ કરતાં, લ્યુઇસિયાના પેટ્રોલિયમ ઉત્પાદનમાં ચોથું સ્થાન ધરાવે છે અને કુલ અમેરિકન પેટ્રોલિયમ અનામતોને લગભગ 2 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકામાં કરવામાં આવતા ઓઈલ ઉત્પાદનો ત્રીજો ભાગ ઓફશોરમાંથી આવે છે અને લગભગ 80 % ઓફશોર ઉત્પાદન લ્યુઇસિયાનાના ઊંચા પાણી ધરાવતા વિસ્તારોમાંથી આવે છે. ઓઈલ ઉદ્યોગ લ્યુઇસિયાનાના લગભગ 58,000 રહેવાસીઓને રોજગારી પૂરી પાડે છે અને 260,000 જેટલી રોજગારીનું સર્જન ઓઈલ-સંબંધિત ઉદ્યોગોમાં કર્યું છે, જે લ્યુઇસિયાનાની કુલ રોજગારીમાં 17 % હિસ્સો ધરાવે છે.[૪૨]

લ્યુઇસિયાનાની ગેસ અનામતો અમેરિકાની કુલ ગેસ અનામતોનો પાંચ ટકા હિસ્સો ધરાવે છે. કેડ્ડો, બોઝીયર, બિએનવિલે, સાબિના, ડે સોટો, રેડ રિવર અને નેશીનટોચીસ ગામડાઓના કેટલાક અથવા તમામ ભાગોમાં હેઈન્સવિલે શેલ બનાવાની તાજેતરની શોધે કેટલાક કૂવાઓના દૈનિક 25 મિલિયન ઘન ફૂટ ગેસના પ્રારંભિક ઉત્પાદન સાથે તેને વિશ્વનું સૌથી મોટું ગેસ ક્ષેત્ર બનાવી દીધું છે.[૪૩]

એપ્રિલ 30, 2010ના રોજ લ્યુઇસિયાનાના કાંઠા પર ઓઈલના થર હજુ હમણાં જ દૂર થયા.ધ ડીપવોટર હોરિઝોનમાં ઓઈલ લિક થવાની ઘટના યુ.એસ.ના ઇતિહાસમાં સૌથી મોટી પર્યાવરણ હોનારત ગણાય છે.

લ્યુઇસિયાનાના ઉત્તરપશ્ચિમ ખૂણામાં આવેલું કેડ્ડો લેક પેટ્રોલિયમ ડ્રિલિંગ વિશ્વમાં પાણી પર કરવામાં આવેલા પેટ્રોલિયમ ડ્રિલિંગનું પ્રથમ સ્થળ બની રહ્યું. પેટ્રોલિયમ અને ગેસ ઉદ્યોગ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને રિફાઇનિંગ જેવા તેના આધારીત ઉદ્યોગોનું 1940થી લ્યુઇસિયાનાના અર્થતંત્રમાં પ્રભુત્ત્વ રહ્યું છે. પાણીની અંદર રહેલી જમીન પરનો તેનો મિલકતનો હક્ક લ્યુઇસિયાના જતો કરે તે માટેના સંઘીય સરકારના પ્રયાસોના ભાગ રૂપે 1950થી શરૂ કરીને લ્યુઇસિયાના સામે અમેરિકન આંતરિક વિભાગ દ્વારા અનેક વખત કેસ દાખલ કર્યા હતા. આ નિયમન પેટ્રોલિયમ અને ગેસની વિપુલ અનામતો પરનું છે.

1970ના દાયકામાં જયારે પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્ર તેજીમાં હતા ત્યારે લ્યુઇસિયાનાનું અર્થતંત્ર પણ તેજીમાં હતું. એવી જ રીતે, જયારે 1980ના દાયકામાં પેટ્રોલિયમ અને ગેસમાં કડાકો બોલ્યો ત્યારે સંઘીય અનામત દ્વારા નક્કી કરવામાં આવેલી નાણાંકિય નીતિમાં દેવાના મોટાભાગમાં લ્યુઇસિયાનાના રીયલ એસ્ટેટ, બચત અને લોન, અને સ્થાનિક બેન્કનાં મૂલ્યાંકનમાં ઝડપથી ઘટાડો થયો.[સંદર્ભ આપો] લ્યુઇસિયાનાના અર્થતંત્ર અને લગભગ અડધી સદી સુધીના તેના રાજકારણને પેટ્રોલિયમ અને ગેસ ઉદ્યોગની અસરને ધ્યાનમાં લીધા સિવાય ઊંડાણપૂર્વક સમજી શકાય નહીં. 1980ના દાયકાથી આ ઉદ્યોગોના વડા મથકો હ્યુસ્ટનમાં સ્થાપવામાં આવી રહ્યા છે, પરંતુ મોટાભાગની નોકરીઓ જે અમેરિકન મેકિસકોના અખાતના ક્રૂડ-ઓઈલ-અને-ગેસ ઉદ્યોગના સંચાલન અથવા તેને પરીવહન ટેકો પૂરો પાડે છે તે 2010માં પણ લ્યુઇસિયાનામાં જ છે.

કાયદો અને સરકાર

[ફેરફાર કરો]
લ્યુઇસિયાનાનું પાટનગર
લ્યુઇસિયાનાના ગવર્નરનું નિવાસસ્થાન

1849માં રાજય તેની રાજધાની ન્યૂ ઓરલેન્સથી બેટોન રગ લઈ ગયું. ડોનાલ્ડસનવિલે, ઓપેલાઉસાસ અને શ્રેવેપોર્ટ થોડા સમય માટે લ્યુઇસિયાના રાજય સરકારની રાજધાની બની રહ્યા હતા. લ્યુઇસિયાના રાજયની રાજધાની અને લ્યુઇસિયાના ગવર્નરનું ભવન બંને બેટોન રગમાં આવેલા છે.

લ્યુઇસિયાનાના હાલના ગવર્નર બોબી જિંદાલ ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન છે. વર્તમાન અમેરિકન સેનેટર તરીકે મેરી લાન્ડરીઉ (ડેમોક્રેટ) અને ડેવિડ વિટ્ટેર (રીપબ્લિકન) છે. લ્યુઇસિયાનામાં સાત કાગ્રેસેશનલ જિલ્લાઓ છે અને અમેરિકન પ્રતિનિધિ ગૃહમાં છ રીપબ્લિકન અને એક ડેમોક્રેટ તેનું પ્રતિનિધિત્ત્વ કરે છે. ઈલેકટોરલ કોલેજમાં લ્યુઇસિયાના નવ મત છે.

નાગરિક કાયદો (સિવિલ લો)

[ફેરફાર કરો]

લ્યુઇસિયાનાના રાજકીય અને કાનૂની માળખાએ ફ્રેન્ચ અને સ્પેનિશ રાજયશાસન સમયના ઘણાં તત્ત્વો જાળવી રાખ્યા છે. તેમાનો એક શબ્દ છે "પેરીશ" (ફ્રેન્ચ શબ્દઃ પેરોઇસ (paroisse) પરથી), જે વહિવટી પેટાવિભાગ તરીકે "કાઉન્ટી"ની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. અન્ય એક છે નાગરિક કાયદાનું કાનૂની તંત્ર જે ઈંગ્લિશ કોમન લોથી વિપરિત ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ કાનૂની સંહિતા અને આખરે રોમન કાયદો પર આધારિત છે. કોમન લો ન્યાયાધિશ દ્વારા અગાઉની ઘટનાઓ પર બનાવવામાં આવેલો છે અને અન્ય તમામ અમેરિકન રાજયોના કાયદાનો આધાર છે. લ્યુઇસિયાનાના નાગરિક કાયદાનું તંત્ર એવા પ્રકારનું છે જે વિશ્વના મોટાભાગના દેશો અને ખાસ કરીને યુરોપ અને તેની વસાહતો, સિવાય કે બ્રિટીશ સામ્રાજય પાસેથી આવી હોય, દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે લ્યુઇસિયાના સિવિલ કોડને નેપોલિઓનિક કોડ સાથે સરખાવવો યોગ્ય નથી. નેપોલિઓનિક કોડનો લ્યુઇસિયાના કોડ પર ઘેરો પ્રભાવ પાડ્યો હોવા છતાં તેને લ્યુઇસિયાનામાં બળજબરીથી લાદવામાં આવ્યો ન હતો, કારણ કે તેનો અમલ 1803માં લ્યુઇસિયાના પર્ચેઝ બાદ 1804માં કરવામાં આવ્યો હતો. 1808ના લ્યુઇસિયાના સિવિલ કોડમાં તેના અમલથી વારંવાર ફેરબદલ અને સુધારા કરવામાં આવ્યા છે, છતાં તેને હજુ પણ રાજયની નિયમનકારી સત્તા માનવામાં આવે છે. લ્યુઇસિયાના સિવિલ કોડ અને અન્ય અમેરિકન રાજયોના કોમન લો વચ્ચે હજુ પણ તફાવતો રહેલા છે. કોમન લોની પરંપરાના મજબૂત પ્રભાવને કારણે આમાંથી કેટલાક તફાવતો દૂર કરવામાં આવ્યા છે[૭] સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન પરંતુ એ નોંધવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે લ્યુઇસિયાનાના ખાનગી કાયદાના મોટાભાગના પાસાઓમાં સિવિલિયન પરંપરા હજુ પણ ઘણાં ઊંડા મૂળ ધરાવે છે. આમ મિલકત, કોન્ટ્રાકટ, બિઝનેસ કંપનીઓના માળખા, મોટાભાગની સિવિલ પ્રક્રિયા અને પારિવારિક કાનૂન ઉપરાંત ક્રિમિનલ કાયદાના કેટલાક પાસાઓ હજુ પણ મોટાભાગે પરંપરાગત રોમન કાનૂની વિચારધારા પર આધારિત છે. મોડલ કોડ્સ, જેમ કે યુનિફોર્મ કર્મિશયલ કોડ, જે લ્યુઇસિયાના સહિતના સંઘમાં રહેલા મોટાભાગના રાજયોએ સ્વીકાર્યો છે, સિવિલિયન વિચારધારા પર આધારિત છે જેનું મૂળ તત્ત્વ નિગમન છે, કોમન લોના આનુમાનિક તત્ત્વથી વિપરિત છે. નાગરિક પરંપરામાં કાનૂની સંસ્થા પાલન કરવામાં આવતા સામાન્ય સિદ્ધાંતો પર પ્રીયોરી સાથે સંમત થાય છે. જયારે હકિકતો ન્યાયાધિશ સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે તે વ્યકિતગત કેસની હકિકતોને કાયદા સાથે સરખાવીને કોર્ટના ચુકાદાનું નિયમન કરે છે. તેનાથી વિપરિત, કોમન લો, જે બંધારણીય કાનૂન આવવાને કારણે કયારેય તેના શુદ્ધ ઐતિહાસિક સ્વરૂપમાં અસ્તિત્વમાં રહ્યો નથી, તેનું સર્જન ન્યાયાધિશ અન્ય ન્યાયાધિશના ચૂકાદાને તેમની સામે રજૂ કરવામાં આવેલી કેસની નવી હકીકતોને લાગૂ કરીને કરે છે. તેના પરીણામસ્વરૂપે ઐતિહાસિક રીતે અંગ્રેજ ન્યાયાધિશો પર બંધારણીય સત્તાનું નિયંત્રણ નથી.

1997માં લ્યુઇસિયાના પરંપરાગત લગ્ન અથવા કોવેનન્ટ લગ્નનો વિકલ્પ આપનારું પ્રથમ રાજય બન્યું.[૮] સંગ્રહિત ૨૦૧૨-૦૩-૦૭ ના રોજ વેબેક મશિન. કોવેનન્ટ લગ્નમાં, દંપતિ અલગ થયાના છ મિહના પછી "નો-ફોલ્ટ" છૂટાછેડાનો હક્ક ગુમાવી દે છે, જે પરંપરાગત લગ્નમાં ઉપલબ્ધ બને છે. કોવેનન્ટ લગ્નમાં છૂટાછેડા માટે દંપતિએ કારણ આપવું જરૂરી છે. વંશજો અને પૂર્વજો તથા ચોથી પેઢીના સંબંધિઓ (દા.ત. સહોદર, માસી અને ભાણેજ, મામા અને ભાણી, પિતરાઈ) વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ છે.[૪૪] સમલિંગી લગ્ન પર પ્રતિબંધ છે[૪૫]. લ્યુઇસિયાના કમ્યુનિટી પ્રોપર્ટી સ્ટેટ છે.[૪૬]

ચૂંટણીઓ

[ફેરફાર કરો]

1898-1965 સુધી, લ્યુઇસિયાનાએ નવા બંધારણની જોગવાઈ દ્વારા આફ્રિકન અમેરિકનો અને ગરીબ ગોરાઓના હકને અસરકારક રીતે નાબૂદ કર્યો તે પછી, તે મૂળભૂત રીતે ઉચ્ચવર્ગના ગોસા ડેમોક્રેટ્સના પ્રભાવવાળું એક જ પક્ષ ધરાવતું રાજય હતું. આ દાયકાઓ દરમિયાન ગોસાઓના હકમાં ઘણો વધારો કરવામાં આવ્યો, પરંતુ જયાં સુધી મતદાન અધિકાર કાયદો 1965માં પસાર કરાવવામાં પરીણમનારી નાગરિક અધિકાર ચળવળ શરૂ ન થઇ ત્યાં સુધી કાળા લોકો મૂળભૂત રીતે હક વિનાના હતા. પ્રતિકારના અનેક બનાવોમાં રાજયના હિંસા અને દમનથી બચવા માટે અનેક કાળા લોકો 1910-1970ના ગ્રેટ માઈગ્રેશન્સ (મહાન સ્થળાંતર) દરમિયાન ઉત્રીય અને પૂર્વીય ઔદ્યોગિક રાજયોમાં સારી તકો શોધવા માટે ચાલ્યા ગયા, જેના કારણે લ્યુઇસિયાનામાં તેમની વસતિના પ્રમાણમાં નાધપાત્ર ઘટાડો થયો. જયારે 1960માં પ્રેસિડેન્ટ લિન્ડન જહોનસનની સત્તા દરમિયાન મતદાન અને નાગરિક અધિકારોને સુરક્ષિત કરવા માટે નાગરિક અધિકાર કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારથી શરૂ કરીને રાજયમાં મોટાભાગના આફ્રિકન અમેરિકનો ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયા છે. આ જ વર્ષોમાં, ઘણાં રૂઢિચુસ્ત ગોરાઓએ પણ રાષ્ટ્રીય અને ગવર્નરની ચૂંટણીમાં રીપબ્લિકન પાટ્રીને ટેકો આપ્યો. ડેવિડ વિટ્ટર લ્યુઇસિયાનામાંથી અમેરિકન સેનેટર તરીકે ચૂંટાયેલા પ્રથમ રીપબ્લિકન છે. અગાઉના રીપબ્લિકન સેનેટર 1868માં હોદ્દો સંભાળનારા જહોન એસ હેરિસ હતા, જેમને રાજય વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા.

અમેરિકન રાજયોમાં લ્યુઇસિયાના અનોખી વિશેષતા ધરાવતું હતું, જે રાજય અને સ્થાનિક ચૂંટણીમાં આધુનિક ફ્રાંસ જેવી વ્યવસ્થાનો ઉપયોગ કરતું હતું. કોઈપણ રાજકીય પક્ષ સાથેના જોડાણને ધ્યાનમાં લીધી સિવાય તમામ ઉમેદવારો ચૂંટણીના દિવસે સ્વતંત્ર રીતે નિષ્પક્ષ બ્લેન્કેટ પ્રાઈમરી (અથવા "જંગલ પ્રાયમરી")માં ભાગ લે છે. જો કોઈ પણ ઉમેદવારને 50 ટકા કરતાં વધારે મત ન મળે તો સૌથી વધારે મત મેળવેલા બે ઉમેદવારો લગભગ એક મહિના પછી ચૂંટણીની હોડમાં ઉતરે છે. આ ચૂંટણી હોડમાં પક્ષની ઓળખને ધ્યાનમાં નહીં લેવામાં આવતી હોવાને કારણે ડેમોક્રેટ ઉમેદવાર ડેમોક્રેટ ઉમેદવારની સામે કે રીપબ્લિકન ઉમેદવાર અન્ય રીપબ્લિકન ઉમેદવાર સામે ચૂંટણી હોડમાં ઉતરે તે ઘટના અસામાન્ય નથી. કાગ્રેસેશનલ હોડ પણ જંગલ પ્રાયમરી પદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવે છે. અન્ય તમામ રાજયો (વોશિંગ્ટન સિવાય) સેનેટર, પ્રતિનિધિઓ અને રાજયસ્તરના અધિકારીઓને ચૂંટવા માટે પાર્ટીના ઉમેદવારો વચ્ચે લોકપ્રિયતા વોટિંગ સિસ્ટમ કે રનઓફ વોટિંગ દ્વારા થયેલી સામાન્ય ચૂંટણી પછી સિંગલ-પાર્ટી પ્રાઈમરીઝ (એક જ પક્ષની ચૂંટણી)નો ઉપયોગ કરે છે. 2008થી ફેડરલ કાગ્રેસેશનલ ચૂંટણીઓ નાધાયેલા રાજકીય પક્ષના સભ્યો પુરતી મર્યાદિત કલોઝ્ડ પ્રાઈમરી સિસ્ટમથી હાથ ધરવામાં આવે છે.

યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સમાં લ્યુઇસિયાનાની સાત બેઠકો છે, જેમાંથી છ રીપબ્લિકન પક્ષ અને એક ડેમોક્રેટ પક્ષ પાસે છે. પ્રમુખની ચૂંટણીના ભવિષ્ય માટે "સ્વિંગ સ્ટેટ" તરીકે લ્યુઇસિયાનાને માન્ય ગણવામાં આવ્યું નથી.

કાયદાનું અમલીકરણ

[ફેરફાર કરો]

લ્યુઇસિયાના રાજ્યનું પોલીસદળ લ્યુઇસિયાના સ્ટેટ પોલીસ તરીકે ઓળખાય છે. તેની શરુઆત હાઇવે કમિશનની રચના સાથે થઈ હતી. 1927માં બીજી શાખા બ્યૂરો ઓફ ક્રિમિનશલ ઇન્વેસ્ટિગેશન્સની રચના કરવામાં આવી હતી. 1932માં સ્ટેટ હાઇવે પેટ્રોલને શસ્રો સાથે રાખવાની સત્તા આપવામાં આવી હતી.

28 જુલાઈ, 1936માં આ બે બ્રાન્ચનું સંકલન કરીને લ્યુઇસિયાના ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસની રચના કરવામાં આવી હતી અને તેનું સૂત્ર ‘‘સૌજન્ય, વફાદારી અને સેવા’’ હતું. 1942માં આ ઓફિસને વિખેરી નાંખવામાં આવી હતી અને તે લ્યુઇસિયાના સ્ટેટ પોલીસ તરીકે ઓળખાતા જાહેર સુરક્ષા વિભાગનો વિભાગ બની હતી. 1988માં ક્રિમિનલ ઇન્વેસ્ટિંગેશન બ્યૂરોનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. [૪૭] તેના જવાનોને શહેર અને પેટાવિસ્તારોના વટહુકમો સહિત રાજ્યના તમામ કાયદાના અમલીકરણની રાજ્યવ્યાપી સત્તા આપવામાં આવી છે. દર વર્ષે પોલીસ જવાનો રોડ પર 1.2 કરોડ માઇલ (2 કરોડ કિ.મી )પેટ્રોલિંગ કરે છે અને આશરે 10,000 જોખમી વાહનચાલકોની ધરપકડ કરે છે. જોકે સ્ટેટ પોલીસ ખાસ કરીને ટ્રાફિક કાયદાનું અમલીકરણ કરતી એજન્સી છે, કારણ કે બીજા વિભાગો ટ્રકિંગ, સુરક્ષા, નાર્કોટિક્સ અમલીકરણ અને ગેમિંગની દેખરેખ રાખવાની કામગીરી કરે છે.

દરેક પેટાવિભાગના શેરિફ ચીફ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ઓળખાય છે. તેઓ ગંભીર ગુના કરનારા અને ઓછા ગંભીર ગુના કરનાર ગુનેગારોનો રાખવામાં આવ્યા હોય તે સ્થાનિક પ્રદેશની જેલના રખેવાળ છે. તેઓ પ્રાથમિક અપરાધ પર પહેરો રાખે છે અને ગુના અને નાગરિક સંબંધિત તમામ બાબતોમાં સૌ પ્રથમ સહાય પૂરી પાડે છે. તેઓ દરેક વહીવટી પેટાપ્રદેશમાં સત્તાવાર કર વસૂલાત અધિકારી પણ છે.

શેરિફ તેમના સંબંધિત વહીવટી પેટાપ્રદેશોમાં સામાન્ય કાયદાના પાલન માટે જવાબદાર છે. જોકે ઓરલીન્સ પ્રદેશ એકમાત્ર એવો પ્રદેશ છે કે જેમાં બે (2) શેરિફ ઓફિસો છે. ઓર્લિયન્સ પ્રદેશમાં બે ચૂંટાયેલા શેરિફ રાખવાની વ્યવસ્થા છે, જેમાં ક્રિમિનલ અને સિવિલ બાબતો માટેના અલગ અલગ શેરિફનો સમાવેશ થાય છે. ઓર્લિયન્સ પેરિશને બાદ કરતા લ્યુઇસિયાનાના દરેક પેરિશમાં એક ચૂંટાયેલા શેરિફ છે. ઓર્લિયન્સ પેરિશ એક અપવાદ છે, કારણ કે અહીં સામાન્ય કાયદા અમલીકરણની ફરજો ન્યૂ ઓર્લિયન્સ પોલીસ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે. 2006માં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેનાથી 2010માં બે શેરિફ ડિપાર્ટમેન્ટનું એકમાં સંકલન કરવામાં આવશે.

મોટાભાગના પેરિશનો વહીવટ પોલીસ જ્યૂરી કરે છે. 64 પ્રદેશોમાંથી 18 પ્રદેશોનો હોમ રૂલ ચાર્ટર હેઠળ સરકારના વૈકલ્પિક માળખા હેઠળ વહીવટ કરવામાં આવે છે. તેઓ આ પ્રદેશના અંદાજપત્રની દેખરેખ રાખે છે અને પેટાપ્રદેશ મેન્ટેનન્સ સર્વિસનું સંચાલન કરે છે. આ સર્વિસિસમાં પેરિશ રોડ મેન્ટેનન્સ અને બીજી ગ્રામ્ય સેવાઓનો સમાવેશ થાય છે.

લ્યુઇસિયાનામાં 2008 દરમિયાન કોઇપણ રાજ્ય કરતા હત્યાનો દર સૌથી ઊંચો (દરેક 100,000 વ્યક્તિ દીઠ 11.9 હત્યા) હતો, જેની સાથે લ્યુઇસિયાના સતત 20માં વર્ષે (1989-2008) અમેરિકાના તમામ 50 રાજ્યોમાં સૌથી ઊંચો માથાદીઠ હત્યા દર ધરાવતું રાજ્ય બન્યું હતું, એમ એફબીઆઇ યુનિફોર્મ ક્રાઇમ રિપોર્ટના બ્યૂરો ઓફ જસ્ટિસ સ્ટેટિસ્ટીક્સ જણાવે છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

રમતગમતની ટુકડીઓ

[ફેરફાર કરો]

2005મા સુધીમાં લ્યુઇસિયાના એક કરતા વધુ મોટી પ્રોફેશનલ સ્પોર્ટસ લીગ ફ્રેન્ચાઇઝી હતી તેમાં ધ નેશનલ બાલ્કેટબોલ એસોસિએશનની ન્યૂ ઓર્લિયન્સ હોર્નેટ્સ અને નેશનલ ફૂટબોલ લીગ્સની સુપર બાઉલ એક્સએલઆઇવી (XLIV) ચેમ્પિયન્સ ન્યૂ ઓર્લિયન્સ સેઇન્ટ્સનો સમાવેશ થાય છે અને તેથી લ્યુઇસિયાના ઘણી ઓછી સ્પોર્ટસ ટીમ ધરાવે છે. લ્યુઇસિયાનામાં એએએ માઇનોર લીગ બેઝબોલ ટીમ – ન્યૂ ઓલરીન્સ ઝેફાયર્સ છે. ઝેફાયર્સ હાલમાં ફ્લોરિડા માર્લિન્સ સાથે સંલગ્ન છે. નોર્થવેસ્ટ લૂઇસિયામાં સીએચએલ સેન્ટ્રલ હોકી લીગની બોસિયર-શ્વેવેપોર્ટ મડબગ્સ પણ છે. સીએચએલ સેન્ટ્રલ હોકી લીગ હાલમાં નિષ્ક્રીય ડબલ્યુપીએચએલ (WPHL) વેસ્ટર્ન પ્રોફેશનલ હોકી લીગની સભ્ય છે, જેમાં મગબેગ્સે સતત ત્રણ વર્ષ લીગ ચેમ્પિયનશિપ જીતી હતી. શ્વેવેપોર્ટ અમેરિકન એસોસિયેશન (સ્વતંત્ર પ્રો બેઝબોલ લીગ)ની શ્વેવેરપોર્ટ-બોઝિયર કેપ્ટન્સનું હોમ છે.

લૂઇસિયામાં હાલમાં નિસ્ક્રીય મનરો મોકેસિન્સ, એલેક્ઝાન્ડ્રીયા વોરથોગ્સ અને લેક ચાર્લી આઇસ પાઇરેટ્સ ઓફ ધ ડબલ્યુપીએચએલ અને બેટન રોગ કિંગ ફિશ, ન્યૂ ઓર્લિયન્સ બ્રાસ અને લ્યુઇસિયાના આઇસગેટર્સ ઓફ ધ ઇસીએચએલ ઇસ્ટ કોસ્ટ હોકી લીગ પણ આવેલી છે. અહીં નોંધવું જોઇએ કે 1901-1959 દરમિયાન ન્યૂ ઓર્લિયન્સમાં પેલિકન્સ તરીકે જાણીતી ડબલ-એ બેઝબોલ ટીમ હતી, જેને ઘણા લીગ ટાઇટલ જીત્યા હતા.

લ્યુઇસિયાનામાં તેના કદના પ્રમાણમાં કોલેજ સ્તરના એનસીએએ (NCAA) ડિવિઝન I સ્પોર્ટસની સંખ્યા પણ ઊંચી છે.રાજ્ય ડિવિઝન II ટીમ ધરાવતી નથી અને માત્ર એક ડિવિઝન III ટીમ ધરાવે છે.[૪૮] રાજ્યમાં ડિવિઝન બેટન રોગમાં પણ છ વખતે કોલેજ વર્લ્ડ સિરિઝ ચેમ્પિયન અને એનસીએએ એપી (NCAA AP) (1958) અને ત્રણ વખત નેશનલ ચેમ્પિયન, 1957, 2003 (બીસીએસ) ((BCS)) અને 2007 (બીસીએસ) (BCS)) ટ્રાઇગર્સ ઓફ લ્યુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટી આવેલી છે.

સંસ્કૃતિ

[ફેરફાર કરો]
લ્યુઇસિયાના ક્રોએલ્સની વાનગીની લાક્ષણિક ડીશ

લ્યુઇસિયાના ઘણી સંસ્કૃત્તિઓ અને ખાસ કરીને નોંધપાત્ર કહી શકાય તેવા ક્રેયોલી અને કેજુન્સ જેવી અજોડ સંસ્કૃતિનું સ્થળ છે. ક્રેઓલ સંસ્કૃતિ વિવિધ સંસ્કૃતિઓનું મિશ્રણ છે, જેમાં ફ્રેન્ચ, સ્પેનિસ, આફ્રિકન અને મૂળ અમેરિકનની સંસ્કૃતિના વિવિધ પાસાંનો સમાવેશ થાય છે.[૪૯]. ક્રેઓલ સંસ્કૃતિ શ્વેત ક્રેઓલ અને શ્મામ ક્રેઓલ સંસ્કૃતિનો હિસ્સો છે. ક્રેઓલ્સ શબ્દ અશ્વેત ફ્રેન્ચ-સ્પેનિશ વંશજના અશ્વેત મૂળ જન્મેલા માટે વપરાતો હતો. આ શબ્દ અશ્વેત સ્રી સાથે શ્વેત પુરુષના સંબંધોના પરિણામસ્વરૂપના વંશજોનો પણ ઉલ્લેખ કરે છે, આમાંથી ઘણા શિક્ષણુક્ત અશ્વેત લોકો હતા. ઘણા ધનિક શ્વેત પુરુષો તેમના લગ્ન ઉપરાંત અશ્વેત મહિલા સાથે અર્ધકાયમી સંબંધો રાખતા હતા અને તેમને પ્લેસીસ તરીકે સહાય કરતા હતા. જો મહિલાને સંબંધોની શરુઆતમાં ગુલામ બનાવામાં આવી હોય તો પુરુષ સામાન્ય રીતે તેને તેમજ તેના બાળકોને ગુલામીમાંથી મુક્ત કરવાની વ્યવસ્થા કરતા હતા.

ક્રેઓલ ન્યૂ ઓર્લિયન્સ વિસ્તાર સાથે જોડાયા હતા, જ્યાં વ્યાપક માળખાનો વિકાસ થયો હતો. મોટાભાગના ધનિક લોકો શહેરમાં તેમજ તેમના ખેતરોમાં મકાન રાખતા હતા. સાર્વત્રિત માન્યતા છે કે મિશ્ર અશ્વેત/ફ્રેન્ચ વ્યક્તિ આફ્રિકન ફ્રેન્ચ વ્યક્તિના ‘હૈતીયન’ વંશમાંથી આવેલા છે. ક્રાંતિ પછી હૈતીના ઘણા લોકો ન્યૂ ઓર્લિયન્સમાં આવ્યા હતા. બ્લેક ક્રેઓલ આ ક્રેઓલ સંસ્કૃતિનો એક પ્રકાર છે, પરંતુ તે એકમાત્ર પ્રકાર નથી કે તે ક્રેઓલનો મૂળ અર્થ પણ નથી. દક્ષિણ લ્યુઇસિયાનામાં સ્થાયી થયેલી તમામ સંસ્કૃતિ એક થઇને "ન્યૂ ઓર્લેયન્સ" સંસ્કૃતિ બની આ જૂથોની સંસ્કૃતિઓ અને અમેરિકાના મૂળ નાગરિકોની સંસ્કૃતિના સર્જનાત્મક મિશ્રણને "નવી ક્રેઓલ સંસ્કૃતિ" તરીકે ઓળવામાં આવે છે. તેનું 20મી સદી સુધી કેજુન સંસ્કૃતિની સાથે લ્યુઇસિયાના એક મહત્ત્વના આર્થિક, સામાજિક અને રાજકીય સંસ્કૃતિ તરીકે પ્રભુત્વ રહ્યું છે. કેટલાંક લોકો ઢાંચો:Weasel-inlineમાને છે કે તેના પર આખરે અમેરિકાના મુખ્યપ્રવાહનું સંપૂર્ણ પ્રભુત્વ સ્થપાયું હતું. [સંદર્ભ આપો]

કેજૂન સંસ્કૃતિ. કેજૂન્સ સંસ્કૃતિના વંશજો પશ્ચિમ સેન્ટ્રલ ફ્રાન્સમાંથી આકેડીયા તરીકે ઓળખતા કેનેડાના નોવો સ્કોટિયા અને ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાંથી આવ્યા હતા. બ્રિટીશરોએ જ્યારે ફ્રાન્સ અને ભારત યુદ્ધમાં વિજય મેળવ્યો ત્યારે બ્રિટશરોએ આ કંટુબોને તેની લાંબા ગાળાના રાજકીય તટસ્થ વલણને કારણે દબાણપૂર્વક અલગ કર્યા હતા અને તેમને દેશનિકાલ કર્યો હતો. મોટાભાગના બંદી એકેડિયન્સને 10થી 30 વર્ષ માટે ઇંગ્લેન્ડ અને ન્યૂ ઇંગ્લેન્ડ કોલોનીમાં આંતરરાષ્ટ્રીય કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. બ્રિટનના કબજામાંથી ભાગી છૂટેલા લોકો ફ્રેન્ચ કેનેડામાં રહ્યા હતા. ઇંગ્લેન્ડે મુક્ત કર્યા પછી ઘણા લોકો ફ્રાન્સ, કેનેડા, મેક્સિકો કે ફોકલેન્ડ ટાપુમાં અલગ અલગ જગ્યાએ વિખેરાઈ ગયા હતા. બહુમતી લોકોએ લ્યુઇસિયાના મધ્યમાં આવેલા લેફાયેટી અને લાફોર્શ બેયુ વિસ્તારમાં આશ્રય લીધો હતો. 1970ના દાયકા સુધી કેજૂન સમાજના લોકોને નીચા વર્ગના નાગિરકો માનવામાં આવતા હતા અને ‘કેજૂન’ શબ્દનો ઉપયોગ ઘણા અંશે અપમાનજનક રીતે કરવામાં આવતો હતો. ઓઇલ અને ગેસથી વિપુલ વિસ્તારને કારણે સમૃદ્ધિ આવ્યા પછી કેજૂન સંસ્કૃતિ, આહાર, સંગીત અને તેમની બીજાને અસરકરનારી ‘‘જો ડી વીવરે’’ જીવનશૈલીને ઝડપથી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ મળી હતી.

લૂઇસિનિયાની ત્રીજી મહત્ત્વની સંસ્કૃતિ આઇસલેનો છે, જેઓ સ્પેનિસ કેનરી ટાપુના લોકોના વંશજો છે અને તેઓ 1770ના દાયકાના મધ્યમાં સ્પેનિસ રાજસત્તા હેઠળના સ્પેનના કેનરી ટાપુમાંથી લ્યુઇસિયાના આવ્યા હતા. તેઓ ચાર મુખ્ય વિસ્તારમાં સ્થાયી હતા, પરંતુ ઘણા હાલમાં સેન્ટ બર્નાડ પેરિશ તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. ફીસ્ટા નામનો વાર્ષિક તહેવાર ઇસ્લેનોસના વારસાની ઉજવણી કરે છે. અહીં બહુમતી સેન્ટ બર્નાર્ડ પેરિશમાં આઇસલેનોસ મ્યુઝિયમ, કબ્રસ્તાન અને ચર્ચ આવેલું છે તેમજ આ વારસાને કારણે ઘણી સ્ટ્રીટનું નામ સ્પેનિસ શબ્દો અને સ્પેનિસ અટક પરથી પાડવામાં આવેલું છે. આઇસલેનો ઓળખ હજુ પણ સેન્ટ બર્નાર્ડ પેરિશ-એલએના ન્યૂ ઓલિયન્સ ઉપનગરમાં અસ્તિત્વ ધરાવે છે. આઇસલેનો સમુદાયના કેટલાંક સભ્યો હજુ પણ કેનરી આઇસલેન્ડર લઢણ સાથે સ્પેનિસ ભાષા બોલે છે. સંખ્યાબંધ આઇસલેનો આઇડેન્ડિટી ક્લબ અને સંગઠનો તેમજ આઇસલેનોસ સમુદાયના ઘણા સભ્યો હજુ પણ સ્પેનના કેનરી ટાપુ સાથે સંપર્ક ધરાવે છે.

ફ્રેન્ચ અને સ્પેનિસ વારસાને કારણે લ્યુઇસિયાના ભાષાના સંદર્ભમાં અજોડ સંસ્કૃતિ ધરાવે છે. 2000ની વસતી ગણતરી મુજબ પાંચ વર્ષ અને તેના કરતા મોટા વ્યક્તિઓમાં[૫૦] લ્યુઇસિયાનાના 90.8 ટકા નિવાસીઓ માત્ર અંગ્રેજી (99 ટકા સંપૂર્ણ અંગ્રેજી બોલે છે) અને 4.7 ટકા લોકો ઘરમાં ફ્રેન્ચ ભાષા બોલે છે. (7 ટકા લોકો સંપૂર્ણ ફ્રેન્ચ બોલે છે.) બીજી મુખ્ય ભાષાઓમાં સ્પેનિસનો સમાવેશ થાય છે, જે ભાષા 2.5 ટકા બોલે છે, જ્યારે વિયતનામી ભાષા 0.6 ટકા અને જર્મન ભાષા 0.2 ટકા લોકો બોલે છે. રાજ્યના કાયદામાં કેટલાંક સંજોગોમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાના ઉપયોગને માન્યતા મળે છે, પરંતુ લ્યુઇસિયાના રાજ્યના બંધારણમાં ‘‘કોઇ સત્તાવાર રાજભાષા કે ભાષાઓ ’’ જાહેર કરવામાં આવી નથી.[૫૧] હાલમાં લ્યુઇસિયાના રાજ્ય સરકારની ‘‘સત્તાની રૂએ વહીવટી ભાષાઓ ’’ અંગ્રેજી અને ફ્રેન્ચનો ઉપયોગ થાય છે.

લ્યુઇસિયાનામાં ફ્રેન્ચ, ક્રેઓલ અને અંગ્રેજી ભાષાની કેટલીક અજોડ લોકબોલી પણ છે. ફ્રેન્ચ ભાષાની ત્રણ અજોડ લોકબોલી કેજૂન ફ્રેન્ચ, કોલોનિયલ ફ્રેન્ચ અને નેપોલિયોનિક ફ્રેન્ચનો સમાવેશ થાય છે. ક્રેઓલ ભાષાની લોકબોલીમાં લ્યુઇસિયાના ક્રેઓલ ફ્રેન્ચનો સમાવેશ થાય છે. અંગ્રેજી ભાષાની પણ બે અજોડ લોકભાષા છે, જેમાં ફ્રાન્સના પ્રભાવ હેઠળની કેજૂન અંગ્રેજી અને અનૌપચારિક રીતે જાણીતી યાટનો સમાવેશ થાય છે, જે ન્યૂયોર્ક સિટીની લોકબોલી અને ખાસ કરીને ઐતિહાસિક બ્રુકલીન લોકભાષાને મળતી આવે છે, આ બંને લોકબોલીમાં સ્થળાંતરિત સમુદાય આઇરિશ અને ઇટાલિયનના ઉચ્ચારણોની અસર જોવા મળે છે, પરંતું યાટ લોકબોલીને પણ ફ્રેન્ચ અને સ્પેનિસ ભાષાની અસર થયેલી છે.

2000ના વર્ષની ગણતરી મુજબ અનુયાયીની સંખ્યાના સંદર્ભમાં સૌથી મોટો ધર્મસંપ્રદાય રોમન કેથોલિક ચર્ચ છે, જેમની સંખ્યા 1,382,603 લોકોની છે, સર્ધન બાપ્ટીસ્ટ કન્વેન્શનમાં શ્રદ્ધા ધરાવતા લોકોની સંખ્યા 868,587 છે, જ્યારે યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચના અનુયાયીઓ 160,153 છે.[૫૨]

દક્ષિણના બીજા રાજ્યોની જેમ લ્યુઇસિયાનામાં પ્રોટેસ્ટન્ટ ધર્મના લોકોની સંખ્યા ઘણી મોટી છે, જેઓ રાજ્યની કુલ પુખ્ત વસતીના 60 ટકા છે. પ્રોટેસ્ટન્ટ્સ ધર્મના લોકો રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગમાં તેમજ ફ્લોરિડા પેરિશના ઉત્તર ભાગમાં કેન્દ્રીત થયેલા છે. ફ્રેન્ચ અને સ્પેનિસ વારસાને કારણે, જેમના વંશજો કેજૂન અને ફ્રેન્ચ ક્રેઓલ હતા અને પછીથી આઇરિશ, ઇટાલિયન અને જર્મન ઇમિગ્રન્ટ બન્યા હતા, રોમન કેથોલિક લોકોની વસતી પણ વિશેષ છે, જેઓ ખાસ કરીને રાજ્યના દક્ષિણ વિસ્તારમાં રહે છે.[૫૩]

ફ્રેન્ચ ક્રેઓલ સમુદાયે સૌ પ્રથમ વસવાટ કર્યો હતા, તેઓ આ વિસ્તારના મુખ્ય ખેડૂતો અને વડા હતા, તેથી રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણુ સારુ છે. ઉદાહરણ તરીકે શરુઆતના મોટાભાગના ગર્વનર્સ ફ્રેન્ચ ક્રેઓલ કેથોલિક્સ હતા.[૫૪] જોકે હવે તેઓ લૂઇસિયાની વસતીમાં બહુમતી નહીં પરંતુ મહત્ત્વનો સમુદાય છે. રાજ્યના રાજકારણમાં કેથોલિક્સનો પ્રભાવ હજુ પણ યથાવત છે. 2008ની વસતી ગણતરી મુજબ સેનેટર્સ અને ગવર્નર બંને કેથોલિક હતા. કેથોલિક સમુદાયના ઊંચા પ્રમાણ અને પ્રભાવને કારણે લ્યુઇસિયાના દક્ષિણના બીજા રાજ્યથી અલગ પડે છે.[૫૫]

લ્યુઇસિયાનાના લોકોનું ધર્મ સાથેનું હાલનું જોડાણઃ

  • ખ્રિસ્તી – 77%
    • પ્રોટેસ્ટન્ટ – 61%
      • ઇવેન્ગેલિકલ પ્રોટેસ્ટન્ટ 31%[૫૬]
      • હિસ્ટોરિકલી બ્લેક પ્રોટેસ્ટન્ટ: 20%[૫૬]
      • મેઇનલાઇન પ્રોટેસ્ટન્ટ 9%[૫૬]
    • રોમન કેથોલિક: 24.9%
    • અન્ય ખ્રિસ્તી – 1%
      • જેહોવાહ્ઝ વિટનેસિસઃ: 1% [૫૬]
  • અન્ય ધર્મોઃ – 2 %
  • અધાર્મિકઃ (બિનસંલ્ગન): 8%

જુઈસ અમેરિકન સમુદાય રાજ્યના મોટા શહેરો ખાસ કરીને બેટન રોગ અને ન્યૂ ઓર્લિયન્સમાં રહે છે.[૫૭] આ સમુદાયમાં સૌથી મહત્ત્વનો સમુદાય ન્યૂ ઓર્લિયન્સ વિસ્તારનો જુઈસ સમુદાય છે, જેમની કેટરિના તોફાન પહેલાની વસતી આશરે 12,000 લોકોની હતી. 20મી સદીની શરુઆતમાં સુસ્થાપિત યહુદી સમુદાયની આ નોંધપાત્ર હાજરીને કારણે લ્યુઇસિયાના દક્ષિણના બીજા રાજ્યો કરતા અલગ પડે છે, જોકે સધર્ન કેરોલિના અને વર્જિનિયામાં 18મી અને 19મી સદીથી તેમના મુખ્ય શહેરોમાં યહુદીની લોકોની મોટી સંખ્યા છે. લ્યુઇસિયાનાની રાજકીય નેતાગીરીમાં મુખ્ય યહુદી નેતાઓમાં વ્હીગ (ડેમોક્રેટ) જુડાહ પી. બેન્ઝામિન (1811-1884)નો સમાવેશ થાય છે, જેમને અમેરિકાના આંતરવિગ્રહ પહેલા અમેરિકાની સેનેટમાં લ્યુઇસિયાનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પછીથી રાજ્યના કન્ફેડરેટ સેક્રેટરી બન્યા હતા. બીજા યહુદી નેતાઓમાં ડેમોક્રેટ એડોલ્ફ મેયર (1842-1908) અને રિપબ્લિકન સેક્રેટરી ઓફ સ્ટેટ જે ડાર્ડેની (1954-)નો સમાવેશ થાય છે. એડોલ્ફ મેયર કન્ફેડરેટ આર્મી અધિકારી હતા અને તેમણે અમેરિકાના ગૃહમાં 1891થી 1908માં તેમના મૃત્યુ સુધી લ્યુઇસિયાનાનું પ્રતિનિધત્વ કર્યું હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Rivet, Ryan (Summer 2008). "Petroleum Dynamite". Tulanian. Tulane University. પૃષ્ઠ 20–27. મૂળ માંથી 2010-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-07.
  2. [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૬ ના રોજ વેબેક મશિનએનઓએએ નેશનલ કલાઈમેટ ડેટા સેન્ટર સુધારો 24મી ઓકટોબર, 2006.
  3. હરિકેન ગુસ્ટાવને કારણે ભૂસ્ખલન, કેટેગરી-1 તોફાન નબળું પડ્યું, ફોકસ ન્યૂઝ, બીજી સપ્ટેમ્બર, 2008.
  4. ન્યૂ ઓર્લિયન્સ ખાતે આવશ્યક વિસ્થાપન શરૂ થશે. સીએનએન, 31 ઓગસ્ટ, 2008.
  5. Associated Press (2008-09-03). "Sixteen deaths connected to Gustav". KTBS. મૂળ માંથી 2008-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-08.
  6. Rowland, Michael (2008-09-02). "Louisiana cleans up after Gustav". Australian Broadcasting Corporation. મેળવેલ 2008-09-08.
  7. Stewart, Stacy (August 23, 2005). "Tropical Depression Twelve, Discussion No. 1, 5:00 p.m. EDT". National Hurricane Center. મેળવેલ 2007-07-25.
  8. એમિલી એ. વોકર, ‘ર્અિલએસ્ટ માઊન્ડ સાઈટ’, આર્કિયોલોજી મેગેઝિન , અંક 51, નંબર 1, જાન્યુઆરી/ફેબ્રુઆરી, 1998.
  9. જોન એલ. ગિબ્સન, પીએચડી, ‘પોવર્ટી પોઈન્ડઃ ધ ફર્સ્ટ કોમ્પ્લેકસ મિસિસિપિ કલ્ચર સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન’ 2001, ડેલ્ટા બ્લ્યૂઝ, એકસેસ્ડ 26 ઓકટોબર, 2009.
  10. "The Tchefuncte Site Summary" (PDF). મેળવેલ 2009-06-01.[હંમેશ માટે મૃત કડી]
  11. "OAS-Oklahomas Past". મૂળ માંથી 2010-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-06.
  12. ૧૨.૦ ૧૨.૧ "Tejas-Caddo Ancestors-Woodland Cultures". મૂળ માંથી 2009-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-06.
  13. Kidder, Tristram (1998). Mississippian Towns and Sacred Spaces. University of Alabama Press. ISBN 0-8173-0947-0. Unknown parameter |editors= ignored (|editor= suggested) (મદદ)
  14. "Mississippian and Late Prehistoric Period". મેળવેલ 2008-09-08.
  15. "The Plaquemine Culture, A.D 1000". મેળવેલ 2008-09-08.
  16. "Tejas-Caddo Fundamentals-Caddoan Languages and Peoples". મૂળ માંથી 2020-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
  17. ડેવિડ રોથ, ‘લ્યુઇસિયાના હરિકેન હિસ્ટ્ર 18મી સદી (1722-1800)’, ટ્રોપિકલ વેધર- નેશનલ વેધર ર્સિવસ - લેક ચાર્લ્સ, લોસ એન્જેલસ, 2003, ઉપલબ્ધ 7મી મે, 2008.
  18. ધ સ્લેવ ટ્રેડઃ ધ સ્ટોરી ઓફ ધ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ, 1440–1870 હગ થોમસ દ્વારા 1997: સાઇમન અને શુસ્ટર પાનું 242-43
  19. ૧૯.૦ ૧૯.૧ ધ સ્લેવ ટ્રેડઃ ધ સ્ટોરી ઓફ ધ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ, 1440–1870 હગ થોમસ દ્વારા 1997: સાઇમન અને શુસ્ટર પાનું 548.
  20. ધ સ્લેવ ટ્રેડઃ ધ સ્ટોરી ઓફ ધ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ, 1440–1870 હગ થોમસ દ્વારા 1997:સાઇમન અને શુસ્ટર પાનું 548.
  21. ધ સ્લેવ ટ્રેડઃ ધ સ્ટોરી ઓફ ધ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ, 1440–1870 હગ થોમસ દ્વારા 1997: સાઇમન અને શુસ્ટર પાનું 549.
  22. "ધ સ્લેવ રિબેલિયન ઓફ 1791". લાઈબ્રેરી ઓફ કાગ્રેસ કન્ટ્રી સ્ટડીઝ.
  23. સેવિંગ ન્યૂ ઓર્લિયન્સ, સ્મિથસોનિયન સામયિક, ઓગસ્ટ 2006. સુધારો 2010-02-16.
  24. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2021-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-09.
  25. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; 08CenEstનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  26. [Title=The New York Times 2008 Almanac|Author=edited by John W. Wright|Date=2007|Page=178]
  27. "Population and Population Centers by State – 2000". United States Census Bureau. મેળવેલ 2008-12-05.
  28. "ધ કેજૂન્સ એન્ડ ધ ક્રિઓલ્સ"
  29. ટિડવેલ, માઈકલ બેયૂ ફેરવેલઃ ધ રિચ લાઈફ એન્ડ ટ્રેજિક ડેથ ઓફ લ્યુઇસિયાનાઝ કજૂન કોસ્ટ . વિન્ટેજ ડિપાર્ચર્સઃ ન્યૂયોર્ક, 2004.
  30. "ઇન કોન્ગો સ્ક્વેરઃ કોનોનીયલ ન્યૂ ઓર્લિયન્સ", ધ નેશન , 2008-12-10.
  31. હૈતીયન્સ, સેન્ટર ફોર કલ્ચરલ એન્ડ ઈકો-ટુરિઝમ, યુનિર્વિસટી ઓફ લ્યુઇસિયાના. સુધારો 2010-02-16.
  32. "લિકેજને કારણે ખાડી નજીકના ટાઊન ક્રોએશિયન ઓઈસ્ટરમેનને અસર". ધી વોલ સ્ટ્રીટ જર્નલ 4 મે, 2010
  33. "Katrina Effect: LA Tops Nation in Income Growth". 2theadvocate.com. 2007. મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  34. "લ્યૂએસિયાના ખોટ ખાઇ રહેલા મત્સ્ય ઊદ્યોગને ઊગારી શકાયો હોત[હંમેશ માટે મૃત કડી]". MiamiHerald.com. 15 મે, 2010
  35. Troeh, Eve (1 February 2007). "Louisiana to be Southern Filmmaking Capital?". VOA News. Voice of America. મૂળ માંથી 13 એપ્રિલ 2007 પર સંગ્રહિત. મેળવેલ 25 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  36. "ન્યૂ જર્સી લોકલ જોમ્બસ– NJ.com". મૂળ માંથી 2011-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  37. શેવોરી, ક્રિસ્ટીના. "ધ ફીરી ફેમિલી," ન્યૂ યોર્ક ટાઇમ્સ, માર્ચ 31, 2007, પાનું B1.
  38. "અર્થતંત્ર". મૂળ માંથી 2013-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  39. "વર્લ્ડ કલ્ચર ઈકોનોમિક ફોરમ". મૂળ માંથી 2016-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-11.
  40. [55] ^ Bls.gov; સ્થાનિક ક્ષેત્રના બેજરોગારીના આંકડા
  41. "જાતિ, લિંગ તથા વંશના આધારે રાજયના બેરોજગારીના આંકડા’ સંગ્રહિત ૨૦૧૩-૦૧-૧૭ ના રોજ વેબેક મશિન" (PDF).
  42. "બીપી ઓઈલ લિકેજ છતાં, લ્યુઇસિયાનાને હજી પણ બિગ ઓઈલ પ્રત્યે લગાવ છે". CSMonitor.com. 24 મે, 2010
  43. "EIA State Energy Profiles: Louisiana". 2008-06-12. મૂળ માંથી 2011-02-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-24.
  44. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  45. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  46. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  47. http://www.lsp.org/about_hist.html સંગ્રહિત ૨૦૧૪-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન. Retrieved 2009-10-30.
  48. યુએસ કોલેજ એથલેટિક્સ રાજ્ય મુજબ
  49. ફ્રેન્ચ ક્રોએલ હેરિટેજ
  50. લ્યુઇસિયાનામાં બોલાતી ભાષાઓના આંકડા. [૨] સુધારો જૂન 18, 2008.
  51. 1974નું લ્યુઇસિયાના રાજયનું બંધારણ[૩] સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન સુધારો જૂન 18, 2008.
  52. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  53. વિશાળ ધાર્મિક સંદર્ભમાં લ્યુઇસિયાનાની સ્થિતિ માટે જૂઓ બાઈબલ બેલ્ટ.
  54. ઢાંચો:CathEncy
  55. મેરિલેન્ડ અને ટેકસાસ જેવા અન્ય દક્ષિણી રાજયો કેથલિકની લાંબા સમયથી રહેતા મૂળ વતનીઓની વસ્તી ધરાવે છે તથા ફલોરિડામાં કયૂબાના વતનીઓની કેથલિક વસ્તી ’60ના દાયકાથી પ્રભાવક છે. તેમ છથાં, લ્યુઇસિયાના હજુ પણ મૂળ કેથલિક પ્રભાવના પ્રમાણમાં અપવાદરૂપ છે. ડીપ સાઊથનાં રાજયોમાં કેથલિસિઝમના ઇતિહાસમાં લ્યુઇસિયાનાની ભૂમિકા અસમાંતર અને આગવી રહી છે ડીપ સાઉથના રાજ્યોમાં(ફ્લોરિડાના પાનહેન્ડલ અને મોટા ભાગના ટેક્સાસને બાદ કરતા) લ્યુઇસિયાનામાં કેથોલિસિઝમની ઐતિહાસિક ભૂમિકા બેજોડ અને અનન્ય રહી છે. સંઘના રાજ્યોમાં કાઉન્ટી માટે લ્યુઇસિયાનાનો અનોખા શબ્દ પેરિશ (ફ્રેન્ચ લા પારોશ અથવા લા પેરોઇસે)ના ઉપયોગના મૂળ સરકારના વહીવટમાં કેથોલિક ચર્ચ પેરિશની રાજ્યના દરજ્જા પહેલાની ભૂમિકામાં રહેલા છે.
  56. ૫૬.૦ ૫૬.૧ ૫૬.૨ ૫૬.૩ ૫૬.૪ ૫૬.૫ [66] ^ ધ પ્યૂ ફોરમ ઓન રિલિજીયન એન્ડ પબ્લિક લાઇફ
  57. ઈઝાકસ, રોનાલ્ડ એચ. {1યહૂદી અંગેની માહિતીનો સંદર્ભ ગ્રંથઃ અ ડિકશનરી એન્ડ એલ્મેનેક{/1}, નોર્થવેલ, એનજેઃ જેસન એરન્સન, ઈન્ક., 1993. પાના. 202.

ગ્રંથસુચિ

[ફેરફાર કરો]
  • ધ સન માસ્ટર્સ ઃ પ્લાન્ટર્સ એન્ડ સ્લેવ્ઝ ઈન લ્યુઇસિયાનાઝ કેન વર્લ્ડ, 1820-1860 રિચર્ડ ફોલેટ લ્યૂસિયાના સ્ટેટ યુનિર્વિસટી પ્રેસ 2007. ISBN 978-1-56368-018-2.
  • ધ સ્લેવ ટ્રેડઃ ધ સ્ટોરી ઓફ ધ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ, 1440–1870 હગ થોમસ દ્વારા 1997: સાઇમન અને શુસ્ટર પાનું 548.
  • ઈનહ્યુમેન બોન્ડેજ ઃ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ સ્લેવરી ઈન ધ ન્યૂ વર્લ્ડ ડેવિડ બ્રાયન ડેવિસ 2006: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ. ISBN 978-0-19-533944-4
  • યિએનોપોલસ, એ.એન., ધ સિવિલ કોડ્ઝ ઓફ લ્યુઇસિયાના (સિવિલ લાૅ સિસ્ટમ દ્વારા પુનઃમુદ્રિતઃ લ્યુઇસિયાના અને તુલનાત્મક કાનૂન, કોર્સબુકઃ લખાણ, કેસ અને મટિરિયલ, ત્રીજી આવાૃત્તિ, યિએનોપોલસ દ્વારા સંપાદિત લ્યુઇસિયાના સિવિલ કોડની પ્રસ્તાવનાની આવૃત્તિ સાથે સામ્યતા)
  • રોડોલ્ફો બેટિઝા, ધ લ્યુઇસિયાના સિવિલ કોડ ઓફ 1808: ઇટ્સ એકચ્યુઅલ સોર્સિસ એન્ડ રેલેવન્સ, 46 ટીયુએલ. એલ. રિવ. 4 (1971); રોડોલ્ફો બેટિઝા, ધ લ્યુઇસિયાના સિવિલ કોડ ઓફ 1808, ફેક્ટ એન્ડ સ્પેક્યુલેશન: એ રિજોઇન્ડર 46 ટીયુએલ એલ. રિવ. 628 (1972); રોબર્ટ એ. પાસ્કલ, સોર્સિસ ઓફ ધ ડાઇજેસ્ટ ઓફ 1808: એ રિપ્લાય ટુ પ્રોફેસર બેટિઝા, 46 ટીયુએલ. એલ. રિવ 603 (1972); જોસેફ એમ સ્વીની, ટુર્નામેન્ટ ઓફ સ્કોલર્સ ઓવર ધ સોર્સિસ ઓધ ધ સિવિલ કોડ ઓફ 1808,46 ટીયુએલ. એલ. રિવ. 585 (1972).
  • રાજયના આદર્શ ઇતિહાસનું આંતર વિગ્રહ દરમિયાનનું વર્ણન ચાર્લ્સ ગેરિના ‘હિસ્ટ્રી ઓફ લ્યુઇસિયાના’માં કરવામાં આવ્યું છે (વિવિધ આવૃત્તિઓ 1866માં કલ્મિનેટગ, 4 ભાગ, વધુ વિસ્તૃત આવૃત્તિ 1885માં).
  • 17મી તથા 18મી સદીના ફ્રેન્ચ શોધકો દ્વારા સારી એવી માત્રામાં લેખન કરવામાં આવ્યું છે ઃ જિન-બર્નાર્ડ બોસૂ, ફ્રાન્કોઇઝ-મેરી પેરિન ડુ લેક, પિયર-ફ્રાન્કોઈઝ-ઝેવિયર દ કલેર્લેવોઈકસ, ડુમાં (ફ્ર. મેસ્ક્રિયર દ્વારા પ્રસિદ્ધ થયા પ્રમાણે), ફ્રા. લૂઈસ હેનેપિન, લાહોન્ટેન, લૂઈસ નાર્કિસ બાઊડ્રી દ લોઝિયર, જિન-બાપ્ટિસ્ટ બેનાર્ડ દ લા હર્પ અને લવેલ. આ જૂથમાં શોધક એન્ટોઈન સિમોન લ પેજ ડુ પ્રેટ્ઝ તેના હિસ્ટોઈર દ લા લ્યૂસિયાને (3 ભાગ, પેરિસ, 1758, બે ભાગ, લંડન, 1763) સાથેનો કદાચ સૌપ્રથમ ઇતિહાસવિદ્ હતો.
  • ફ્રાન્કોઈઝ ઝેવિયર માર્ટિનની ‘ધ હિસ્ટ્રી ઓફ લ્યુઇસિયાના ’ (બે ભાગ, ન્યૂ ર્ઓિલયન્સ, 1827-1829, પછીથી જે.એફ. કોન્ડન દ્વારા સંપાદિત, ન્યૂ ર્ઓિલયન્સ, 1882) એ ફ્રાન્કોઈઝ બાર્બે-માર્બોઈઝની ‘હિસ્ટ્રી દ લા લ્યૂસિયાને એટ દ લા સેશન દ કોલોની પર લા ફ્રાન્સ ઓકસ ઈટેટ્સ-યુનિસ ’ (પેરિસ, 1829, અંગ્રેજીમાં, ફિલાડેલ્ફિયા, 1830) સાથે આ વિષય અંગેના પ્રથમ આદર્શ લેખનો હતા.
  • એલ્સી ફોર્ટિયરનું પુસ્તક ‘અ હિસ્ટ્રી ઓફ લ્યુઇસિયાના ’ (ન્યૂયોર્ક, 4 ભાગ, 1904) વિશાળ પાયા પર રાજયના ઇતિહાસનું પ્રમાણભૂત વર્ણન કરતા તાજેતરના પુસ્તકોમાંનું એક છે.
  • આલ્બર્ટ ફેલ્પ્સ અને ગ્રેસ કિંગની અધિકૃત કામગીરી તથા લ્યુઇસિયાના હિસ્ટોરીકલ સોસાયટી તથા ન્યૂ ઓર્લિયન્સના ઇતિહાસ વિષયે થયેલાં કાર્યો તથા હેન્રી રાઈટર અને જહોન સ્મિથ કેન્ડોલ દ્વારા કરવામાં આવેલી કામગીરી પાશ્ચાદભૂમિકા પૂરી પાડે છે.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ભૂસ્તરશાસ્ત્ર લિંક્સ

[ફેરફાર કરો]

યુ.એસ. સરકાર

[ફેરફાર કરો]

ન્યૂઝ મિડીયા

[ફેરફાર કરો]

પર્યાવરણ પ્રદેશો

[ફેરફાર કરો]

જમીનના સર્વે

[ફેરફાર કરો]

પર્યટન

[ફેરફાર કરો]

ઢાંચો:United States topics ઢાંચો:United States ઢાંચો:Succession